Ahmedabad: એડવોકેટ મેહુલ બોઘરાનો હાઈકોર્ટે લીઘો ઉધડો,ફરિયાદ રદ કરવા કરી હતી અરજી

એડવોકેટે પોતાની સામે દાખલ થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં કરી હતી અરજીહાઈકોર્ટે FIR રદ્દ કરવાનો કર્યો ઈનકાર તમે પબ્લીસિટી માટે ભૂખ્યા છો: હાઈકોર્ટ સુરતના એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા મેહુલ બોઘરાનો હાઈકોર્ટે ઉધડો લઈ લીધો છે. એડવોકેટે પોતાની સામે દાખલ થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે બીઆરટીએસ કોરીડોરમાં ચાલતી પોલીસનું સ્ટીકર મારેલી અને કાળી ફિલ્મ લાગેલી ગાડી રોકી હતી અને તેમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા, તેમની પાસે પોલીસની લાકડી પણ હતી અને ગાડી નંબર પ્લેટ વગરની હતી. હું એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છું: મેહુલ બોઘરા તે સમયે અરજદારે ગાડી રોકતા ઝઘડો થયો હતો અને લોકોના ટોળા ભેગા થયા હતા. જેમાં મારામારી થતાં આ FIR નોંધાઈ હતી. ત્યારે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે તે એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છે, તેની સામેની ફરિયાદ રદ્દ કરવામાં આવે. અમે છાપામાં 15 વખત તમારી હરકતો વાંચી: હાઈકોર્ટ ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે અમે છાપામાં 15 વખત તમારી હરકતો વાંચી છે, તમે પોલીસની પાછળ પડી ગયા છો અને તમે પબ્લીસિટી માટે ભૂખ્યા છો. જો કે હાઈકોર્ટે FIR રદ્દ કરવાનો ઈનકાર કરતાં આખરે અરજદારે અરજી પરત ખેંચી હતી. હાઈકોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે પોલીસને પણ કોઈ ગુન્હામાં છાવરવામાં નથી આવતી તો એડવોકેટને પણ રક્ષણ નહીં અપાય.

Ahmedabad: એડવોકેટ મેહુલ બોઘરાનો હાઈકોર્ટે લીઘો ઉધડો,ફરિયાદ રદ કરવા કરી હતી અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એડવોકેટે પોતાની સામે દાખલ થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં કરી હતી અરજી
  • હાઈકોર્ટે FIR રદ્દ કરવાનો કર્યો ઈનકાર
  • તમે પબ્લીસિટી માટે ભૂખ્યા છો: હાઈકોર્ટ

સુરતના એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા મેહુલ બોઘરાનો હાઈકોર્ટે ઉધડો લઈ લીધો છે. એડવોકેટે પોતાની સામે દાખલ થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે બીઆરટીએસ કોરીડોરમાં ચાલતી પોલીસનું સ્ટીકર મારેલી અને કાળી ફિલ્મ લાગેલી ગાડી રોકી હતી અને તેમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા, તેમની પાસે પોલીસની લાકડી પણ હતી અને ગાડી નંબર પ્લેટ વગરની હતી.

હું એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છું: મેહુલ બોઘરા

તે સમયે અરજદારે ગાડી રોકતા ઝઘડો થયો હતો અને લોકોના ટોળા ભેગા થયા હતા. જેમાં મારામારી થતાં આ FIR નોંધાઈ હતી. ત્યારે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે તે એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છે, તેની સામેની ફરિયાદ રદ્દ કરવામાં આવે.

અમે છાપામાં 15 વખત તમારી હરકતો વાંચી: હાઈકોર્ટ

ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે અમે છાપામાં 15 વખત તમારી હરકતો વાંચી છે, તમે પોલીસની પાછળ પડી ગયા છો અને તમે પબ્લીસિટી માટે ભૂખ્યા છો. જો કે હાઈકોર્ટે FIR રદ્દ કરવાનો ઈનકાર કરતાં આખરે અરજદારે અરજી પરત ખેંચી હતી. હાઈકોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે પોલીસને પણ કોઈ ગુન્હામાં છાવરવામાં નથી આવતી તો એડવોકેટને પણ રક્ષણ નહીં અપાય.