બોટાદના ગઢડામાં ભર ઉનાળે રમાઘાટ ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદો

સૌની યોજના મારફતે સિંચાઇનુ પાણી આવી પહોંચ્યુગઢડા સહિતના 10 ગામોને પાણીથી થશે ફાયદોખેડૂતોએ સિંચાઈના પાણી માટે કરી હતી રજૂઆતબોટાદમાં આવેલા ગઢડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો તરફથી સૌની યોજના મારફતે પાણી છોડીને ખાલી રહૂલા ડેમ ભરવા અને ખેતી માટે જરૂરી પાણી આપવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. આ માંગણી અને જરૂરિયાત ધ્યાને રાખીને સરકારની સૂચના મુજબ પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠવા પામી છે.આ પાણી માટે ખેડૂતો તરફથી થોડા દિવસ પહેલા સરકાર તરફે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. તેમજ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ઉનાળાના દિવસોમાં મોટાભાગના ડેમ તળીયા ઝાટક બની ગયા છે. તેમજ ખેતી માટે પાણી ના સોર્સ પણ પૂરા થવામાં છે. ત્યારે ખેતી અને પશુ માલઢોર ને જીવતદાન આપવા માટે સોની યોજના મારફતે સિંચાઇનુ પાણી છોડવામાં આવે. આ અનુસંધાને સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ઉપરવાસ નાના મોટા ડેમ છલકાવીને ગઢડાના રમાઘાટ સુધી પાણી પહોંચતા ભર ઉનાળે પાણીથી છલકાતા ડેમ જોઈને ખેડૂતો સહિત લોકોમાં આનંદની લહેર ઉઠવા પામી છે. આ પાણીના કારણે આજુબાજુના દસ કરતા વધારે ગામોમાં ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી થશે. બોટાદ રાજય સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.એચ. સુવરે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણી અને વર્તમાન સમયની જરૂરિયાત મુજબ સરકારની સૂચના પ્રમાણે સૌની યોજના લીંક 4 મારફતે ઘેલો-ઇતરીયા ડેમ માટે દસ દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું હતુ. જે પાણી લીંબાળી, માંડવધાર ડેમ છલકાવીને ગઢડા રમાઘાટ સુધી પહોંચ્યું હતુ. તેમજ હજુ એક અઠવાડિયા સુધી લીંક મારફતે પાણીનો પ્રવાહ શરૂ રાખવામાં આવશે. આ પાણી મળતા ગઢડાના ખેડૂત આગેવાનો અનિરૂદ્ધભાઈ શેખવા તથા પોપટભાઈ વાઘાણી વિગેરેએ ખુશી વ્યક્ત કરી ખેડૂતોના હિત માટે લેવામાં આવેલા પગલાને આવકાર આભારની લાગણી વ્યક્ત કરી હતી.

બોટાદના ગઢડામાં ભર ઉનાળે રમાઘાટ ડેમ છલકાતા ખેડૂતોમાં આનંદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌની યોજના મારફતે સિંચાઇનુ પાણી આવી પહોંચ્યુ
  • ગઢડા સહિતના 10 ગામોને પાણીથી થશે ફાયદો
  • ખેડૂતોએ સિંચાઈના પાણી માટે કરી હતી રજૂઆત
બોટાદમાં આવેલા ગઢડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો તરફથી સૌની યોજના મારફતે પાણી છોડીને ખાલી રહૂલા ડેમ ભરવા અને ખેતી માટે જરૂરી પાણી આપવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. આ માંગણી અને જરૂરિયાત ધ્યાને રાખીને સરકારની સૂચના મુજબ પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠવા પામી છે.

આ પાણી માટે ખેડૂતો તરફથી થોડા દિવસ પહેલા સરકાર તરફે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. તેમજ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ઉનાળાના દિવસોમાં મોટાભાગના ડેમ તળીયા ઝાટક બની ગયા છે. તેમજ ખેતી માટે પાણી ના સોર્સ પણ પૂરા થવામાં છે. ત્યારે ખેતી અને પશુ માલઢોર ને જીવતદાન આપવા માટે સોની યોજના મારફતે સિંચાઇનુ પાણી છોડવામાં આવે.


આ અનુસંધાને સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ઉપરવાસ નાના મોટા ડેમ છલકાવીને ગઢડાના રમાઘાટ સુધી પાણી પહોંચતા ભર ઉનાળે પાણીથી છલકાતા ડેમ જોઈને ખેડૂતો સહિત લોકોમાં આનંદની લહેર ઉઠવા પામી છે. આ પાણીના કારણે આજુબાજુના દસ કરતા વધારે ગામોમાં ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી થશે.

બોટાદ રાજય સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.એચ. સુવરે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણી અને વર્તમાન સમયની જરૂરિયાત મુજબ સરકારની સૂચના પ્રમાણે સૌની યોજના લીંક 4 મારફતે ઘેલો-ઇતરીયા ડેમ માટે દસ દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું હતુ. જે પાણી લીંબાળી, માંડવધાર ડેમ છલકાવીને ગઢડા રમાઘાટ સુધી પહોંચ્યું હતુ. તેમજ હજુ એક અઠવાડિયા સુધી લીંક મારફતે પાણીનો પ્રવાહ શરૂ રાખવામાં આવશે. આ પાણી મળતા ગઢડાના ખેડૂત આગેવાનો અનિરૂદ્ધભાઈ શેખવા તથા પોપટભાઈ વાઘાણી વિગેરેએ ખુશી વ્યક્ત કરી ખેડૂતોના હિત માટે લેવામાં આવેલા પગલાને આવકાર આભારની લાગણી વ્યક્ત કરી હતી.