Gujarat Rain : મોરબી,જામનગર,અમરેલી,કચ્છમાં કમોસમી વરસાદ જુઓ Video

જામનગરના ધ્રોલમાં પવન સાથે કમોસમી વરસાદ અમરેલીના ખાંભામાં પણ કમોસમી વરસાદ કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ જામનગર,અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે,હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે છે.રાજકોટ,ચોટીલા,મોરબી,અમદાવાદમાં વરસાદ પડી શકે છે.કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે. જામનગરમાં વરસાદ જામનગરના જોડીયા પંથકમાં પણ પવન સાથે વરસાદ છે,સાથે સાથે લતીપર સહિતના ગામોમાં સાંજના સમયથી વરસાદ પડી રહ્યો છે,જોડીયાના જસપર ગામે વરસાદ પડયો છે.કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકાસન થયું છે.જોડીયા પંથકના જસાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે,સાથે સાથે ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગીરપંથકમાં વરસાદ ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકયો છે,ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે,ઉનાળુ પાક, કેરી અને તલના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં વરસાદ સામખિયાળીના કાંઠા વિસ્તારમાં વરસાદ થયો છે.ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે,લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે પણ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સામખિયાળી સહિત કાંઠા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.પ્રથમ ભારે પવન ફુંકાયો બાદ માવઠું થયુ છે.કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.મોરબીમાં જાહેરાત માટેના હોર્ડિંગ્સ બન્યા જોખમી મોરબીમાં ભારે પવનથી હોર્ડિંગ ઉડયું હતુ.મહેન્દ્રનગર ચોકડી પાસે પવનથી હોર્ડિંગ તૂટવાની ઘટના સામે આવી હતી,હોર્ડિંગ નીચે પડતા બાઇક ચાલક માંડ માંડ બચ્યો હતો,તો ચોમાસા પહેલા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. આજના દિવસે ક્યાં વરસાદ પાડવાની આગાહી છે ગઇકાલે આગાહી અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો. તો આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું વહેલું બેસી જશે હવામાન વિભાગે ચોમાસાના લઈને પૂર્વાનુમાન કર્યું છે. જેને લઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગરમીમાંથી રાહત મળશે અને દેશમાં ચોમાસું વહેલું બેસી જશે. માત્ર 14 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જશે. 31મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.

Gujarat Rain : મોરબી,જામનગર,અમરેલી,કચ્છમાં કમોસમી વરસાદ જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરના ધ્રોલમાં પવન સાથે કમોસમી વરસાદ
  • અમરેલીના ખાંભામાં પણ કમોસમી વરસાદ
  • કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ જામનગર,અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે,હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે છે.રાજકોટ,ચોટીલા,મોરબી,અમદાવાદમાં વરસાદ પડી શકે છે.કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે.

જામનગરમાં વરસાદ

જામનગરના જોડીયા પંથકમાં પણ પવન સાથે વરસાદ છે,સાથે સાથે લતીપર સહિતના ગામોમાં સાંજના સમયથી વરસાદ પડી રહ્યો છે,જોડીયાના જસપર ગામે વરસાદ પડયો છે.કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકાસન થયું છે.જોડીયા પંથકના જસાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે,સાથે સાથે ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


ગીરપંથકમાં વરસાદ

ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકયો છે,ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે,ઉનાળુ પાક, કેરી અને તલના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


કચ્છમાં વરસાદ

સામખિયાળીના કાંઠા વિસ્તારમાં વરસાદ થયો છે.ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે,લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે પણ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સામખિયાળી સહિત કાંઠા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.પ્રથમ ભારે પવન ફુંકાયો બાદ માવઠું થયુ છે.કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


મોરબીમાં જાહેરાત માટેના હોર્ડિંગ્સ બન્યા જોખમી

મોરબીમાં ભારે પવનથી હોર્ડિંગ ઉડયું હતુ.મહેન્દ્રનગર ચોકડી પાસે પવનથી હોર્ડિંગ તૂટવાની ઘટના સામે આવી હતી,હોર્ડિંગ નીચે પડતા બાઇક ચાલક માંડ માંડ બચ્યો હતો,તો ચોમાસા પહેલા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે.

આજના દિવસે ક્યાં વરસાદ પાડવાની આગાહી છે

ગઇકાલે આગાહી અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો. તો આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.

દેશમાં ચોમાસું વહેલું બેસી જશે

હવામાન વિભાગે ચોમાસાના લઈને પૂર્વાનુમાન કર્યું છે. જેને લઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગરમીમાંથી રાહત મળશે અને દેશમાં ચોમાસું વહેલું બેસી જશે. માત્ર 14 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જશે. 31મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.