વડોદરામાં સાંસદના ઉમેદવાર રંજન ભટ્ટને બદલતા નેતાઓ સંગઠનથી નારાજ

લોકસભા બેઠકના સંયોજક ભરત શાહ એ રાજીનામું આપ્યા બાદ દર્શાવી હતી નારાજગી રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કરતાની સાથે જ પાર્ટી દ્વારા સન્માન કાર્યક્રમ કરવા અપાઈ હતી સૂચના સંગઠન દ્વારા સિનિયર નેતાઓને આમંત્રણ પણ નથી મળી રહ્યા વડોદરામાં લોકસભાનાં નવા ઉમેદવાર બાદ પણ વિરોધ યથાવત છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા નારાજ થયા છે. આ સમગ્ર બાબતે વડોદરાનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ ઠેર ઠેર લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સાબરકાંઠા, વડોદરામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ વિરોધ શાંત થવાની જગ્યાએ વધી રહ્યો છે. ભાજપે રંજન ભટ્ટની ટિકિટ કાપી હેમાંગ જોશીને વડોદરામાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. હેમાંગ જોષીનો પણ પક્ષમાં વિરોધ થયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચાલી રહેલો વિખવાદ હવે ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કાર્યકર્તાઓ ઈગ્નોર થઈ રહ્યા હોવાનો આક્ષેપ વડોદરા ભાજપમાં કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે,શહેર પ્રમુખથી લઈ નાનામાં નાનો કાર્યકર્તા નારાજ જોવા મળી રહ્યા છે.સાંસદ રંજન બહેન ભટ્ટે સામેથી ચૂંટણી નહી લડવાની વાત કર્યા બાદ શહેર ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.નેતાઓનો આક્ષેપ છે કે યુવાનોની બાઈક રેલી યોજવામાં આવી હતી જેમાં સંગઠન દ્વારા ધારાસભ્ય કે સિનિયર નેતાઓને આમંત્રણ આપવામાં નહી આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે,કાર્યકર્તા કરવાનો ઉત્સાહ મંદ પડી જશે તો મતદાનમાં ઘટાડો થશે. પક્ષમાં હેમાંગ જોષીનો વિરોધ આ સમગ્ર બાબતે વડોદરા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, પક્ષમાં હેમાંગ જોષીનો વિરોધ શરૂ થયો છે. પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોઈ પૂછનાર નથી. બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય તે ગંભીર બાબત છે. તેમણે એટલે સુધી કહી નાંખ્યું કે, વડોદરા ભાજપનું સંગઠન નિષ્ફળ નિવડયુ છે. ભાજપમાં કોઈ જૂન નથી પણ વ્યક્તિઓ મહત્વકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. તેવું પણ પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું. વડોદરામાં દિવસ ઉગતાની સાથે જ યેનક્રેન પ્રકારે આગેવાનોનો વિરોધ, બળાપો અને અસંતોષ ખુલીને સામે આવી રહ્યો છે. ત્યારે ભાજપ ઉમેદવાર બદલે કે પક્ષનો અસંતોષ ડામે તેને લઈને ભારે અસમંજસમાં છે. વિધાનસભામાં 156 બેઠકો મળ્યા બાદ ભાજપમાં અસંતોષ ધીરે ધીરે સામે આવી રહ્યો છે.  

વડોદરામાં સાંસદના ઉમેદવાર રંજન ભટ્ટને બદલતા નેતાઓ સંગઠનથી નારાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા બેઠકના સંયોજક ભરત શાહ એ રાજીનામું આપ્યા બાદ દર્શાવી હતી નારાજગી
  • રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કરતાની સાથે જ પાર્ટી દ્વારા સન્માન કાર્યક્રમ કરવા અપાઈ હતી સૂચના
  • સંગઠન દ્વારા સિનિયર નેતાઓને આમંત્રણ પણ નથી મળી રહ્યા

વડોદરામાં લોકસભાનાં નવા ઉમેદવાર બાદ પણ વિરોધ યથાવત છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા નારાજ થયા છે. આ સમગ્ર બાબતે વડોદરાનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ ઠેર ઠેર લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સાબરકાંઠા, વડોદરામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ વિરોધ શાંત થવાની જગ્યાએ વધી રહ્યો છે. ભાજપે રંજન ભટ્ટની ટિકિટ કાપી હેમાંગ જોશીને વડોદરામાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. હેમાંગ જોષીનો પણ પક્ષમાં વિરોધ થયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચાલી રહેલો વિખવાદ હવે ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે.

કાર્યકર્તાઓ ઈગ્નોર થઈ રહ્યા હોવાનો આક્ષેપ

વડોદરા ભાજપમાં કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે,શહેર પ્રમુખથી લઈ નાનામાં નાનો કાર્યકર્તા નારાજ જોવા મળી રહ્યા છે.સાંસદ રંજન બહેન ભટ્ટે સામેથી ચૂંટણી નહી લડવાની વાત કર્યા બાદ શહેર ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.નેતાઓનો આક્ષેપ છે કે યુવાનોની બાઈક રેલી યોજવામાં આવી હતી જેમાં સંગઠન દ્વારા ધારાસભ્ય કે સિનિયર નેતાઓને આમંત્રણ આપવામાં નહી આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે,કાર્યકર્તા કરવાનો ઉત્સાહ મંદ પડી જશે તો મતદાનમાં ઘટાડો થશે.

પક્ષમાં હેમાંગ જોષીનો વિરોધ

આ સમગ્ર બાબતે વડોદરા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, પક્ષમાં હેમાંગ જોષીનો વિરોધ શરૂ થયો છે. પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોઈ પૂછનાર નથી. બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય તે ગંભીર બાબત છે. તેમણે એટલે સુધી કહી નાંખ્યું કે, વડોદરા ભાજપનું સંગઠન નિષ્ફળ નિવડયુ છે. ભાજપમાં કોઈ જૂન નથી પણ વ્યક્તિઓ મહત્વકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. તેવું પણ પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું. વડોદરામાં દિવસ ઉગતાની સાથે જ યેનક્રેન પ્રકારે આગેવાનોનો વિરોધ, બળાપો અને અસંતોષ ખુલીને સામે આવી રહ્યો છે. ત્યારે ભાજપ ઉમેદવાર બદલે કે પક્ષનો અસંતોષ ડામે તેને લઈને ભારે અસમંજસમાં છે. વિધાનસભામાં 156 બેઠકો મળ્યા બાદ ભાજપમાં અસંતોષ ધીરે ધીરે સામે આવી રહ્યો છે.