Surendrangar News : ક્ષત્રિય આંદોલનને લઈ હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરમાં યોજી બેઠક

ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં પણ હર્ષ સંઘવીની બેઠક બેઠકમાં ભાજપ સમર્પિત ક્ષત્રિય આગેવાન રહ્યા ઉપસ્થિત ખાનગી હોટલમાં હર્ષ સંઘવીએ કરી બેઠક ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હર્ષ સંઘવીએ ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં ખાનગી હોટલમાં ભાજપ સમર્પિત ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી છે.આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.ગઈકાલે સંઘવીએ રાજકોટ અને જામનગરમાં કરી હતી બેઠક,સુરેન્દ્રનગરની બેઠકમાં હર્ષ સંઘવી 40 મિનીટ બાદ રવાના થયા હતા. ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ભાજપમાં ચિંતા વધી રહી છે. જેમાં આજે હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરે ખાનગી હોટલમાં બે કલાક સુધી બેઠક કરી હતી. જેમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો બેઠકમાં જોડાયા હતા. તેમજ બેઠકમાં પરશોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસ માટે રણનિતી નક્કી કરાઇ છે. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેવા પ્રયાસો કરાશે. ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યાં છે ગઈકાલે હર્ષ સંઘવીએ રાજકોટ, જામનગરમાં બેઠક કરી હતી. ભાવનગર શહેરમાં હોટલમાં આવેલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી હોટલથી એરપોર્ટ રવાના થયા હતા. બે કલાક સુધી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમજ સમગ્ર બેઠકમાં મીડિયાને દૂર રખાયા હતા. ખાનગી હોટલથી એક બાદ એક ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ રવાના થયા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યાં છે. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ કર્યો વિરોધ ભાવનગરના ગારિયાધારમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ કર્યો હતો. ગારિયાધારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાળટા ફરકાવી અને ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા. પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. 

Surendrangar News : ક્ષત્રિય આંદોલનને લઈ હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરમાં યોજી બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં પણ હર્ષ સંઘવીની બેઠક
  • બેઠકમાં ભાજપ સમર્પિત ક્ષત્રિય આગેવાન રહ્યા ઉપસ્થિત
  • ખાનગી હોટલમાં હર્ષ સંઘવીએ કરી બેઠક

ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હર્ષ સંઘવીએ ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં ખાનગી હોટલમાં ભાજપ સમર્પિત ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી છે.આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.ગઈકાલે સંઘવીએ રાજકોટ અને જામનગરમાં કરી હતી બેઠક,સુરેન્દ્રનગરની બેઠકમાં હર્ષ સંઘવી 40 મિનીટ બાદ રવાના થયા હતા.

ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે

ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ભાજપમાં ચિંતા વધી રહી છે. જેમાં આજે હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરે ખાનગી હોટલમાં બે કલાક સુધી બેઠક કરી હતી. જેમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો બેઠકમાં જોડાયા હતા. તેમજ બેઠકમાં પરશોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસ માટે રણનિતી નક્કી કરાઇ છે. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેવા પ્રયાસો કરાશે.

ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યાં છે

ગઈકાલે હર્ષ સંઘવીએ રાજકોટ, જામનગરમાં બેઠક કરી હતી. ભાવનગર શહેરમાં હોટલમાં આવેલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી હોટલથી એરપોર્ટ રવાના થયા હતા. બે કલાક સુધી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમજ સમગ્ર બેઠકમાં મીડિયાને દૂર રખાયા હતા. ખાનગી હોટલથી એક બાદ એક ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ રવાના થયા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યાં છે.

ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ કર્યો વિરોધ

ભાવનગરના ગારિયાધારમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ કર્યો હતો. ગારિયાધારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાળટા ફરકાવી અને ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા. પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી.