Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યો,એક જ માસમાં ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાયા

શહેરના પૂર્વના વિસ્તારોમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે ચાલુ માસમાં પાણીના 5153 સેમ્પલ લેવાયા જે પૈકી 144 નમૂના ફેલ થયા પાણીની લાઈનનમાં લીકેજ અને ભેળસેળ વાળા પાણીના કારણે મોટા ભાગના સેમ્પલ થઈ રહ્યા છે ફેલ અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે,એક તરફ ગરમીના કારણે લોકો હેરાન છે તેવામાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે.અમદાવાદમાં એક જ માસમાં ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે.કોલેરાના 32 કેસ,કમળાના 198 કેસ,ટાઈફોડના 565 કેસ,મેલેરિયાના 49 કેસ જયારે ડેન્ગયુના 64 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલમાં પણ વધ્યા કેસ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઝાડા-ઊલટીના કુલ 215 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગત માર્ચ મહિનામાં 282 અને એપ્રિલ મહિનામાં 336 કેસ નોંધાયા છે. મે મહિનામાં ફક્ત 18 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટીના 215 કેસ નોંધાયા છે. તો મે મહિનાના અંત સુધીમાં દર્દીઓની સંખ્યા 400 સુધી પહોચી શકે છે. તડકાના સીધા સંપર્કમાં ન આવવું હિતાવહ જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે તે પ્રકારે ઝાડા-ઊલટી અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગરમીના સમયમાં પ્રવાહીનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ. બપોરના 12:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા દરમિયાન તડકાના સીધા સંપર્કમાં ન આવવું હિતાવહ રહેશે. ગરમીમાં બહાર નિકળવાની ફરજ પડે તો માથું ઢાંકેલું અને શરીરના એકપણ અંગ ખુલ્લું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રવાહીનું વધુમાં વધુ સેવન કરીને ડિહાઈડ્રેશનથી બચી શકાય છે, તેથી ઝાડા-ઊલટીનો ખતરો પણ ઓછો રહેશે. પેટલાદમાં ખરાબ પાણીથી પેટમાં દુખાવાની ફરિયાદ પેટલાદ તાલુકાના સિલવઇ ગામની 3500ની વસ્તી ધરાવે છે.ગ્રામ પંચાયતનો બોર બંધ હોવાથી ગ્રામજનોએ નજીક આવેલા બોરકુવાથી પાણી ભરી લાવીને તેનો પીવાના ઉપયોગ કરતાં મોડીસાંજ કેટલાક લોકો પેટમાં ગરબડ થવા લાગી હતી. જોત જોતામાં 150 જેટલા લોકો પેટા દુ:ખાવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક સિલવાઇ ગામે પહોંચી જઇને ઘેર ઘેર સર્વે કરીને તપાસ કરતાં 30 વ્યકિતઓને ઝાડા ઉલ્ટી ફસાયા હતા.

Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યો,એક જ માસમાં ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરના પૂર્વના વિસ્તારોમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે
  • ચાલુ માસમાં પાણીના 5153 સેમ્પલ લેવાયા જે પૈકી 144 નમૂના ફેલ થયા
  • પાણીની લાઈનનમાં લીકેજ અને ભેળસેળ વાળા પાણીના કારણે મોટા ભાગના સેમ્પલ થઈ રહ્યા છે ફેલ

અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે,એક તરફ ગરમીના કારણે લોકો હેરાન છે તેવામાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે.અમદાવાદમાં એક જ માસમાં ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે.કોલેરાના 32 કેસ,કમળાના 198 કેસ,ટાઈફોડના 565 કેસ,મેલેરિયાના 49 કેસ જયારે ડેન્ગયુના 64 કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલમાં પણ વધ્યા કેસ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઝાડા-ઊલટીના કુલ 215 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગત માર્ચ મહિનામાં 282 અને એપ્રિલ મહિનામાં 336 કેસ નોંધાયા છે. મે મહિનામાં ફક્ત 18 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટીના 215 કેસ નોંધાયા છે. તો મે મહિનાના અંત સુધીમાં દર્દીઓની સંખ્યા 400 સુધી પહોચી શકે છે.

તડકાના સીધા સંપર્કમાં ન આવવું હિતાવહ

જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે તે પ્રકારે ઝાડા-ઊલટી અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગરમીના સમયમાં પ્રવાહીનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ. બપોરના 12:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા દરમિયાન તડકાના સીધા સંપર્કમાં ન આવવું હિતાવહ રહેશે. ગરમીમાં બહાર નિકળવાની ફરજ પડે તો માથું ઢાંકેલું અને શરીરના એકપણ અંગ ખુલ્લું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રવાહીનું વધુમાં વધુ સેવન કરીને ડિહાઈડ્રેશનથી બચી શકાય છે, તેથી ઝાડા-ઊલટીનો ખતરો પણ ઓછો રહેશે.

પેટલાદમાં ખરાબ પાણીથી પેટમાં દુખાવાની ફરિયાદ

પેટલાદ તાલુકાના સિલવઇ ગામની 3500ની વસ્તી ધરાવે છે.ગ્રામ પંચાયતનો બોર બંધ હોવાથી ગ્રામજનોએ નજીક આવેલા બોરકુવાથી પાણી ભરી લાવીને તેનો પીવાના ઉપયોગ કરતાં મોડીસાંજ કેટલાક લોકો પેટમાં ગરબડ થવા લાગી હતી. જોત જોતામાં 150 જેટલા લોકો પેટા દુ:ખાવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક સિલવાઇ ગામે પહોંચી જઇને ઘેર ઘેર સર્વે કરીને તપાસ કરતાં 30 વ્યકિતઓને ઝાડા ઉલ્ટી ફસાયા હતા.