Gujarat News: રાજ્યમાં 7 દિવસમાં માંદગીના 529 ઈમરજન્સી કોલ્સ

108ની સેવાને ભારે તાવના સૌથી વધુ 375 કોલ્સ મળ્યાપેટમાં દુખાવો, ઝાડા ઊલટીને લગતી બીમારી પણ વધી પેટમાં દુખાવાના સાત, ઝાડા ઉલટીને લગતા 34, હિટ સ્ટ્રોકના 3 કોલ્સ મળ્યા ગુજરાતમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવ્યો છે, ગરમીના કારણે ભારે તાવ આવવાની ફરિયાદો સૌથી વધુ સામે આવી છે, આ ઉપરાંત પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીને લગતી ફરિયાદો વધવાના કારણે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસની દોડધામ વધી છે. 12મી મે થી 18મી મે સુધીમાં એટલે કે સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના 529 ઈમરજન્સી કોલ્સ આવ્યા છે, જેમાં જે તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા. ભારે ગરમીના કારણે માંદગીના કેસનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ગરમીને કારણે માંદા થવાની 12મી મે એ 64 ઈમરજન્સી નોંધાઈ હતી, એ પછી 13મી મે એ 78, 14 મે એ 51, 15 મે એ 71, 16મી મે એ 83, 17મી મે એ 85 અને 18મી મે એ 97 એમ 7 દિવસમાં કુલ 529 ઈમરજન્સી આવી છે. 12થી 17મી મે સુધીમાં અમદાવાદમાં કુલ 73 ઈમરજન્સી નોંધાઈ છે. રાજ્યમાં આ અરસામાં ભારે તાવના 375 કોલ્સ આવ્યા હતા, જેમાં સૌથી વધુ 16મી મે એ 72 અને 17મી મે એ 70 કોલ્સ આવ્યા છે. પેટમાં દુખાવાના સાત, ઝાડા ઉલટીને લગતા 34, હિટ સ્ટ્રોકના 3 કોલ્સ અને ચક્કર ખાઈને બેભાન થવાના ત્રણ જેટલા કોલ્સ આવ્યા હતા. છ દિવસમાં ગરમીથી માંદા પડવાના ઈમરજન્સી કોલ્સ અમદાવાદ- 73, સુરત- 40, વડોદરા- 19, રાજકોટ- 18, નવસારી- 34, વલસાડ- 24, છોટાઉદેપુર- 27, જૂનાગઢ – 23 કોલ્સ આવ્યાલૂ લાગવાનાં લક્ષણો ગરમ, લાલાશ,શુષ્ક ત્વચા માથાનો દુખાવો શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા ઝડપી થવા શરીરનું તાપમાન વધુ લાગે ઉબકા અને ઉલટી થવી

Gujarat News: રાજ્યમાં 7 દિવસમાં માંદગીના 529 ઈમરજન્સી કોલ્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 108ની સેવાને ભારે તાવના સૌથી વધુ 375 કોલ્સ મળ્યા
  • પેટમાં દુખાવો, ઝાડા ઊલટીને લગતી બીમારી પણ વધી
  • પેટમાં દુખાવાના સાત, ઝાડા ઉલટીને લગતા 34, હિટ સ્ટ્રોકના 3 કોલ્સ મળ્યા

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવ્યો છે, ગરમીના કારણે ભારે તાવ આવવાની ફરિયાદો સૌથી વધુ સામે આવી છે, આ ઉપરાંત પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીને લગતી ફરિયાદો વધવાના કારણે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસની દોડધામ વધી છે. 12મી મે થી 18મી મે સુધીમાં એટલે કે સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના 529 ઈમરજન્સી કોલ્સ આવ્યા છે, જેમાં જે તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા.

ભારે ગરમીના કારણે માંદગીના કેસનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ગરમીને કારણે માંદા થવાની 12મી મે એ 64 ઈમરજન્સી નોંધાઈ હતી, એ પછી 13મી મે એ 78, 14 મે એ 51, 15 મે એ 71, 16મી મે એ 83, 17મી મે એ 85 અને 18મી મે એ 97 એમ 7 દિવસમાં કુલ 529 ઈમરજન્સી આવી છે. 12થી 17મી મે સુધીમાં અમદાવાદમાં કુલ 73 ઈમરજન્સી નોંધાઈ છે. રાજ્યમાં આ અરસામાં ભારે તાવના 375 કોલ્સ આવ્યા હતા, જેમાં સૌથી વધુ 16મી મે એ 72 અને 17મી મે એ 70 કોલ્સ આવ્યા છે. પેટમાં દુખાવાના સાત, ઝાડા ઉલટીને લગતા 34, હિટ સ્ટ્રોકના 3 કોલ્સ અને ચક્કર ખાઈને બેભાન થવાના ત્રણ જેટલા કોલ્સ આવ્યા હતા.

છ દિવસમાં ગરમીથી માંદા પડવાના ઈમરજન્સી કોલ્સ

અમદાવાદ- 73, સુરત- 40, વડોદરા- 19, રાજકોટ- 18, નવસારી- 34, વલસાડ- 24, છોટાઉદેપુર- 27, જૂનાગઢ – 23 કોલ્સ આવ્યા

લૂ લાગવાનાં લક્ષણો

ગરમ, લાલાશ,શુષ્ક ત્વચા

માથાનો દુખાવો

શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા ઝડપી થવા

શરીરનું તાપમાન વધુ લાગે

ઉબકા અને ઉલટી થવી