Halvad: હળવદ-માળિયા હાઈવે પર જુદા જુદા બે અકસ્માત માં એકનું મોત

કારનું અચાનક ટાયર ફટતાં કાર ડિવાઈડર ઠેકી હાઈવેની બીજી સાઈડ જતી રહી : ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈમાળીયા હાઈવે પર હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલકે કાર ફૂલ સ્પીડમાં બેફ્કિરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું  હળવદ માળીયા હાઈવે પર હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલકે કાર ફૂલ સ્પીડમાં બેફ્કિરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય એક અકસ્માતમાં અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી કારનુ અચાનક ટાયર ફટતા કાર ડિવાઈડર ઠેકી હાઈવેની બીજી સાઈડ જતી રહેતા ગંભીર અકસ્માત બનતા અટક્યો હતો.    આ અંગે વધુ મળતી માહિતી મુજબ, હળવદના માળીયા હાઈવે પર માણાબા ગામના પાટિયા નજીક ગત તા.9ના રોજ વહેલી સવારે જીજે - 06 - પીકે - 5850 નંબરની હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલક આરોપી તનવરમિયા હસનઅલી સૈયદ વાળાએ પોતાની કાર ફૂલ સ્પીડમાં બેફ્કિરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા ગુલામમહમદ સમદાની ઇસ્માઇલ મિયા સૈયદ ઉ.30 નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અન્ય એક બનાવ માં ધનાળાના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ સામે અમદાવાદ તરફ્થી પુરપાટ ઝડપે આવતી કારનુ ટાયર ફટતા કાર ડિવાઈડર ઠેકી ગઈ હતી. હાઈવેની બીજી સાઈડ કોઈ વાહન ન આવતુ હોવાથી ગંભીર અકસ્માત થતા અટકયો હતો. જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદથી માળીયા તરફ્ જતી કારમાં ઓક્સિજન પર રહેલા દર્દી સાથે અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. કારનું ટાયર ફટયા બાદ કાર રોંગ સાઈડમાં ઠેકી જતા થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

Halvad: હળવદ-માળિયા હાઈવે પર જુદા જુદા બે અકસ્માત માં એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારનું અચાનક ટાયર ફટતાં કાર ડિવાઈડર ઠેકી હાઈવેની બીજી સાઈડ જતી રહી : ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ
  • માળીયા હાઈવે પર હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલકે કાર ફૂલ સ્પીડમાં બેફ્કિરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ 
  • અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું

 હળવદ માળીયા હાઈવે પર હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલકે કાર ફૂલ સ્પીડમાં બેફ્કિરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

જયારે અન્ય એક અકસ્માતમાં અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી કારનુ અચાનક ટાયર ફટતા કાર ડિવાઈડર ઠેકી હાઈવેની બીજી સાઈડ જતી રહેતા ગંભીર અકસ્માત બનતા અટક્યો હતો.

   આ અંગે વધુ મળતી માહિતી મુજબ, હળવદના માળીયા હાઈવે પર માણાબા ગામના પાટિયા નજીક ગત તા.9ના રોજ વહેલી સવારે જીજે - 06 - પીકે - 5850 નંબરની હ્યુન્ડાઇ આઈ ટેન કારના ચાલક આરોપી તનવરમિયા હસનઅલી સૈયદ વાળાએ પોતાની કાર ફૂલ સ્પીડમાં બેફ્કિરાઈથી ચલાવી આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાવી દેતા કારની આગળની સીટમાં બેઠેલા ગુલામમહમદ સમદાની ઇસ્માઇલ મિયા સૈયદ ઉ.30 નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય એક બનાવ માં ધનાળાના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ સામે અમદાવાદ તરફ્થી પુરપાટ ઝડપે આવતી કારનુ ટાયર ફટતા કાર ડિવાઈડર ઠેકી ગઈ હતી. હાઈવેની બીજી સાઈડ કોઈ વાહન ન આવતુ હોવાથી ગંભીર અકસ્માત થતા અટકયો હતો. જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદથી માળીયા તરફ્ જતી કારમાં ઓક્સિજન પર રહેલા દર્દી સાથે અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. કારનું ટાયર ફટયા બાદ કાર રોંગ સાઈડમાં ઠેકી જતા થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.