નરોડામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મહિલા ઓરકેસ્ટ્રા આર્ટીસ્ટને ઝડપી લેવાઇ

અમદાવાદ,બુધવારઅમદાવાદના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ બાતમીને આધારે  નરોડા મુઠિયા હંસપુરા પાસે આવેલી શંખેશ્વર ટાઉનશીપમાં દરોડો પાડીને એક મહિલા ઓરકેસ્ટ્રા આર્ટિસ્ટ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથેસાથે તેના ઘરે દારૂ-બિયરની બોટલો લઇને આવેલા એક વ્યક્તિને પણ ઝડપી લેવાયો હતો.  મહિલાને એમ ડી ડ્રગ્સની આદત પડી ગઇ હોવાથી તે નિયમિત રીતે રાજસ્થાન અને મુંબઇથી  ડ્રગ્સનો જથ્થો લાવતી હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચ એસઓજીના પીઆઇ એમ બી નકુમ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે નરોડા હંસપુરા મુઠિયા પાસે આવેલી શંખેશ્વર  ટાઉનશીપમાં રહેતી જ્યોતિબાલા પ્રજાપતિ પોતાની પાસે એમ ડી ડ્રગ્સનો જથ્થો રાખે છે. જે બાતમીને આધારે મંગળવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં તેની પાસેથી સાડા આઠ ગ્રામ જેટલો એમ ડી ડ્રગ્સનોે જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત,  તેના ઘરેથી  જીતેન્દ્ર પટેલ (રહે. રાજપથ બંગ્લોઝ,  સ્મૃતિમંદિર પાસે, ઘોડાસર) નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેણે જ્યોતિબાલાનો મિત્ર  હોવાની ઓળખાણ આપી હતી. તેની પાસે તપાસ કરતા પોલીસને દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.  પોલીસે જ્યોતિબાલાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને છેલ્લાં ઘણા સમયથી એમ ડી ડ્રગ્સની આદત બતી. જેથી તે  ઓરકેસ્ટ્રાના કાર્યક્રમો કરવા માટે મુંબઇ અને રાજસ્થાન જતી ત્યારે તે ડ્રગ્સ લાવતી હતી.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મહિલા ઓરકેસ્ટ્રા આર્ટીસ્ટને ઝડપી લેવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

અમદાવાદના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ બાતમીને આધારે  નરોડા મુઠિયા હંસપુરા પાસે આવેલી શંખેશ્વર ટાઉનશીપમાં દરોડો પાડીને એક મહિલા ઓરકેસ્ટ્રા આર્ટિસ્ટ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથેસાથે તેના ઘરે દારૂ-બિયરની બોટલો લઇને આવેલા એક વ્યક્તિને પણ ઝડપી લેવાયો હતો.  મહિલાને એમ ડી ડ્રગ્સની આદત પડી ગઇ હોવાથી તે નિયમિત રીતે રાજસ્થાન અને મુંબઇથી  ડ્રગ્સનો જથ્થો લાવતી હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચ એસઓજીના પીઆઇ એમ બી નકુમ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે નરોડા હંસપુરા મુઠિયા પાસે આવેલી શંખેશ્વર  ટાઉનશીપમાં રહેતી જ્યોતિબાલા પ્રજાપતિ પોતાની પાસે એમ ડી ડ્રગ્સનો જથ્થો રાખે છે. જે બાતમીને આધારે મંગળવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં તેની પાસેથી સાડા આઠ ગ્રામ જેટલો એમ ડી ડ્રગ્સનોે જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત,  તેના ઘરેથી  જીતેન્દ્ર પટેલ (રહે. રાજપથ બંગ્લોઝ,  સ્મૃતિમંદિર પાસે, ઘોડાસર) નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેણે જ્યોતિબાલાનો મિત્ર  હોવાની ઓળખાણ આપી હતી. તેની પાસે તપાસ કરતા પોલીસને દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.  પોલીસે જ્યોતિબાલાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને છેલ્લાં ઘણા સમયથી એમ ડી ડ્રગ્સની આદત બતી. જેથી તે  ઓરકેસ્ટ્રાના કાર્યક્રમો કરવા માટે મુંબઇ અને રાજસ્થાન જતી ત્યારે તે ડ્રગ્સ લાવતી હતી.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.