Junagadh: જેલ રોડ નજીક વાહનો ફસાયા, વહેલી તકે પેચ વર્ક કરવાની માંગ

જૂનાગઢમાં વરસાદે મનપાની પોલ ખોલીજેલ રોડ નજીક એક જ કલાકમાં 10થી 12 જેટલા વાહનો ફસાયા પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જૂનાગઢમાં વરસાદએ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે અને ગટરની કામગીરી કર્યા બાદ રોડ પર હલકી ગુણવતાનું પેચ વર્ક કર્યુ હોવાનું વરસાદ વરસતા સામે આવ્યું છે. શહેરના જેલ રોડ નજીક અનેક વાહનો ચાલકો તંત્રના પાપે હેરાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. 10થી 12 વાહનો રોડ પર ફસાયા છેલ્લા એક જ કલાકમાં 10થી 12 વાહનો આ રોડ પર ફસાયા છે અને સ્થાનિકો મદદ માટે આગળ આવ્યા અને ખાડામાં ફસાયેલા વાહનો બહાર કાઢ્યા, જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પણ વહેલી તકે તંત્ર પેચ વર્ક કરે તેવી લોકો માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ પહેલા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પણ પ્રજાને હેરાન થતી જોઈને એવું લાગી રહ્યું છે કે પ્રિ-મોન્સૂનની આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી રાજયના 88 તાલુકામાં વરસાદ આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં સાંજે 4 થી 6 દરમિયાન 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે બનાસકાંઠાના દાંતામાં સાંજે 4થી 6માં 3.5 ઈંચ વરસાદ, બનાસકાંઠાના દિયોદરમાં સાંજે 4થી 6માં 2 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતી તાલુકામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ અને 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે 77 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ખેડાના મેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આવ્યો છે.

Junagadh: જેલ રોડ નજીક વાહનો ફસાયા, વહેલી તકે પેચ વર્ક કરવાની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢમાં વરસાદે મનપાની પોલ ખોલી
  • જેલ રોડ નજીક એક જ કલાકમાં 10થી 12 જેટલા વાહનો ફસાયા
  • પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર

જૂનાગઢમાં વરસાદએ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે અને ગટરની કામગીરી કર્યા બાદ રોડ પર હલકી ગુણવતાનું પેચ વર્ક કર્યુ હોવાનું વરસાદ વરસતા સામે આવ્યું છે. શહેરના જેલ રોડ નજીક અનેક વાહનો ચાલકો તંત્રના પાપે હેરાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

10થી 12 વાહનો રોડ પર ફસાયા

છેલ્લા એક જ કલાકમાં 10થી 12 વાહનો આ રોડ પર ફસાયા છે અને સ્થાનિકો મદદ માટે આગળ આવ્યા અને ખાડામાં ફસાયેલા વાહનો બહાર કાઢ્યા, જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પણ વહેલી તકે તંત્ર પેચ વર્ક કરે તેવી લોકો માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ પહેલા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પણ પ્રજાને હેરાન થતી જોઈને એવું લાગી રહ્યું છે કે પ્રિ-મોન્સૂનની આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.

સાંજે 6 વાગ્યા સુધી રાજયના 88 તાલુકામાં વરસાદ

આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં સાંજે 4 થી 6 દરમિયાન 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે બનાસકાંઠાના દાંતામાં સાંજે 4થી 6માં 3.5 ઈંચ વરસાદ, બનાસકાંઠાના દિયોદરમાં સાંજે 4થી 6માં 2 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતી તાલુકામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ અને 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે 77 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ખેડાના મેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આવ્યો છે.