Narmada News : પોઈચા નદીમાં ડૂબેલા 7 લોકોની NDRFની મદદથી શોધખોળ શરૂ

નર્મદા નદીમાં ડૂબેલા સાત લોકોની શોધખોળ ચાલુ NDRF અને સ્થાનિક નાવિકો શોધખોળમાં જોડયા ગઈ કાલે બપોરથી તમામ ડૂબેલાની શોધખોળ ચાલુ નર્મદા નદી કિનારે આવેલા પોઈચાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા.પોઈચા નર્મદા નદીમાં નાહવા પડેલા 8 પ્રવાસીઓ પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવ થયો છે,જ્યારે અન્ય સાત લોકોની હજુ શોધખોળ ચાલુ છે.આ સમગ્ર ઘટનામાં વડોદરાની ફાયરની ટીમ,NDRFની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ હાલ શોધખોળ કરી રહ્યાં છે. પોઈચા નર્મદા નદીમાં પ્રવાસીઓ ડૂબ્યા પ્રાપ્ત માહિતી અનુસાર,રાજપીપળાના પોઈચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતથી પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી આઠ લોકો નર્મદા નદીમાં નાહવા પડયા હતા, અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક બોટ ચાલકોએ એકને બચાવી લીધો છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.પોઈચા ખાતે નદીમાં ડૂબેલા તમામ પ્રવાસીઓ સુરતના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, મૂળ અમરેલીના અને હાલ સુરતની ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદના રહેવાસી છે.ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનું વહેણ વધારે હોવાથી ડૂબેલા લોકોને શોધવામાં મહેનત કરવી પડી રહી છે. આઠ લોકો ત્રિવેણી સંગમ ખાતે નાહવા ગયા હતા સુરતના સણિયા હેમદ ગામે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં બલદાણિયા અને હડિયા પરિવારે કામગીરી કરી હતી. આ સપ્તાહ પૂર્ણ થયા બાદ આજે ભરતભાઇ અને સોસાયટીના અન્ય સાત નાનાં બાળકો અને કિશોરો પોઇચા ખાતે ત્રિવેણી સંગમ ખાતે નાહવા માટે ગયાં હતાં. નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગી ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.વ. 45) - પિતા આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ. 12) -દીકરો મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (ઉં.વ. 15) -દીકરો વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉં.વ. 11) -પિતરાઇ ભાઈ આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ. 7) -ભાણિયો ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.વ. 15) -પિતરાઈ ભાઈ ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉ.વ. 15) -પિતરાઈ ભાઈ

Narmada News : પોઈચા નદીમાં ડૂબેલા 7 લોકોની NDRFની મદદથી શોધખોળ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નર્મદા નદીમાં ડૂબેલા સાત લોકોની શોધખોળ ચાલુ
  • NDRF અને સ્થાનિક નાવિકો શોધખોળમાં જોડયા
  • ગઈ કાલે બપોરથી તમામ ડૂબેલાની શોધખોળ ચાલુ

નર્મદા નદી કિનારે આવેલા પોઈચાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા.પોઈચા નર્મદા નદીમાં નાહવા પડેલા 8 પ્રવાસીઓ પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવ થયો છે,જ્યારે અન્ય સાત લોકોની હજુ શોધખોળ ચાલુ છે.આ સમગ્ર ઘટનામાં વડોદરાની ફાયરની ટીમ,NDRFની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ હાલ શોધખોળ કરી રહ્યાં છે.

પોઈચા નર્મદા નદીમાં પ્રવાસીઓ ડૂબ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર,રાજપીપળાના પોઈચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતથી પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી આઠ લોકો નર્મદા નદીમાં નાહવા પડયા હતા, અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક બોટ ચાલકોએ એકને બચાવી લીધો છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.પોઈચા ખાતે નદીમાં ડૂબેલા તમામ પ્રવાસીઓ સુરતના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, મૂળ અમરેલીના અને હાલ સુરતની ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદના રહેવાસી છે.ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનું વહેણ વધારે હોવાથી ડૂબેલા લોકોને શોધવામાં મહેનત કરવી પડી રહી છે.


આઠ લોકો ત્રિવેણી સંગમ ખાતે નાહવા ગયા હતા

સુરતના સણિયા હેમદ ગામે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં બલદાણિયા અને હડિયા પરિવારે કામગીરી કરી હતી. આ સપ્તાહ પૂર્ણ થયા બાદ આજે ભરતભાઇ અને સોસાયટીના અન્ય સાત નાનાં બાળકો અને કિશોરો પોઇચા ખાતે ત્રિવેણી સંગમ ખાતે નાહવા માટે ગયાં હતાં.


નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગી

ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.વ. 45) - પિતા

આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ. 12) -દીકરો

મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (ઉં.વ. 15) -દીકરો

વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉં.વ. 11) -પિતરાઇ ભાઈ

આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ. 7) -ભાણિયો

ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.વ. 15) -પિતરાઈ ભાઈ

ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉ.વ. 15) -પિતરાઈ ભાઈ