થાનગઢમાં ગૌમાંસના જથ્થા સાથે પકડાયેલી સુ.નગરની મહિલાની જામીન અરજી નામંજૂર

સર્કિટ હાઉસ પાસે રહેતો શખ્સ ગૌમાંસનો જથ્થો આપી ગયો હોવાનું તપાસમાં ખૂલ્યું હતુંઝડપાયેલ માંસનો નમૂનો FSL માં મોકલાતા ગૌ માંસ હોવાનું બહાર આવતા ગુનો દાખલ થયો હતો મચ્છીની આડમાં 4 કિલો ગૌ માંસ કિંમત રૂ. 400 સાથે પકડાઈ થાન પોલીસની ટીમને રેલવે ફાટક પાસે આવેલ દુકાને ગૌ માંસ વેચાતુ હોવાની બાતમી રેડ કરાઈ હતી. જેમાં એક મહિલા 4 કિલો ગૌ માંસ કિંમત સાથે ઝડપાઈ હતી. જેમાં જેલવાસ ભોગવતી મહિલાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમમાંથી ગત તા. 3જી અપ્રિલે બપોરે થાન પોલીસને ટેલીફોન વરધી દ્વારા જાણ કરાઈ હતી કે, થાન રેલવે ફાટક પાસે આવેલ દલિત વાસમાં હલુબેન મુસલમાન નામની મહિલા પોતાના ઘર-દુકાનમાં ગૌ માંસ કપાયેલુ રાખે છે અને વેચાણ કરે છે. આથી થાન પોલીસના વીભાભાઈ હતવાણી સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફીસ પાછળ રહેતી હલુબેન સુલેમાનભાઈ મોવર મચ્છીની આડમાં 4 કિલો ગૌ માંસ કિંમત રૂ. 400 સાથે પકડાઈ હતી. આ ગૌ માંસનો જથ્થામાંથી થોડો જથ્થો પૃથ્થકરણ માટે હાજર વેટરનીટી ડોકટર દ્વારા લઈ એફએસએલ રાજકોટમાં મોકલાયો હતો. જેમાં ઝડપાયેલ જથ્થો ગૌ માંસ હોવાનું સામે આવતા હલુબેન મોવર સામે થાન પોલીસ મથકે પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેલવાસ ભોગવતી મહિલાએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ આર. બી. રાઓલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીનું પ્રથમથી જ FIRમાં નામ છે. આ જથ્થો સુરેન્દ્રનગર સરકીટ હાઉસ પાસે રહેતો સોહીલ ઈબ્રાહીમભાઈ મોદન આપી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. જેને હજુ પકડવાનો બાકી છે. આથી ત્રીજા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી હલુબેન સુલેમાનભાઈ મોવરની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી હતી. આરોપી મહિલાને ગભરામણ થતા દવાખાને લઈ જવાઈ હતી આરોપી મહિલા હલુબેનની ધરપકડ બાદ ગત તા. 6ઠ્ઠી એપ્રીલના રોજ નીચલી કોર્ટમાં રજુ કરાઈ હતી. જેમાં પોલીસે રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે રીમાન્ડની માંગણી રજુ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે થાનથી જેલ હવાલે કરવા દરમિયાન આરોપી મહિલાને ગભરામણ થતા અને બીપી હાઈ થતા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાઈ હતી.

થાનગઢમાં ગૌમાંસના જથ્થા સાથે પકડાયેલી સુ.નગરની મહિલાની જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સર્કિટ હાઉસ પાસે રહેતો શખ્સ ગૌમાંસનો જથ્થો આપી ગયો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું
  • ઝડપાયેલ માંસનો નમૂનો FSL માં મોકલાતા ગૌ માંસ હોવાનું બહાર આવતા ગુનો દાખલ થયો હતો
  • મચ્છીની આડમાં 4 કિલો ગૌ માંસ કિંમત રૂ. 400 સાથે પકડાઈ

થાન પોલીસની ટીમને રેલવે ફાટક પાસે આવેલ દુકાને ગૌ માંસ વેચાતુ હોવાની બાતમી રેડ કરાઈ હતી. જેમાં એક મહિલા 4 કિલો ગૌ માંસ કિંમત સાથે ઝડપાઈ હતી. જેમાં જેલવાસ ભોગવતી મહિલાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમમાંથી ગત તા. 3જી અપ્રિલે બપોરે થાન પોલીસને ટેલીફોન વરધી દ્વારા જાણ કરાઈ હતી કે, થાન રેલવે ફાટક પાસે આવેલ દલિત વાસમાં હલુબેન મુસલમાન નામની મહિલા પોતાના ઘર-દુકાનમાં ગૌ માંસ કપાયેલુ રાખે છે અને વેચાણ કરે છે. આથી થાન પોલીસના વીભાભાઈ હતવાણી સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફીસ પાછળ રહેતી હલુબેન સુલેમાનભાઈ મોવર મચ્છીની આડમાં 4 કિલો ગૌ માંસ કિંમત રૂ. 400 સાથે પકડાઈ હતી. આ ગૌ માંસનો જથ્થામાંથી થોડો જથ્થો પૃથ્થકરણ માટે હાજર વેટરનીટી ડોકટર દ્વારા લઈ એફએસએલ રાજકોટમાં મોકલાયો હતો. જેમાં ઝડપાયેલ જથ્થો ગૌ માંસ હોવાનું સામે આવતા હલુબેન મોવર સામે થાન પોલીસ મથકે પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેલવાસ ભોગવતી મહિલાએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ આર. બી. રાઓલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીનું પ્રથમથી જ FIRમાં નામ છે. આ જથ્થો સુરેન્દ્રનગર સરકીટ હાઉસ પાસે રહેતો સોહીલ ઈબ્રાહીમભાઈ મોદન આપી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. જેને હજુ પકડવાનો બાકી છે. આથી ત્રીજા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી હલુબેન સુલેમાનભાઈ મોવરની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી હતી. આરોપી મહિલાને ગભરામણ થતા દવાખાને લઈ જવાઈ હતી

આરોપી મહિલા હલુબેનની ધરપકડ બાદ ગત તા. 6ઠ્ઠી એપ્રીલના રોજ નીચલી કોર્ટમાં રજુ કરાઈ હતી. જેમાં પોલીસે રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે રીમાન્ડની માંગણી રજુ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે થાનથી જેલ હવાલે કરવા દરમિયાન આરોપી મહિલાને ગભરામણ થતા અને બીપી હાઈ થતા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાઈ હતી.