Rajkot TRP GameZone: અગ્નિકાંડને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો

પેટ્રોલ - ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગી TRP ગેમઝોનમાં આગ લાગતા 28નો ભોગ લેવાયો રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગી હતી. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. TRP ગેમઝોનમાં આગ લાગતા 28નો ભોગ લેવાયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા DVR કબજે કરાયું છે. અગ્નિકાંડને વધુ સમય વિત્યો હોવા છતા હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી.31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી 31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.પેટ્રોલ - ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી પેટ્રોલ - ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી. જેમાં રેસિંગ કાર માટે પેટ્રોલ - ડીઝલનો જથ્થો લવાયો હતો. ગેમઝોનમાં 99 રૂપિયામાં એન્ટ્રીની ઓફર હતી. તેમાં ઓફરના કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. 20 જેટલી રેસિંગ કાર કે જેમાં પૂરવા માટે1500 લીટર પેટ્રોલ કાયમી અહી રાખવામાં આવતું હતું. તેમજ ગેમ્સ ઝોનની આંદર બાળકો માટે કોઈ સેફ્ટી ના હોય તેવા દ્રશ્યો કાર પરથી જોઈ શકાય છે. ત્યારે અગ્નિકાંડમાં મૃતદેહ બળીને ખાખ થતા DNAથી ઓળખ કરવામાં આવશે. જેમાં 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સથી DNA ગાંધીનગર મોકલાયા છે. ત્યારે હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઇ નથી. DNA રિપોર્ટ 48 કલાક બાદ આવશે DNA રિપોર્ટ 48 કલાક બાદ આવશે. તથા AIIMS હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં 16 મૃતદેહ રખાયા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે. ગેમઝોનમાં નોકરી કરતા 34 વર્ષીય જીજ્ઞેશ ગઢવી ગુમ છે. તેમજ વેરાવળ સોમનાથના 26 વર્ષીય વિવેક દુસારા, ખુશાલી મોડાસીયા, ટીશા મોડાસીયા પણ ગુમ છે.

Rajkot TRP GameZone:  અગ્નિકાંડને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેટ્રોલ - ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી
  • CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગી
  • TRP ગેમઝોનમાં આગ લાગતા 28નો ભોગ લેવાયો

રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગી હતી. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. TRP ગેમઝોનમાં આગ લાગતા 28નો ભોગ લેવાયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા DVR કબજે કરાયું છે. અગ્નિકાંડને વધુ સમય વિત્યો હોવા છતા હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી.

31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી

31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.

પેટ્રોલ - ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી

પેટ્રોલ - ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી. જેમાં રેસિંગ કાર માટે પેટ્રોલ - ડીઝલનો જથ્થો લવાયો હતો. ગેમઝોનમાં 99 રૂપિયામાં એન્ટ્રીની ઓફર હતી. તેમાં ઓફરના કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. 20 જેટલી રેસિંગ કાર કે જેમાં પૂરવા માટે1500 લીટર પેટ્રોલ કાયમી અહી રાખવામાં આવતું હતું. તેમજ ગેમ્સ ઝોનની આંદર બાળકો માટે કોઈ સેફ્ટી ના હોય તેવા દ્રશ્યો કાર પરથી જોઈ શકાય છે. ત્યારે અગ્નિકાંડમાં મૃતદેહ બળીને ખાખ થતા DNAથી ઓળખ કરવામાં આવશે. જેમાં 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સથી DNA ગાંધીનગર મોકલાયા છે. ત્યારે હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઇ નથી.

DNA રિપોર્ટ 48 કલાક બાદ આવશે

DNA રિપોર્ટ 48 કલાક બાદ આવશે. તથા AIIMS હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં 16 મૃતદેહ રખાયા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે. ગેમઝોનમાં નોકરી કરતા 34 વર્ષીય જીજ્ઞેશ ગઢવી ગુમ છે. તેમજ

વેરાવળ સોમનાથના 26 વર્ષીય વિવેક દુસારા, ખુશાલી મોડાસીયા, ટીશા મોડાસીયા પણ ગુમ છે.