Education News: વડોદરાની ગ્રીન સ્કૂલ તરીકે ઓળખાતી વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય

ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે એગ્રિકલ્ચર વિષય વિદ્યાર્થીઓ માટે ખેતરમાં ૧ કલાક રોજ ખેતીની પ્રેક્ટિસ વિદ્યાર્થીઓ ખેતી કરી પ્રગતિશિલ બને તેવો શાળાનો ઉદ્દેશ્ય વડોદરાના વાઘોડિયા સ્થિત આવેલ મુની સેવા આશ્રમ ગોરજ દ્વારા સંચાલિત સ્કૂલ વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય - વનકુવા, જેની સ્થાપના વર્ષ 1991માં થયેલી અને વર્ષ પહેલાં જ શાળાની સિલ્વર જુબેલીની ઉજવણી કરવામાં આવી. હાલ વર્ષ 2005થી બળવંતસિંહ ઝાલા આચાર્ય તરીકે શાળામાં કાર્યરત છે. છોકરીઓ 60% અને છોકરાઓનો 40% રેશિયો વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 ચાલે છે. આ શાળામાં અત્યારે કુલ 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વડોદરા તાલુકા સિવાય પણ અન્ય ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હોય છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે શાળાનો હેતુ છે. અહીં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તમામ પ્રકારની તકેદારી શાળા દ્વારા લેવામાં આવે છે. જેમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા વધારે છે. હાલ છોકરીઓ 60% અને છોકરાઓનો 40% રેશિયો છે. ધોરણ 12નું છેલ્લા પાંચ વર્ષથી સતત 100% પરિણામ પરિણામની વાત કરીએ તો ધોરણ 12નું છેલ્લા પાંચ વર્ષથી સતત 100% પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. ધોરણ 10 નું અત્યારે માર્ચ 2024 માં લેવાય પરીક્ષાનું પરિણામ પણ 100% આવેલ છે. અગાઉના વર્ષોમાં પણ ધોરણ 10 નું પરિણામ 90% ની આસપાસ આવેલું હતું  અને દર વર્ષે શાળાનો પ્રયત્ન હોય છે કે વિદ્યાર્થીઓ મહેનત કરીને 100% પરિણામ મેળવે. શાળાની એક પદ્ધતિ એ પણ છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પાસ કરીને એને ઉચ્ચ અભ્યાસ કરવો હોય અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો સંસ્થા શિષ્યવૃત્તિના રૂપે કોલેજની પૂરેપૂરી ફી આપે છે. જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ સ્કૂલનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય સ્કૂલને વર્ષ 2020માં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ સ્કૂલનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળેલ છે અને રાજ્ય કક્ષાની શાળામાં ત્રીજા ક્રમાંકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 3 લાખનું ઇનામ અને ટ્રોફી પ્રાપ્ત થયેલ છે. સ્કૂલ ફીની વાત કરીએ તો સરકારી ધારા ધોરણ મુજબ શિક્ષણ ફી અને દાખલ ફી હોય છે તે જ લેવામાં આવે છે. પરંતુ હોસ્ટેલ સાથેની સુવિધા હોવાને કારણે હોસ્ટેલની આખા વર્ષ દરમિયાનની ફી 2000 રૂપિયા લેવામાં આવે છે, જેમાં તમામ ખર્ચ આવી જતો હોય છે. તમામ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હોય છે.  હોસ્ટેલમાં રહીને બાળકો અભ્યાસ કરે જેથી કરીને એમનો સર્વાંગી વિકાસ થાય છે અને સાથે સાથે રમતગમત છે અને અન્ય પ્રવૃત્તિઓ છે જેમાં વિદ્યાર્થી જોડાયેલો રહે છે. વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના ઇનામો પ્રાપ્ત શાળામાં અધ્યતન કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને રમતનું મેદાન આવેલું છે. ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં અહીંના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના પણ ઇનામો પ્રાપ્ત કરેલા છે. આર્ટ અને ક્રાફટ, સાયન્સ ફેર કે અન્ય પ્રકારની સ્પર્ધા હોય એમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે અને ઇનામ પ્રાપ્ત કરતા હોય છે. આ શાળાના વિદ્યાર્થીઓની દૈનિક દિનચર્યા સવારે 5:00 વાગ્યે શરૂ થઈ જતી હોય છે. સવારે વિદ્યાર્થીને ઉઠીને મેદાનમાં યોગ અને કસરત કરવા જવાનું હોય, ત્યારબાદ એનું પોતાનું કાર્ય કરવાનું હોય છે. સ્કૂલનો સમય સવારે 7:45 થી લઈને બપોરે 1:25 સુધીનો હોય છે. એ દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલે, ત્યારબાદ બપોરનું જમી અને ચાર વાગ્યા સુધી આરામ કર્યા બાદ શ્રમ દાન કરવા માટે ફરજિયાત તેને ખેતરમાં જવાનું હોય છે. પાંચ થી છ વાગ્યા સુધી એને ફરજિયાત મેદાનમાં અલગ અલગ રમતો રમવાની હોય છે. સવારે અને સાંજે બંને સમયએ પ્રાર્થના ખંડમાં સમૂહમાં પ્રાર્થના કરવામાં આવે છે. અને ત્યારબાદ બાકીના સમયમાં વિદ્યાર્થીએ ફરજિયાત તેનું રીડિંગ અને હોમવર્ક કરવાનું રહે છે. હોસ્ટેલના દરેક રૂમમાં વ્યક્તિગત સોલારનો પોઇન્ટ શાળાની હોસ્ટેલમાં સોલાર લગાડવામાં આવ્યા છે. હોસ્ટેલના દરેક રૂમમાં વ્યક્તિગત સોલારનો પોઇન્ટ આપવામાં આવેલો છે. સાથે સ્ટડી ટેબલની સુવિધા આપી છે, જેમાં સાથે સ્ટડી લાઈટ પણ આપીએ છીએ. જેથી કરીને વિદ્યાર્થીને રાતે વાંચવું હોય કે હોમ વર્ક કરવું હોય તો તેઓ શાંતિથી કરી શકે. ઉપરાંત કુકિંગ સિસ્ટમ પણ સોલારથી કાર્યરત છે. સ્કૂલની આજુબાજુ તમે જ્યાં જોશો ત્યાં ગ્રીનરી આ ગ્રીન કેમ્પસમાં ચારથી પાંચ હજાર આંબા આવેલા છે. તથા ચીકુવાડી, આમળા, પપૈયા અને ત્રણ થી ચાર હજાર ચંદનના વૃક્ષો આવેલા છે. સ્કૂલની આજુબાજુ તમે જ્યાં જોશો ત્યાં ગ્રીનરી જોવા મળે છે. વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર નો વિષય આવે છે જેમાં તેઓએ રોજ એક કલાક ખેતરમાં જઈને પ્રેક્ટિસ કરવાની રહે છે. સ્કૂલનો હેતુ એ જ છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ખેતીવાડીનું જ્ઞાન મેળવે અને પોતાના ઘરે જઈને ખેતી કરે અને એમાંથી પ્રગતિ કરીને પોતાનો ઉધાન કરે. તથા આ શાળાની પોતાની ગૌશાળા પણ છે, જેમાં લગભગ 10 થી 15 જેટલી ગીર ગાયો છે, જેનું દૂધ વિદ્યાર્થીઓને જ આપવામાં આવતું હોય છે.

Education News: વડોદરાની ગ્રીન સ્કૂલ તરીકે ઓળખાતી વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે એગ્રિકલ્ચર વિષય
  • વિદ્યાર્થીઓ માટે ખેતરમાં ૧ કલાક રોજ ખેતીની પ્રેક્ટિસ
  • વિદ્યાર્થીઓ ખેતી કરી પ્રગતિશિલ બને તેવો શાળાનો ઉદ્દેશ્ય

વડોદરાના વાઘોડિયા સ્થિત આવેલ મુની સેવા આશ્રમ ગોરજ દ્વારા સંચાલિત સ્કૂલ વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય - વનકુવા, જેની સ્થાપના વર્ષ 1991માં થયેલી અને વર્ષ પહેલાં જ શાળાની સિલ્વર જુબેલીની ઉજવણી કરવામાં આવી. હાલ વર્ષ 2005થી બળવંતસિંહ ઝાલા આચાર્ય તરીકે શાળામાં કાર્યરત છે.

છોકરીઓ 60% અને છોકરાઓનો 40% રેશિયો

વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 ચાલે છે. આ શાળામાં અત્યારે કુલ 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વડોદરા તાલુકા સિવાય પણ અન્ય ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હોય છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે શાળાનો હેતુ છે. અહીં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તમામ પ્રકારની તકેદારી શાળા દ્વારા લેવામાં આવે છે. જેમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા વધારે છે. હાલ છોકરીઓ 60% અને છોકરાઓનો 40% રેશિયો છે.

ધોરણ 12નું છેલ્લા પાંચ વર્ષથી સતત 100% પરિણામ

પરિણામની વાત કરીએ તો ધોરણ 12નું છેલ્લા પાંચ વર્ષથી સતત 100% પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. ધોરણ 10 નું અત્યારે માર્ચ 2024 માં લેવાય પરીક્ષાનું પરિણામ પણ 100% આવેલ છે. અગાઉના વર્ષોમાં પણ ધોરણ 10 નું પરિણામ 90% ની આસપાસ આવેલું હતું  અને દર વર્ષે શાળાનો પ્રયત્ન હોય છે કે વિદ્યાર્થીઓ મહેનત કરીને 100% પરિણામ મેળવે. શાળાની એક પદ્ધતિ એ પણ છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પાસ કરીને એને ઉચ્ચ અભ્યાસ કરવો હોય અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો સંસ્થા શિષ્યવૃત્તિના રૂપે કોલેજની પૂરેપૂરી ફી આપે છે.


જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ સ્કૂલનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ

વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય સ્કૂલને વર્ષ 2020માં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ સ્કૂલનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળેલ છે અને રાજ્ય કક્ષાની શાળામાં ત્રીજા ક્રમાંકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 3 લાખનું ઇનામ અને ટ્રોફી પ્રાપ્ત થયેલ છે. સ્કૂલ ફીની વાત કરીએ તો સરકારી ધારા ધોરણ મુજબ શિક્ષણ ફી અને દાખલ ફી હોય છે તે જ લેવામાં આવે છે. પરંતુ હોસ્ટેલ સાથેની સુવિધા હોવાને કારણે હોસ્ટેલની આખા વર્ષ દરમિયાનની ફી 2000 રૂપિયા લેવામાં આવે છે, જેમાં તમામ ખર્ચ આવી જતો હોય છે. તમામ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હોય છે.  હોસ્ટેલમાં રહીને બાળકો અભ્યાસ કરે જેથી કરીને એમનો સર્વાંગી વિકાસ થાય છે અને સાથે સાથે રમતગમત છે અને અન્ય પ્રવૃત્તિઓ છે જેમાં વિદ્યાર્થી જોડાયેલો રહે છે.


વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના ઇનામો પ્રાપ્ત

શાળામાં અધ્યતન કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને રમતનું મેદાન આવેલું છે. ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં અહીંના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાના પણ ઇનામો પ્રાપ્ત કરેલા છે. આર્ટ અને ક્રાફટ, સાયન્સ ફેર કે અન્ય પ્રકારની સ્પર્ધા હોય એમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે અને ઇનામ પ્રાપ્ત કરતા હોય છે. આ શાળાના વિદ્યાર્થીઓની દૈનિક દિનચર્યા સવારે 5:00 વાગ્યે શરૂ થઈ જતી હોય છે. સવારે વિદ્યાર્થીને ઉઠીને મેદાનમાં યોગ અને કસરત કરવા જવાનું હોય, ત્યારબાદ એનું પોતાનું કાર્ય કરવાનું હોય છે. સ્કૂલનો સમય સવારે 7:45 થી લઈને બપોરે 1:25 સુધીનો હોય છે. એ દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલે, ત્યારબાદ બપોરનું જમી અને ચાર વાગ્યા સુધી આરામ કર્યા બાદ શ્રમ દાન કરવા માટે ફરજિયાત તેને ખેતરમાં જવાનું હોય છે. પાંચ થી છ વાગ્યા સુધી એને ફરજિયાત મેદાનમાં અલગ અલગ રમતો રમવાની હોય છે. સવારે અને સાંજે બંને સમયએ પ્રાર્થના ખંડમાં સમૂહમાં પ્રાર્થના કરવામાં આવે છે. અને ત્યારબાદ બાકીના સમયમાં વિદ્યાર્થીએ ફરજિયાત તેનું રીડિંગ અને હોમવર્ક કરવાનું રહે છે.


હોસ્ટેલના દરેક રૂમમાં વ્યક્તિગત સોલારનો પોઇન્ટ

શાળાની હોસ્ટેલમાં સોલાર લગાડવામાં આવ્યા છે. હોસ્ટેલના દરેક રૂમમાં વ્યક્તિગત સોલારનો પોઇન્ટ આપવામાં આવેલો છે. સાથે સ્ટડી ટેબલની સુવિધા આપી છે, જેમાં સાથે સ્ટડી લાઈટ પણ આપીએ છીએ. જેથી કરીને વિદ્યાર્થીને રાતે વાંચવું હોય કે હોમ વર્ક કરવું હોય તો તેઓ શાંતિથી કરી શકે. ઉપરાંત કુકિંગ સિસ્ટમ પણ સોલારથી કાર્યરત છે.


સ્કૂલની આજુબાજુ તમે જ્યાં જોશો ત્યાં ગ્રીનરી

આ ગ્રીન કેમ્પસમાં ચારથી પાંચ હજાર આંબા આવેલા છે. તથા ચીકુવાડી, આમળા, પપૈયા અને ત્રણ થી ચાર હજાર ચંદનના વૃક્ષો આવેલા છે. સ્કૂલની આજુબાજુ તમે જ્યાં જોશો ત્યાં ગ્રીનરી જોવા મળે છે. વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર નો વિષય આવે છે જેમાં તેઓએ રોજ એક કલાક ખેતરમાં જઈને પ્રેક્ટિસ કરવાની રહે છે. સ્કૂલનો હેતુ એ જ છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ખેતીવાડીનું જ્ઞાન મેળવે અને પોતાના ઘરે જઈને ખેતી કરે અને એમાંથી પ્રગતિ કરીને પોતાનો ઉધાન કરે. તથા આ શાળાની પોતાની ગૌશાળા પણ છે, જેમાં લગભગ 10 થી 15 જેટલી ગીર ગાયો છે, જેનું દૂધ વિદ્યાર્થીઓને જ આપવામાં આવતું હોય છે.