Jamnagarમાં વિલિયમ ઝોન પીઝાના સૂપમાંથી વંદો નિકળ્યો,ગ્રાહકે ફૂડ વિભાગમાં કરી ઓનલાઈન ફરિયાદ

અમે સ્થળ તપાસ કરતા કશું વાંધાજનક મળ્યું નથી: ફૂડ વિભાગ ગ્રાહકે ફૂડ શાખામાં એક સપ્તાહ પૂર્વે કરી હતી ઓનલાઈન ફરિયાદ વિલીયમ જોન પીઝામાં સૂપમાંથી વંદો નિકળ્યો જામનગરમાં આવેલ વિલિયમ ઝોન પીઝાની શોપમાં ગ્રાહક જમવા ગયો હતો તે વખતે તેમણે સૂપ ઓર્ડર કર્યો હતો,આ સૂપ પિતા હતા તે દરમિયાન તેમાંથી અચાનક મૃત હાલતમાં વંદો નિકળ્યો હતો તે જોઈને ગ્રાહક ચૌંકી ઉઠયો હતો અને તેણે ઓનલાઈન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી,ફૂડ વિભાગે સ્થળ પર આવી તપાસ કરી હતી તો તેમનું કહેવું છે કે,કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. 24 જૂન 2024ના રોજ પીઝામાંથી વાળ નિકળ્યો અમદાવાદના વાડજમાં આવેલ RPS પીઝાની શોપમાં ગ્રાહકે પીઝા મંગાવ્યા,અડધા પીઝા ખાતા હતા તે દરમિયાન અચાનક વચ્ચે વાળ આવી જતા ગ્રાહક ચોંકી ઉઠયો હતો અને તેણે પીઝા શોપમાં ફરિયાદ કરી પણ સંતોષકારક જવાબ ના મળતા તેણે અમદાવાદ ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.તો કોર્પોરેશને વધુ તપાસ હાથધરી છે. 16 જૂન 2024ના રોજ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. 19 જૂન 2024ના રોજ બાલાજી વેફરમાંથી દેડકો નિકળ્યો જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નિકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નિકળતા ગ્રાહકમાં આશ્ચર્ય સર્જાયુ હતુ.તો આરોગ્ય વિભાગે આ બાબતે વધુ તપાસ હાથધરી હતી. ખાધ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાધ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે? ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે. ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે. છેલ્લા એક મહિનામાં અનેક ઘટનાઓ બની ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા 10 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.

Jamnagarમાં વિલિયમ ઝોન પીઝાના સૂપમાંથી વંદો નિકળ્યો,ગ્રાહકે ફૂડ વિભાગમાં કરી ઓનલાઈન ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમે સ્થળ તપાસ કરતા કશું વાંધાજનક મળ્યું નથી: ફૂડ વિભાગ
  • ગ્રાહકે ફૂડ શાખામાં એક સપ્તાહ પૂર્વે કરી હતી ઓનલાઈન ફરિયાદ
  • વિલીયમ જોન પીઝામાં સૂપમાંથી વંદો નિકળ્યો

જામનગરમાં આવેલ વિલિયમ ઝોન પીઝાની શોપમાં ગ્રાહક જમવા ગયો હતો તે વખતે તેમણે સૂપ ઓર્ડર કર્યો હતો,આ સૂપ પિતા હતા તે દરમિયાન તેમાંથી અચાનક મૃત હાલતમાં વંદો નિકળ્યો હતો તે જોઈને ગ્રાહક ચૌંકી ઉઠયો હતો અને તેણે ઓનલાઈન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી,ફૂડ વિભાગે સ્થળ પર આવી તપાસ કરી હતી તો તેમનું કહેવું છે કે,કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.

24 જૂન 2024ના રોજ પીઝામાંથી વાળ નિકળ્યો

અમદાવાદના વાડજમાં આવેલ RPS પીઝાની શોપમાં ગ્રાહકે પીઝા મંગાવ્યા,અડધા પીઝા ખાતા હતા તે દરમિયાન અચાનક વચ્ચે વાળ આવી જતા ગ્રાહક ચોંકી ઉઠયો હતો અને તેણે પીઝા શોપમાં ફરિયાદ કરી પણ સંતોષકારક જવાબ ના મળતા તેણે અમદાવાદ ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.તો કોર્પોરેશને વધુ તપાસ હાથધરી છે.

16 જૂન 2024ના રોજ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી

અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.

19 જૂન 2024ના રોજ બાલાજી વેફરમાંથી દેડકો નિકળ્યો

જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નિકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નિકળતા ગ્રાહકમાં આશ્ચર્ય સર્જાયુ હતુ.તો આરોગ્ય વિભાગે આ બાબતે વધુ તપાસ હાથધરી હતી.

ખાધ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો

છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાધ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?

ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની

જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

છેલ્લા એક મહિનામાં અનેક ઘટનાઓ બની

ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા 10 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.