Surat Loksabha Election: કલેક્ટર દ્વારા મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ અપાયું

વગર ચૂંટણીએ મુકેશ દલાલ બન્યા સુરતના સાંસદ CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને આપી શુભકામનાઓ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હતુ સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. વગર ચૂંટણીએ મુકેશ દલાલ સુરતના સાંસદ બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભકામનાઓ આપી છે. CMએ X પોસ્ટ કરી મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી છે. ત્યારે મુકેશ દલાલે જણાવ્યું છે કે દેશનું પહેલું કમળ PMના ચરણોમાં અર્પણ કરૂ છું. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હતુ સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.

Surat Loksabha Election: કલેક્ટર દ્વારા મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વગર ચૂંટણીએ મુકેશ દલાલ બન્યા સુરતના સાંસદ
  • CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને આપી શુભકામનાઓ
  • કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હતુ

સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. વગર ચૂંટણીએ મુકેશ દલાલ સુરતના સાંસદ બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભકામનાઓ આપી છે. CMએ X પોસ્ટ કરી મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી છે. ત્યારે મુકેશ દલાલે જણાવ્યું છે કે દેશનું પહેલું કમળ PMના ચરણોમાં અર્પણ કરૂ છું.

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ

આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ હતુ

સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.