Gujarat High Court: રાજકોટ અગ્નિકાંડ મામલે HC દ્વારા સુઓમોટો પર સુનાવણી

SIT 20મી સુધી સરકારમાં અને 28મી સુધી સરકાર હાઇકોર્ટમાં રિપોર્ટ આપે મનપાની એફિડેવિટમાં યોગ્ય કોઈ ઉલ્લેખ ન હોવાની કોર્ટની નોંધહુકમની અવગણના કરનારને કેમ બક્ષી રહ્યા છો: હાઇકોર્ટનો સવાલ રાજકોટ અગ્નિકાંડ મુદે હાઈકોર્યે લીધેલી સુઓમોટો પર સુનાવણી થઈ હતી. જેમાં મનપા કમિશનર પોલીસ સામે હાઈકોર્યે નારાજગી વ્યક્ત કરી હતી અને ગંભીર શબ્દોમાં ઝાટકણી કાઢી હતી તો ફાયર સેફટી એકટના નિયલોનું હમેંસા પાલન કરાવવા હાઇકોર્ટએ સરકારને આદેશ આપ્યો છે. તો સાથે સાથે, SITની તપાસને લઈને પણ હાઇકોર્ટે નોંધ લીધી છે.આજે થયેલ સુનાવણીમાં રાજકોટ મનપાની એફિડેવિટમાં યોગ્ય કોઈ ઉલ્લેખ ન હોવાનો કોર્ટે નોંધ લીધી. હાઇકોર્ટે મનપાને સવાલ કરતાં પૂછ્યું હતું કે આખરે સામાન્ય કર્મચારીને સસ્પેન્ડ કરી સરકારી અધિકારીને કેમ છવારવામાં આવી રહ્યા છે. હુકમની અવગણના કરનારને કેમ બક્ષી રહ્યા છો: હાઇકોર્ટ તો સમગ્ર કેસની તપાસ કરી રહેલ SITને પણ આદેશ કર્યો છે કે 20મી સુધી SIT સરકારને રિપોર્ટ સોંપશે. અને બાદમાં 28મી સુધી સરકાર SITનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરશે. તો, સરકારી વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે સરકાર રાજકોટની દુર્ઘટનામાં ભીનું સંકેલી રહી છે. એટલું જ નહિ વકીલે દલીલ કરતાં દાવો કર્યો હતો કે સાક્ષીઓ હજી ડરી રહ્યા છે. SITના અધિકારીઓને મદદ કરવા સાક્ષીઓને વકીલ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. વધુમાં, મોરબી દુર્ઘટના બાદ પણ સરકારે બોધપાઠ ન લીધો હોવાની સરકારે નોંધ લીધી હતી. વધુમાં હાઇકોર્ટે મનપા પાસે આગનો અકસ્માત છતાં કાયદાકીય પગલાં લેવામાં ચૂક કરી હોય તેમની શા માટે પગલાં ન લેવાયા તેનો ખુલાસો માંગ્યો હતો. આજે થયેલ સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરની ઝાટકણી કાઢી છે. જેમાં રાજકોટ મનપાની કડક શબ્દોમાં હાઇકોર્ટની ઝાટકણી છે. તેમાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજકોટ કમિશનરને સસ્પેન્ડ કેમ ના કર્યા. તમે નિર્દોષની હત્યા કરનાર આરોપી છો. લોકોના જીવ સાથે રમત રમીને બદલી, શરમ આવવી જોઇએ. તેમજ રાજકોટ મનપા સામે હાઇકોર્ટનું અવલોકન છે. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે મનપા જાણતી હતી કે ગેમઝોન ગેરકાયદેસર છે. તેમ છતાં કોઇ પગલાં લીધા નહીં. આગ લાગવાની રાહ જોવાતી હતી? પ્રથમ વાર આગ લાગ્યા બાદ પણ કોઇ મજબુત પગલાં લીધા નહીં. મનપાના વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત છે કે ગેમઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ફાયર NOC ન હોવા અંગે સમિતિની રચના કરાઇ. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે 1 વર્ષમાં મનપા કમિશનરે શું કર્યું. જો કામ કર્યું હોત તો નિર્દોષના જીવ ન ગયા હોય. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત છે કે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ચાર્જ લગાવવો જોઇએ. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. તેમાં જણાવ્યું છે કે કાર્યવાહી કરી હોય તો અગ્રિકાંડ થયો નહોત. તેમાં સરકારે જણાવ્યું છે કે ઘટના બાદ જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ મનપાના કમિશનરની બદલી કરાઇ છે.હજુ તેમને પોસ્ટીંગ અપાયું નથી. કોર્ટનું સરકારના જવાબ પર અવલોકન છે. તેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે કમિશનરની બદલી માત્ર ગીફ્ટ કહેવાય એક્શન નહીં. હજુ કોઇ ઘટનાની રાહ જોવાઇ રહી છે? જો કે સરકરે sit ના રિપોર્ટ સાથે વિગતવાર એફિડેવિટ રજૂ કરવા માટે બે મહિનાના સમયની માંગ કરી હતી જો કે 28 જૂન સુધીમાં સરકરને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે તેમજ અત્યાર સુધીમાં શુ કર્યાવહી કરી તે મુદે 13 જુન સુધીનો રિપોર્ટ કોર્ટને સોપવા આદેશ કર્યો છે હવે કોર્ટમાં 13 જૂને સુનાવણી થશે.

Gujarat High Court: રાજકોટ અગ્નિકાંડ મામલે HC દ્વારા સુઓમોટો પર સુનાવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SIT 20મી સુધી સરકારમાં અને 28મી સુધી સરકાર હાઇકોર્ટમાં રિપોર્ટ આપે
  • મનપાની એફિડેવિટમાં યોગ્ય કોઈ ઉલ્લેખ ન હોવાની કોર્ટની નોંધ
  • હુકમની અવગણના કરનારને કેમ બક્ષી રહ્યા છો: હાઇકોર્ટનો સવાલ

રાજકોટ અગ્નિકાંડ મુદે હાઈકોર્યે લીધેલી સુઓમોટો પર સુનાવણી થઈ હતી. જેમાં મનપા કમિશનર પોલીસ સામે હાઈકોર્યે નારાજગી વ્યક્ત કરી હતી અને ગંભીર શબ્દોમાં ઝાટકણી કાઢી હતી તો ફાયર સેફટી એકટના નિયલોનું હમેંસા પાલન કરાવવા હાઇકોર્ટએ સરકારને આદેશ આપ્યો છે. તો સાથે સાથે, SITની તપાસને લઈને પણ હાઇકોર્ટે નોંધ લીધી છે.

આજે થયેલ સુનાવણીમાં રાજકોટ મનપાની એફિડેવિટમાં યોગ્ય કોઈ ઉલ્લેખ ન હોવાનો કોર્ટે નોંધ લીધી. હાઇકોર્ટે મનપાને સવાલ કરતાં પૂછ્યું હતું કે આખરે સામાન્ય કર્મચારીને સસ્પેન્ડ કરી સરકારી અધિકારીને કેમ છવારવામાં આવી રહ્યા છે. હુકમની અવગણના કરનારને કેમ બક્ષી રહ્યા છો: હાઇકોર્ટ

તો સમગ્ર કેસની તપાસ કરી રહેલ SITને પણ આદેશ કર્યો છે કે 20મી સુધી SIT સરકારને રિપોર્ટ સોંપશે. અને બાદમાં 28મી સુધી સરકાર SITનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરશે.

તો, સરકારી વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે સરકાર રાજકોટની દુર્ઘટનામાં ભીનું સંકેલી રહી છે. એટલું જ નહિ વકીલે દલીલ કરતાં દાવો કર્યો હતો કે સાક્ષીઓ હજી ડરી રહ્યા છે. SITના અધિકારીઓને મદદ કરવા સાક્ષીઓને વકીલ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. વધુમાં, મોરબી દુર્ઘટના બાદ પણ સરકારે બોધપાઠ ન લીધો હોવાની સરકારે નોંધ લીધી હતી. વધુમાં હાઇકોર્ટે મનપા પાસે આગનો અકસ્માત છતાં કાયદાકીય પગલાં લેવામાં ચૂક કરી હોય તેમની શા માટે પગલાં ન લેવાયા તેનો ખુલાસો માંગ્યો હતો.

આજે થયેલ સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરની ઝાટકણી કાઢી છે. જેમાં રાજકોટ મનપાની કડક શબ્દોમાં હાઇકોર્ટની ઝાટકણી છે. તેમાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજકોટ કમિશનરને સસ્પેન્ડ કેમ ના કર્યા. તમે નિર્દોષની હત્યા કરનાર આરોપી છો. લોકોના જીવ સાથે રમત રમીને બદલી, શરમ આવવી જોઇએ. તેમજ રાજકોટ મનપા સામે હાઇકોર્ટનું અવલોકન છે. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે મનપા જાણતી હતી કે ગેમઝોન ગેરકાયદેસર છે. તેમ છતાં કોઇ પગલાં લીધા નહીં. આગ લાગવાની રાહ જોવાતી હતી? પ્રથમ વાર આગ લાગ્યા બાદ પણ કોઇ મજબુત પગલાં લીધા નહીં. મનપાના વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત છે કે ગેમઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ફાયર NOC ન હોવા અંગે સમિતિની રચના કરાઇ. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે 1 વર્ષમાં મનપા કમિશનરે શું કર્યું. જો કામ કર્યું હોત તો નિર્દોષના જીવ ન ગયા હોય.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત છે કે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ચાર્જ લગાવવો જોઇએ. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. તેમાં જણાવ્યું છે કે કાર્યવાહી કરી હોય તો અગ્રિકાંડ થયો નહોત. તેમાં સરકારે જણાવ્યું છે કે ઘટના બાદ જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ મનપાના કમિશનરની બદલી કરાઇ છે.હજુ તેમને પોસ્ટીંગ અપાયું નથી.

કોર્ટનું સરકારના જવાબ પર અવલોકન છે. તેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે કમિશનરની બદલી માત્ર ગીફ્ટ કહેવાય એક્શન નહીં. હજુ કોઇ ઘટનાની રાહ જોવાઇ રહી છે? જો કે સરકરે sit ના રિપોર્ટ સાથે વિગતવાર એફિડેવિટ રજૂ કરવા માટે બે મહિનાના સમયની માંગ કરી હતી જો કે 28 જૂન સુધીમાં સરકરને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે તેમજ અત્યાર સુધીમાં શુ કર્યાવહી કરી તે મુદે 13 જુન સુધીનો રિપોર્ટ કોર્ટને સોપવા આદેશ કર્યો છે હવે કોર્ટમાં 13 જૂને સુનાવણી થશે.