Vadodara News: સ્માર્ટ મીટરનું બિલ આવ્યું 9 લાખનું,મેસેજ આવતા ગ્રાહકના ઉડ્યા હોશ

પ્રતિમાસ 5134ના હપ્તાનો મોબાઈલ પર આવ્યો મેસેજ મોબાઇલમાં મેસજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ 9, 24, 254નું બિલ આવતા MGVCLમાં કરી ફરિયાદસ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન બળતામાં ઘી હોમે તેવા એક સમાચાર વડોદરાથી આવેલા જોવા મળી રહ્યા છે. અહી ગોરવાના ગ્રાહકનું 9, 24, 254નું બિલ આવતા ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.ગ્રાહકે બિલ જોતા હોશ ઉડી ગયા તમારા ઘરનું લાઇટ બીલ જો 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવે તો તમારી શું હાલત થાય?.. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ધર સાથે આવું જ કંઇક બન્યું છે. મૃત્યુંજય ધર ગોરવા વિસ્તારની રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઇટ બીલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેઓ ટેન્શનમાં આવી હતા. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકત્તા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી. સામાન્ય રીતે 2 હજારની આસપાસ બીલ આવે છે ગ્રાહક મૃત્યુંજય ઘરે જણાવ્યું હતું કે, હું ગોરવા વિસ્તારમાં આવેલી રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં છેલ્લા 7 વર્ષથી ભાડેથી રહુ છું. મારે દર મહિને એવરેજ 2 હજાર રૂપિયાની આસપાસ લાઇટ બીલ આવે છે અને 4થી 5 દિવસ પહેલા મારા મોબાઇલમાં મેસેજ આવ્યો હતો કે, તમારું સ્માર્ટ મીટર ઇન્ટોલ થઇ ગયું છે અને તમારું આઉટ સ્ટેન્ડિંગ 9,24,254 રૂપિયા છે અને દર મહિને 5 હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરામાં સ્માર્ટ મીટરની બબાલ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે.. MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને હટાવવા માંગ થઈ રહી છે. એકદિવસ પહેલા શહેરના અલકાપુરી, અટલાદરા અને ફતેગંજ વિસ્તારના લોકોએ MGVCLની કચેરીઓ હોબાળો મચાવી મીટર પરત ખેંચવાની માંગ કરી હતી. જે બાદ ગતરોજ પણ કેટલાક લોકોએ MGVCL ની ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તેમની એકપણ વાત ન સાંભળવામાં આવી નથી. જેથી મોટી સંખ્યામાં લોકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ કલેક્ટરે તેમની રજૂઆત સાંભળી આવેદન સ્વીકાર્યું હતું.

Vadodara News: સ્માર્ટ મીટરનું બિલ આવ્યું 9 લાખનું,મેસેજ આવતા ગ્રાહકના ઉડ્યા હોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રતિમાસ 5134ના હપ્તાનો મોબાઈલ પર આવ્યો મેસેજ
  • મોબાઇલમાં મેસજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ
  • 9, 24, 254નું બિલ આવતા MGVCLમાં કરી ફરિયાદ

સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન બળતામાં ઘી હોમે તેવા એક સમાચાર વડોદરાથી આવેલા જોવા મળી રહ્યા છે. અહી ગોરવાના ગ્રાહકનું 9, 24, 254નું બિલ આવતા ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

ગ્રાહકે બિલ જોતા હોશ ઉડી ગયા

તમારા ઘરનું લાઇટ બીલ જો 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવે તો તમારી શું હાલત થાય?.. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ધર સાથે આવું જ કંઇક બન્યું છે. મૃત્યુંજય ધર ગોરવા વિસ્તારની રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઇટ બીલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેઓ ટેન્શનમાં આવી હતા. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકત્તા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી.

સામાન્ય રીતે 2 હજારની આસપાસ બીલ આવે છે

ગ્રાહક મૃત્યુંજય ઘરે જણાવ્યું હતું કે, હું ગોરવા વિસ્તારમાં આવેલી રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં છેલ્લા 7 વર્ષથી ભાડેથી રહુ છું. મારે દર મહિને એવરેજ 2 હજાર રૂપિયાની આસપાસ લાઇટ બીલ આવે છે અને 4થી 5 દિવસ પહેલા મારા મોબાઇલમાં મેસેજ આવ્યો હતો કે, તમારું સ્માર્ટ મીટર ઇન્ટોલ થઇ ગયું છે અને તમારું આઉટ સ્ટેન્ડિંગ 9,24,254 રૂપિયા છે અને દર મહિને 5 હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે.

કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી

વડોદરામાં સ્માર્ટ મીટરની બબાલ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે.. MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને હટાવવા માંગ થઈ રહી છે. એકદિવસ પહેલા શહેરના અલકાપુરી, અટલાદરા અને ફતેગંજ વિસ્તારના લોકોએ MGVCLની કચેરીઓ હોબાળો મચાવી મીટર પરત ખેંચવાની માંગ કરી હતી. જે બાદ ગતરોજ પણ કેટલાક લોકોએ MGVCL ની ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તેમની એકપણ વાત ન સાંભળવામાં આવી નથી. જેથી મોટી સંખ્યામાં લોકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ કલેક્ટરે તેમની રજૂઆત સાંભળી આવેદન સ્વીકાર્યું હતું.