Vande Bharat Train : સુરતમાં દરવાજો લોક થતા સ્ટેશન પર ટ્રેન અટવાઈ

અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર અટવાઈ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો મૂંઝાયા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલ્વે સ્ટાફ બન્યો મજબૂર અમદાવાદથી મુંબઈ જતી વંદેભારત ટ્રેન સુરત સ્ટોપેજ ખાતે રોકાઈ તે દરમિયના ટ્રેનનો દરવાજો ના ખુલતા મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા.ટ્રેનના C-14 કોચનો દરવાજો ના ખુલતા રેલ્વે સ્ટાફ દ્વારા તેને મેન્યુઅલી ખોલવાી ફરજ પડી હતી,તો ટ્રેનમાં લાઈટ અને ACબંધ કરવા છતાં દરવાજા ખુલ્યા ન હતા.સર્જાઈ ટેકનિકલ ખામી અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા ન હતા,ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો અને ટ્રેનની લાઈટ અને AC બંધ કરીને મુસાફરોને બહાર કાઢયા હતા. અગાઉ પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી આ ઉપરાંત 8 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હીથી વારણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેન બંધ પડી ગઈ હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ખુર્જા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યાં હતા. જાણો શું છે વંદે ભારત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ સમગ્ર ભારતના મુખ્ય શહેરોને જોડે છે અને મુસાફરોને ઝડપી અને આરામદાયક સેવાઓ સાથે વધુ સારો મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. 2024 સુધીમાં, ભારત સરકાર હવે સમગ્ર દેશમાં વંદે ભારત રૂટનો વિસ્તાર કરવાની અને માર્ચ 2024માં ચેર કારની સાથે શરૂઆત કર્યા બાદ સ્લીપર ટ્રેનો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ગુજરાતને અગાઉ ત્રણ વંદે ભારત ટ્રેનો મળી આ પહેલા ગાંધીનગરથી મુંબઈ, જોધપુરથી સાબરમતી અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે. ત્યારે હવે મુંબઇને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ મુસાફરોને મળશે. કોઇ ખામી રહી ન જાય તે માટે ટ્રેનના તમામ કોચ એસી, એક્ઝિક્યુટિવ, ચેરકાર, સીસીટીવી, વાઇફાઇ તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.અમદાવાદ -મુંબઇ રૂટ પર આ બીજી ટ્રેન શરૂ થવાની છે. રાજ્યને પહેલી વંદે ભારત ટ્રેન એક વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર 2022ના ગાંધીીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે મળી હતી. બીજી વંદે ભારત એક્સપ્રેક્સ ટ્રેન અમદાવાદ અને રાજસ્થાનના જોધપુર રૂટ પર 7 જુલાઇ 2023ના મળી હતી. તેમજ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રના જામનગરને જોડતી વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી જેનાથી સૌરાષ્ટ્રની મુખ્ય શહેરો સાથે કનેકટિવીટી રહી છે ત્યાના લોકો સરળતાથી અમદાવાદ સુધી પહોચી શકે છે. 

Vande Bharat Train : સુરતમાં દરવાજો લોક થતા સ્ટેશન પર ટ્રેન અટવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર અટવાઈ
  • ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો મૂંઝાયા
  • મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલ્વે સ્ટાફ બન્યો મજબૂર

અમદાવાદથી મુંબઈ જતી વંદેભારત ટ્રેન સુરત સ્ટોપેજ ખાતે રોકાઈ તે દરમિયના ટ્રેનનો દરવાજો ના ખુલતા મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા.ટ્રેનના C-14 કોચનો દરવાજો ના ખુલતા રેલ્વે સ્ટાફ દ્વારા તેને મેન્યુઅલી ખોલવાી ફરજ પડી હતી,તો ટ્રેનમાં લાઈટ અને ACબંધ કરવા છતાં દરવાજા ખુલ્યા ન હતા.

સર્જાઈ ટેકનિકલ ખામી

અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા ન હતા,ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો અને ટ્રેનની લાઈટ અને AC બંધ કરીને મુસાફરોને બહાર કાઢયા હતા.


અગાઉ પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી

આ ઉપરાંત 8 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હીથી વારણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેન બંધ પડી ગઈ હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ખુર્જા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યાં હતા.


જાણો શું છે વંદે ભારત ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ સમગ્ર ભારતના મુખ્ય શહેરોને જોડે છે અને મુસાફરોને ઝડપી અને આરામદાયક સેવાઓ સાથે વધુ સારો મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. 2024 સુધીમાં, ભારત સરકાર હવે સમગ્ર દેશમાં વંદે ભારત રૂટનો વિસ્તાર કરવાની અને માર્ચ 2024માં ચેર કારની સાથે શરૂઆત કર્યા બાદ સ્લીપર ટ્રેનો રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

ગુજરાતને અગાઉ ત્રણ વંદે ભારત ટ્રેનો મળી

આ પહેલા ગાંધીનગરથી મુંબઈ, જોધપુરથી સાબરમતી અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે. ત્યારે હવે મુંબઇને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ મુસાફરોને મળશે. કોઇ ખામી રહી ન જાય તે માટે ટ્રેનના તમામ કોચ એસી, એક્ઝિક્યુટિવ, ચેરકાર, સીસીટીવી, વાઇફાઇ તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.અમદાવાદ -મુંબઇ રૂટ પર આ બીજી ટ્રેન શરૂ થવાની છે. રાજ્યને પહેલી વંદે ભારત ટ્રેન એક વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર 2022ના ગાંધીીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે મળી હતી. બીજી વંદે ભારત એક્સપ્રેક્સ ટ્રેન અમદાવાદ અને રાજસ્થાનના જોધપુર રૂટ પર 7 જુલાઇ 2023ના મળી હતી. તેમજ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રના જામનગરને જોડતી વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી જેનાથી સૌરાષ્ટ્રની મુખ્ય શહેરો સાથે કનેકટિવીટી રહી છે ત્યાના લોકો સરળતાથી અમદાવાદ સુધી પહોચી શકે છે.