પાટણમાં પાટીલે કાર્યકર્તાઓને કહ્યું, ચૂંટણી ગુજરાતના ઉમેદવાર નથી લડતા મોદી લડે છે

મનદુ:ખ, ગમા-અણગમા ભૂલી જજો : પાટીલ ‘તમારા માંથી કેટલાકને ભરતસિંહ ડાભીનો વિરોધ હોય’ ચૂંટણી ગુજરાતના ઉમેદવાર નથી લડતા મોદી લડે છે : પાટીલ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું. જ્યાં એક તરફ પાટણ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. આ વચ્ચે હવે પાટણ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસ છોડી 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આજરોજ પાટણ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને પ્રમુખ સી આર પાટીલની ભવ્ય બાઈક રેલી નીકળી હતી જેમાં રાજ્ય કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પાટણ લોકસભા વિસ્તારમાં ચૂંટણી અંતર્ગત પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભવ્ય વિજયી બનાવવા તેમજ ભાજપના બુથ પ્રમુખો, પેજ પ્રમુખો તેમજ કાર્યકર્તાઓને મતદારો સમક્ષ ક્યાં ક્યાં મુદ્દાઓ લઈ જવા તેમજ મતદારોને છેક મતદાન બુથ સુધી ભૂલ્યા વગર લઇ જવા માટેની માહિતી આપવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા ફરસુ ગોકલાણી ભાજપમાં જોડાયા છે. આંતરિક વિવાદ અંગે પણ ટિપ્પણી કરતાં પાટીલે કહ્યું કે, નેતાઓએ મતદારોને સ્થાનિક ઉમેદવારનો ચહેરો જોઈને નહીં પરંતુ કેન્દ્રનો નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો જોઈને વોટ આપવા તેમ મતદારોને સમજાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ 543 સીટ પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે. તેથી વોટ આપણે મોદીને આપવાનો છે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, જો ભરતસિંહ ડાભી જો પાટણ લોકસભાની સીટ પર 6 લાખ મતોની લીડ થી જીત મેળવશે તો હું ગમે ત્યાં હોઈશ ત્યાંથી પાટણ આવીને ભરતસિંહ ડાભીના જીતના જુલુસમાં ભાગ લઈશ. આ સાથે જ તમામ નેતાઓથી લઈને કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો. 

પાટણમાં પાટીલે કાર્યકર્તાઓને કહ્યું, ચૂંટણી ગુજરાતના ઉમેદવાર નથી લડતા મોદી લડે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનદુ:ખ, ગમા-અણગમા ભૂલી જજો : પાટીલ
  • ‘તમારા માંથી કેટલાકને ભરતસિંહ ડાભીનો વિરોધ હોય’
  • ચૂંટણી ગુજરાતના ઉમેદવાર નથી લડતા મોદી લડે છે : પાટીલ

કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું. જ્યાં એક તરફ પાટણ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. આ વચ્ચે હવે પાટણ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસ છોડી 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આજરોજ પાટણ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને પ્રમુખ સી આર પાટીલની ભવ્ય બાઈક રેલી નીકળી હતી જેમાં રાજ્ય કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.


પાટણ લોકસભા વિસ્તારમાં ચૂંટણી અંતર્ગત પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભવ્ય વિજયી બનાવવા તેમજ ભાજપના બુથ પ્રમુખો, પેજ પ્રમુખો તેમજ કાર્યકર્તાઓને મતદારો સમક્ષ ક્યાં ક્યાં મુદ્દાઓ લઈ જવા તેમજ મતદારોને છેક મતદાન બુથ સુધી ભૂલ્યા વગર લઇ જવા માટેની માહિતી આપવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા ફરસુ ગોકલાણી ભાજપમાં જોડાયા છે.


આંતરિક વિવાદ અંગે પણ ટિપ્પણી કરતાં પાટીલે કહ્યું કે, નેતાઓએ મતદારોને સ્થાનિક ઉમેદવારનો ચહેરો જોઈને નહીં પરંતુ કેન્દ્રનો નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો જોઈને વોટ આપવા તેમ મતદારોને સમજાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ 543 સીટ પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે. તેથી વોટ આપણે મોદીને આપવાનો છે.

જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, જો ભરતસિંહ ડાભી જો પાટણ લોકસભાની સીટ પર 6 લાખ મતોની લીડ થી જીત મેળવશે તો હું ગમે ત્યાં હોઈશ ત્યાંથી પાટણ આવીને ભરતસિંહ ડાભીના જીતના જુલુસમાં ભાગ લઈશ. આ સાથે જ તમામ નેતાઓથી લઈને કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો.