Surendranagar:મારામારી,ચોરી- લૂંટ કેસમાં મૂળ ધંધૂકાનો શખ્સ પાસા હેઠળ જેલમાં

6 દિવસમાં જ 8 આરોપીઓ સામે પાસાનું શસ્ત્ર ઉગામાયુઅગાઉ 7 રીઢા આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા મારામારી અને ચોરી તથા લૂંટના કેસમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ પોરબંદર જેલ હવાલે    સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કલેકટર સમક્ષ પાસાની દરખાસ્ત કરાઈ રહી છે. જેમાં અગાઉ 7 રીઢા આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા. ત્યારે મારામારી અને ચોરી તથા લૂંટના કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પાસા હેઠળ પોરબંદર જેલ હવાલે કરાયો છે.      અગાઉ જમીન પચાવી પાડવી, ખંડણી માંગવી, અપહરણ, લૂંટ, મારામારી, આર્મ્સ એકટ, દારૂ-જુગાર જેવા ગુનામાં એક કરતા વધુ વખત સંડોવાયેલા શખ્સો 7 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાઈ હતી. જેઓને રાજયની વિવિધ જેલમાં હવાલે કરાયા છે. ત્યારે મારામારી અને ચોરી-લૂંટના એક કરતા વધુ ગુનામાં સંડોવાયેલા મૂળ ધંધુકા તાલુકાના બાજરડા ગામનો અને હાલ લીંબડીના ભોજપરામાં રહેતા હુસેન દોષમહોમદભાઈ મોરી સામે પાસાની દરખાસ્ત કરવા સુચના જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા આપવામાં આવી હતી. જેમાં હુસેન દોષમહોમદભાઈ મોરી સામે જિલ્લા પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટર સમક્ષ મુકી હતી. જેમાં જિલ્લા કલેકટરે આ શખ્સની પાસાની દરખાસ્ત મંજુર કરી તેનું પાસાનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. આથી એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદા સહિતની ટીમ દ્વારા હુસેન દોષમહોમદ મોરીને પાસાના વોરંટની બજવણી કરી હતી.

Surendranagar:મારામારી,ચોરી- લૂંટ કેસમાં મૂળ ધંધૂકાનો શખ્સ પાસા હેઠળ જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6 દિવસમાં જ 8 આરોપીઓ સામે પાસાનું શસ્ત્ર ઉગામાયુ
  • અગાઉ 7 રીઢા આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા
  • મારામારી અને ચોરી તથા લૂંટના કેસમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ પોરબંદર જેલ હવાલે

   સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કલેકટર સમક્ષ પાસાની દરખાસ્ત કરાઈ રહી છે. જેમાં અગાઉ 7 રીઢા આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા. ત્યારે મારામારી અને ચોરી તથા લૂંટના કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પાસા હેઠળ પોરબંદર જેલ હવાલે કરાયો છે.

     અગાઉ જમીન પચાવી પાડવી, ખંડણી માંગવી, અપહરણ, લૂંટ, મારામારી, આર્મ્સ એકટ, દારૂ-જુગાર જેવા ગુનામાં એક કરતા વધુ વખત સંડોવાયેલા શખ્સો 7 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાઈ હતી. જેઓને રાજયની વિવિધ જેલમાં હવાલે કરાયા છે. ત્યારે મારામારી અને ચોરી-લૂંટના એક કરતા વધુ ગુનામાં સંડોવાયેલા મૂળ ધંધુકા તાલુકાના બાજરડા ગામનો અને હાલ લીંબડીના ભોજપરામાં રહેતા હુસેન દોષમહોમદભાઈ મોરી સામે પાસાની દરખાસ્ત કરવા સુચના જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા આપવામાં આવી હતી. જેમાં હુસેન દોષમહોમદભાઈ મોરી સામે જિલ્લા પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટર સમક્ષ મુકી હતી. જેમાં જિલ્લા કલેકટરે આ શખ્સની પાસાની દરખાસ્ત મંજુર કરી તેનું પાસાનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. આથી એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદા સહિતની ટીમ દ્વારા હુસેન દોષમહોમદ મોરીને પાસાના વોરંટની બજવણી કરી હતી.