Ahmedabad રીવરફ્રન્ટ પર અગ્નિકાંડ બાદ પણ મેળો શરૂ,Video થયો વાયરલ

સરકારની સૂચના બાદ પણ રિવરફ્રન્ટ પર મેળો ચાલુ મેળો ફરી ચાલુ કરવા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી બાકી હોવા છતાં પણ મેળો ફરી શરૂ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તમામ ગેમ ઝોન અને મેળા બંધ કરાવવામાં આવ્યા હતા. જોકે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બંધ કરવામાં આવેલો મેળો આયોજક દ્વારા ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેળો બંધ કરવાના આદેશ છતાં પણ મેળાના આયોજક ખાન એમ્યુઝમેન્ટના સંચાલક દ્વારા રાજ્ય સરકારની સૂચનાનું ઉલ્લંઘન કરી અને મેળો ચાલુ કર્યો હતો. કોર્પોરેશને સૂચના આપી તેમ છત્તા મેળો ચાલુ હતો સાબરમતી રિવરફ્રન્ટ પર ખાન એમ્યુઝમેન્ટ દ્વારા રોયલ મેળાના નામે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યું હતું. મેળાના સંચાલક દ્વારા આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જે અંગેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે, પરંતુ મેળાના સંચાલકે 5 જૂનના રોજ સાંજના સમયે મેળા અને ચાલુ કરી દીધો હતો અને કેટલાક લોકોને પ્રવેશ આપ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને જાણ થતાં તાત્કાલિક તેને બંધ કરાવવાની સૂચના આપી હતી. સોશિયલ મિડીયામાં પણ વીડિયો વાયરલ કોર્પોરેશને મેળો બંધ કરાવ્યો ત્યા રાત્રે ફરીથી મેળો ચાલુ કરી દીધો હતો. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મેળાના સંચાલક પાસે તમામ પ્રકારના લાઇસન્સ છે. જોકે સરકારની સૂચનાના કારણે હાલમાં ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાયા છે, ત્યારે મેળાના સંચાલકે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાવાની છે તેમ છતાં પણ મેળો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. 19 મે 2024ના રોજ સાવલીમાં મોટી દુર્ઘટના ટળીવડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી. રાઇડના નીચેના ભાગે લાગેલા લોખંડના પાટિયા ઉખડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સંચાલકો દ્વારા તાત્કાલિક મેળો બંધ કરવામાં આવ્યો હતો.મેળામાં રાઇડ તૂટવાની ઘટનાઓ અથવા રાઇડ ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે.આવી જ એક ઘટના વડોદરામાં પણ બની હતી. વડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી.

Ahmedabad રીવરફ્રન્ટ પર અગ્નિકાંડ બાદ પણ મેળો શરૂ,Video થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારની સૂચના બાદ પણ રિવરફ્રન્ટ પર મેળો ચાલુ
  • મેળો ફરી ચાલુ કરવા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજી
  • ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી બાકી હોવા છતાં પણ મેળો ફરી શરૂ

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તમામ ગેમ ઝોન અને મેળા બંધ કરાવવામાં આવ્યા હતા. જોકે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બંધ કરવામાં આવેલો મેળો આયોજક દ્વારા ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેળો બંધ કરવાના આદેશ છતાં પણ મેળાના આયોજક ખાન એમ્યુઝમેન્ટના સંચાલક દ્વારા રાજ્ય સરકારની સૂચનાનું ઉલ્લંઘન કરી અને મેળો ચાલુ કર્યો હતો.

કોર્પોરેશને સૂચના આપી તેમ છત્તા મેળો ચાલુ હતો

સાબરમતી રિવરફ્રન્ટ પર ખાન એમ્યુઝમેન્ટ દ્વારા રોયલ મેળાના નામે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યું હતું. મેળાના સંચાલક દ્વારા આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જે અંગેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે, પરંતુ મેળાના સંચાલકે 5 જૂનના રોજ સાંજના સમયે મેળા અને ચાલુ કરી દીધો હતો અને કેટલાક લોકોને પ્રવેશ આપ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને જાણ થતાં તાત્કાલિક તેને બંધ કરાવવાની સૂચના આપી હતી.

સોશિયલ મિડીયામાં પણ વીડિયો વાયરલ

કોર્પોરેશને મેળો બંધ કરાવ્યો ત્યા રાત્રે ફરીથી મેળો ચાલુ કરી દીધો હતો. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મેળાના સંચાલક પાસે તમામ પ્રકારના લાઇસન્સ છે. જોકે સરકારની સૂચનાના કારણે હાલમાં ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાયા છે, ત્યારે મેળાના સંચાલકે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાવાની છે તેમ છતાં પણ મેળો ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

19 મે 2024ના રોજ સાવલીમાં મોટી દુર્ઘટના ટળી

વડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી. રાઇડના નીચેના ભાગે લાગેલા લોખંડના પાટિયા ઉખડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સંચાલકો દ્વારા તાત્કાલિક મેળો બંધ કરવામાં આવ્યો હતો.મેળામાં રાઇડ તૂટવાની ઘટનાઓ અથવા રાઇડ ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે.આવી જ એક ઘટના વડોદરામાં પણ બની હતી. વડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી.