કોગ્રેસે લોકસભાની ચૂંટણી જીતવા રણનિતીમાં કર્યો મોટો ફેરફાર

લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસે પણ 2024 લોકસભાની ચૂંટણી માટે રણનીતીમાં ફેરફાર કર્યો છે. રાષ્ટ્રીય અને રાજયકક્ષાના સ્ટાર પ્રચારકો ઉતરશે પ્રાચરમાં ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ રણનીતી બનાવતા હોય છે અને તેનું પાલન પણ કરતા હોય છે ત્યારે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કશુ ઉકાળી ન શકનાર ગુજરાત કોગ્રેસે હવે 2024 લોકસભાની ચૂંટણી માટે માઈક્રો પ્લાનિંગ શરુ કર્યું છે. ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર ખૂબ મહત્વનો હોય છે ત્યારે કોંગ્રેસની નવી રણનીતી મુજબ કોગ્રેસના 24 ઉમેદવારોને જ તેમની બેઠક પર સ્ટાર પ્રચારકને પસંદ કરવાની સત્તા આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના સ્ટાર પ્રચારકને કોંગ્રેસના ઉમેદવારો જાતે જ પસંદ કરી શકશે. માઈક્રો પ્લાનિંગ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઈને આચારસહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પ્રચાર અને પોલીંગ એજન્ટની નિમણૂક માટેની તૈયારીઓ કરવામાં આવી છે. ઉમેદવારો સામે આચારસહિતા ભંગની ફરિયાદ ન થાય અને જો કોઈ સંજોગોમાં થાય તો તેના માટે લીગલ સેલમાંથી પ્રતિ ઉમેદવારે 2 વકીલની ફાળવણી કરવામાં આવી છે.કોંગ્રેસના સિનિયર અને અનુભવી નેતા એવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે આ પ્રકારનું એડવાન્સ માઈક્રો પ્લાનિંગ કર્યું છે જેને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ પ્લાનિંગથી ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે. આદિવાસી વોટબેંક પર કોંગ્રેસની નજર લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપી 26 સીટો ગુજરાતની જીતવા માટે રણનિતિ તૈયાર કરી છે ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજી રહ્યા છે અને તેમણે ખાસ કરીને આદિવાસી મતદારો સુધી પહોચવાના પ્રયાસો કર્યા છે. આદિવાસી વોટબેંક કોંગ્રેસ તરફી રહે તે માટે રાહુલ ગાંધી આગળ વધી રહયા છે અને ભાજપની 26 સીટ જીતીને એડ્રીક કરવાની રણનિતિને કોંગ્રેસ તોડવા માગે છે. પરંતુ બદલાતા જતાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને માટે આ ગઢ જાળવી રાખવાના પડકાર ઊભા થયા છે.

કોગ્રેસે લોકસભાની ચૂંટણી જીતવા રણનિતીમાં કર્યો મોટો ફેરફાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે
  • ગુજરાત કોંગ્રેસે પણ 2024 લોકસભાની ચૂંટણી માટે રણનીતીમાં ફેરફાર કર્યો છે.
  • રાષ્ટ્રીય અને રાજયકક્ષાના સ્ટાર પ્રચારકો ઉતરશે પ્રાચરમાં

ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ રણનીતી બનાવતા હોય છે અને તેનું પાલન પણ કરતા હોય છે ત્યારે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કશુ ઉકાળી ન શકનાર ગુજરાત કોગ્રેસે હવે 2024 લોકસભાની ચૂંટણી માટે માઈક્રો પ્લાનિંગ શરુ કર્યું છે. ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર ખૂબ મહત્વનો હોય છે ત્યારે કોંગ્રેસની નવી રણનીતી મુજબ કોગ્રેસના 24 ઉમેદવારોને જ તેમની બેઠક પર સ્ટાર પ્રચારકને પસંદ કરવાની સત્તા આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના સ્ટાર પ્રચારકને કોંગ્રેસના ઉમેદવારો જાતે જ પસંદ કરી શકશે.

માઈક્રો પ્લાનિંગ

કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઈને આચારસહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પ્રચાર અને પોલીંગ એજન્ટની નિમણૂક માટેની તૈયારીઓ કરવામાં આવી છે. ઉમેદવારો સામે આચારસહિતા ભંગની ફરિયાદ ન થાય અને જો કોઈ સંજોગોમાં થાય તો તેના માટે લીગલ સેલમાંથી પ્રતિ ઉમેદવારે 2 વકીલની ફાળવણી કરવામાં આવી છે.કોંગ્રેસના સિનિયર અને અનુભવી નેતા એવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે આ પ્રકારનું એડવાન્સ માઈક્રો પ્લાનિંગ કર્યું છે જેને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ પ્લાનિંગથી ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે.

આદિવાસી વોટબેંક પર કોંગ્રેસની નજર

લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપી 26 સીટો ગુજરાતની જીતવા માટે રણનિતિ તૈયાર કરી છે ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજી રહ્યા છે અને તેમણે ખાસ કરીને આદિવાસી મતદારો સુધી પહોચવાના પ્રયાસો કર્યા છે. આદિવાસી વોટબેંક કોંગ્રેસ તરફી રહે તે માટે રાહુલ ગાંધી આગળ વધી રહયા છે અને ભાજપની 26 સીટ જીતીને એડ્રીક કરવાની રણનિતિને કોંગ્રેસ તોડવા માગે છે. પરંતુ બદલાતા જતાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને માટે આ ગઢ જાળવી રાખવાના પડકાર ઊભા થયા છે.