Gujarat Weather: ગરમીના પ્રકોપથી શહેરીજનો પર માઠી અસર, 108 સતત દોડતી રહી

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની લોકો પર અસર રાજ્યમાં માંદગીના 7 દિવસમાં ઇમરજન્સી કોલ્સ વધ્યા છેલ્લા 7 દિવસમાં ગરમીને લઈ 529 ઇમરજન્સી કોલ્સ મળ્યા રાજ્યભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઇમરજન્સી સેવા માટે 108 સતત દોડતી રહી છે. જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની શહેરીજનો પર માઠી અસર પડી છે. તેમાં અમદાવાદમાં 73 લોકોને ગરમીને લઈ ઇમરજન્સી કોલ્સ કરવાની ફરજ પડી છે. ત્યારે રાજ્યમાં માંદગીના 7 દિવસમાં ઇમરજન્સી કોલ્સ સતત વધ્યા છે. છેલ્લા 7 દિવસમાં ગરમીને લઈ 529 ઇમરજન્સી કોલ્સ 108ને મળ્યા છે. સુરતમાં 40, વડોદરામાં 19, રાજકોટમાં 18 કોલ્સ 108ને મળ્યા ગરમીને કારણે સુરતમાં 40, વડોદરામાં 19, રાજકોટમાં 18 કોલ્સ 108ને મળ્યા છે. તેમજ નવસારીમાં 34, છોટાઉદેપુરમાં 27 કોલ્સ મળ્યા છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં પણ વધી રહી છે. જેમાં રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં હાર્ટ એટેકના હુમલાથી મોત નીપજતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ગાયક કલાકાર ભરતભાઈ ચીમનભાઈ ત્રિવેદી નામના 52 વર્ષના આધેડ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તબીબે હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કર્યું તેમજ કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા મેહુલનગરમાં રહેતા દેવેનભાઈ જીજવાડીયા નામના 49 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કર્યું હતુ. ત્રીજા બનાવમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક પાસે આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાનુબેન મુકેશભાઈ સોલંકી નામના 48 વર્ષના પ્રોઢા રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવ્યો હતો. જેમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયુ હતુ. 

Gujarat Weather: ગરમીના પ્રકોપથી શહેરીજનો પર માઠી અસર, 108 સતત દોડતી રહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની લોકો પર અસર
  • રાજ્યમાં માંદગીના 7 દિવસમાં ઇમરજન્સી કોલ્સ વધ્યા
  • છેલ્લા 7 દિવસમાં ગરમીને લઈ 529 ઇમરજન્સી કોલ્સ મળ્યા

રાજ્યભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઇમરજન્સી સેવા માટે 108 સતત દોડતી રહી છે. જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની શહેરીજનો પર માઠી અસર પડી છે. તેમાં અમદાવાદમાં 73 લોકોને ગરમીને લઈ ઇમરજન્સી કોલ્સ કરવાની ફરજ પડી છે. ત્યારે રાજ્યમાં માંદગીના 7 દિવસમાં ઇમરજન્સી કોલ્સ સતત વધ્યા છે. છેલ્લા 7 દિવસમાં ગરમીને લઈ 529 ઇમરજન્સી કોલ્સ 108ને મળ્યા છે.

સુરતમાં 40, વડોદરામાં 19, રાજકોટમાં 18 કોલ્સ 108ને મળ્યા

ગરમીને કારણે સુરતમાં 40, વડોદરામાં 19, રાજકોટમાં 18 કોલ્સ 108ને મળ્યા છે. તેમજ નવસારીમાં 34, છોટાઉદેપુરમાં 27 કોલ્સ મળ્યા છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં પણ વધી રહી છે. જેમાં રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં હાર્ટ એટેકના હુમલાથી મોત નીપજતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ગાયક કલાકાર ભરતભાઈ ચીમનભાઈ ત્રિવેદી નામના 52 વર્ષના આધેડ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

તબીબે હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કર્યું

તેમજ કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા મેહુલનગરમાં રહેતા દેવેનભાઈ જીજવાડીયા નામના 49 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કર્યું હતુ. ત્રીજા બનાવમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક પાસે આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાનુબેન મુકેશભાઈ સોલંકી નામના 48 વર્ષના પ્રોઢા રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવ્યો હતો. જેમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયુ હતુ.