Ahmedabadમાં રથયાત્રા પહેલા સામાજિક એકતાનો સંદેશ આપવા યોજાયો રકતદાન કાર્યક્રમ

બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું બ્લડ યુનિટ થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે રથયાત્રા પહેલા સામાજિક એકતાનો મેસેજ આપવા રકતદાન કાર્યક્રમ યોજાયો છે. જેમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પોલીસ અને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓનો આભાર સમારોહ યોજાયો હતો. રથયાત્રા પહેલા સામાજિક મંદિર મહંત દિલીપદાસજી તથા પોલીસ કમિશનર જી.એસ.મલિક અને મુસ્લિમ સમાજના અગ્રણી હાજર રહ્યા હતા. 500 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા તેમાં 500 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. જે આગામી સમયમાં થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જમાલપુરમાં આવેલા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથના મંદિરે અમદાવાદ શહેર પોલીસ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને હિંદુ મુસ્લિમ એકતા સમુદાયનાં લોકો દ્વારા આગામી 2024 રથયાત્રાને લઈને સામાજિક એકતા અને સદભાવના માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પનું ઉદ્ઘાટન ભગવાન જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.આ બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું આ બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું છે. દર વર્ષે કોમી એકતા માટે રથયાત્રા અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. જ્યારે આ બ્લડ કેમ્પમાં સેવા આપવા માટે સિવિલ હોસ્પિટલમાંથી એક્સપર્ટ ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. આ બ્લડ કેમ્પમાં માત્ર સામાન્ય લોકો નહીં પરંતુ પોલીસ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું. અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા પોલીસ કર્મચારીઓ સહિત 600થી વધુ લોકોએ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું હતું સાથે રક્તદાતઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું આ કાર્યક્રમમાં મહંત દિલીપદાસજી મહારાજ સહિત જમાલપુરનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સાથે સેક્ટર 1 જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર, જોન 3 ડીસીપી વિશાખા ડબરાર, ACP હિતેન્દ્ર ચૌધરી, ACP વાણી દુધાત તેમજ હવેલી, શહેર કોટડા, ખાડીયા, કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું હતું.

Ahmedabadમાં રથયાત્રા પહેલા સામાજિક એકતાનો સંદેશ આપવા યોજાયો રકતદાન કાર્યક્રમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું
  • મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું
  • બ્લડ યુનિટ થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે

રથયાત્રા પહેલા સામાજિક એકતાનો મેસેજ આપવા રકતદાન કાર્યક્રમ યોજાયો છે. જેમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પોલીસ અને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓનો આભાર સમારોહ યોજાયો હતો. રથયાત્રા પહેલા સામાજિક મંદિર મહંત દિલીપદાસજી તથા પોલીસ કમિશનર જી.એસ.મલિક અને મુસ્લિમ સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.

 500 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા

તેમાં 500 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. જે આગામી સમયમાં થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જમાલપુરમાં આવેલા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથના મંદિરે અમદાવાદ શહેર પોલીસ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને હિંદુ મુસ્લિમ એકતા સમુદાયનાં લોકો દ્વારા આગામી 2024 રથયાત્રાને લઈને સામાજિક એકતા અને સદભાવના માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પનું ઉદ્ઘાટન ભગવાન જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું

આ બ્લડ કેમ્પનું નામ અમદાવાદ પોલીસ દ્વારા ‘એકતાનો એક રંગ’ આપવામાં આવ્યું છે. દર વર્ષે કોમી એકતા માટે રથયાત્રા અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. જ્યારે આ બ્લડ કેમ્પમાં સેવા આપવા માટે સિવિલ હોસ્પિટલમાંથી એક્સપર્ટ ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. આ બ્લડ કેમ્પમાં માત્ર સામાન્ય લોકો નહીં પરંતુ પોલીસ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું. અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા પોલીસ કર્મચારીઓ સહિત 600થી વધુ લોકોએ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું હતું સાથે રક્તદાતઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું

આ કાર્યક્રમમાં મહંત દિલીપદાસજી મહારાજ સહિત જમાલપુરનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સાથે સેક્ટર 1 જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર, જોન 3 ડીસીપી વિશાખા ડબરાર, ACP હિતેન્દ્ર ચૌધરી, ACP વાણી દુધાત તેમજ હવેલી, શહેર કોટડા, ખાડીયા, કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન પણ કર્યું હતું.