ટિકિટ પાછી નહીં ખેંચશે તો ગુજરાતની 26 બેઠકો પર 'ઓપરેશન રૂપાલા' ચાલશે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિયો ઉમટ્યા અંદાજે 50000 ક્ષત્રિયો સંમેલનમાં રહેશે હાજર પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ક્ષત્રિયો અંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પગલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા છે. જેના માટે આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, તૃપ્તીબા રાઉલ હાજર રહ્યાં છે. કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, વિરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યાં છે. Live Update :નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનારને કેમ બદલતા નથી? ક્ષત્રિય મહિલા આગેવાન તૃપ્તિબા રાઓલે કહ્યું કે આપણા જ સમાજના અમુક આગેવાનો આપણને સમજાવવા આવ્યાં હતા, પણ આપણે એમનો પણ આદર કરીએ કારણ કે એમની પણ કોઈ મર્યાદા રહી હશે. પણ અંદરથી તો એ આગેવાનો પણ આપણી સાથે જ છે, કારણ કે આખરે તો આપણા બધાનું ગોત્ર એક જ છે. આ સાથે જ તૃપ્તિબા રાઓલે કહ્યું, પાર્ટીમાં વિખવાદ હોય તો બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર બદલવામાં આવે છે, રાતોરાત મંત્રીમંડળ બદલવામાં આવે છે. તો બહેન-દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ બદલવામાં નથી આવતા?સરકારને આપ્યું અલ્ટીમેટમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, જો રૂપલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે.વિવિધ બેઠકો પર અસર જોવા મળશે આ સાથે જ ચીમકી આપતાં કહ્યું કે, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. જેનો બદલો તેમને મતથી લેવામાં આવશે.  કોઈ પણ  લાલાચ વગર ભીડ ઉમટીઆ સભામાં આગેવાનોએ કહ્યું કે, આ સંમેલનમાં ભાજપની સભાની જેમ કોઈ એસ.ટી. બસો રોકાઈ નથી, કોઈ ફૂડ પેકેટ સહિતની લાલચો નથી, જર્મન ડોમ નથી રાખવાના, સામ, દામ, દંડ, ભેદની નીતિ નથી, કોઈને હાજર રાખવા સરકારી અફ્સરો મારફત દબાણ કરાવાયું નથી કે પરિપત્રો જારી નથી કરાયા અને છતાં ક્ષત્રિય સમાજ સ્વયંભુ અને રોષભેર જંગી સંખ્યામાં ઉમટી પડશે. જ્યારે ભાજપને મેસેજ આપતાં કહ્યું કે, આ તમામનો ભાજપને એક જ મેસેજ રહેશે કે રૂપાલા જોઈએ છે કે લાખો-કરોડો ક્ષત્રિયોનો ટેકો જોઈએ છે? રૂપાલાને હટાવો અને તેની જગ્યાએ મરજી પડે તેવા કોઈ પણ ઉમેદવારને રાખો તો ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે અન્યથા ભાજપની સામે છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચવાની શરૂઆત કરી છે. જેના માટે રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી મેળવી હતી. જેમાં વિશાળ મેદાનમાં ક્ષત્રિયો એકત્ર થવાની શરૂઆત થઈ ગઈ છે.બસ અને ફોર વ્હીલ વાહનોના પ્રવેશ રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલ સહિતના વાહનોમાં ક્ષત્રિયો રાજકોટ આવવા રવાના પણ થઇ ગયા હોવાનું સંમેલનના આયોજકોમાંથી જાણવા મળ્યું છે. મહાસભા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટની મંજૂરી 50 હજાર લોકોની માગવામા આવી છે પરંતુ ધારણા એવી છે કે, 2 લાખથી વધુ ક્ષત્રિયો સભામાં આવશે તેવુ માનવામા આવે છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ અટકાયતરાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાનથી અરવલ્લી થઈને ગુજરાત પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ઘોઘામેડીને પોલીસે નજરકેદ કર્યાં છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવીની અટકાયત કરાઈ છે. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ઘાઘામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બની છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામા આવી રહી છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ છે. જેના માટે રતનપરમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિયો રાજકોટ ઉમટ્યા છે. ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. મહાસંમેલનને લઈ DYSP અને PI કક્ષાના સાત ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે રાજકોટ મૂકવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે. રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં અંદાજીત 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચવાના છે.

ટિકિટ પાછી નહીં ખેંચશે તો ગુજરાતની 26 બેઠકો પર 'ઓપરેશન રૂપાલા' ચાલશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિયો ઉમટ્યા
  • અંદાજે 50000 ક્ષત્રિયો સંમેલનમાં રહેશે હાજર
  • પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ક્ષત્રિયો અંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પગલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા છે. જેના માટે આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, તૃપ્તીબા રાઉલ હાજર રહ્યાં છે. કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, વિરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યાં છે.

Live Update :

નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનારને કેમ બદલતા નથી?

ક્ષત્રિય મહિલા આગેવાન તૃપ્તિબા રાઓલે કહ્યું કે આપણા જ સમાજના અમુક આગેવાનો આપણને સમજાવવા આવ્યાં હતા, પણ આપણે એમનો પણ આદર કરીએ કારણ કે એમની પણ કોઈ મર્યાદા રહી હશે. પણ અંદરથી તો એ આગેવાનો પણ આપણી સાથે જ છે, કારણ કે આખરે તો આપણા બધાનું ગોત્ર એક જ છે. આ સાથે જ તૃપ્તિબા રાઓલે કહ્યું, પાર્ટીમાં વિખવાદ હોય તો બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર બદલવામાં આવે છે, રાતોરાત મંત્રીમંડળ બદલવામાં આવે છે. તો બહેન-દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ બદલવામાં નથી આવતા?

સરકારને આપ્યું અલ્ટીમેટમ

રૂપાલા મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, જો રૂપલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે.

વિવિધ બેઠકો પર અસર જોવા મળશે

આ સાથે જ ચીમકી આપતાં કહ્યું કે, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. જેનો બદલો તેમને મતથી લેવામાં આવશે. 


કોઈ પણ  લાલાચ વગર ભીડ ઉમટી

આ સભામાં આગેવાનોએ કહ્યું કે, આ સંમેલનમાં ભાજપની સભાની જેમ કોઈ એસ.ટી. બસો રોકાઈ નથી, કોઈ ફૂડ પેકેટ સહિતની લાલચો નથી, જર્મન ડોમ નથી રાખવાના, સામ, દામ, દંડ, ભેદની નીતિ નથી, કોઈને હાજર રાખવા સરકારી અફ્સરો મારફત દબાણ કરાવાયું નથી કે પરિપત્રો જારી નથી કરાયા અને છતાં ક્ષત્રિય સમાજ સ્વયંભુ અને રોષભેર જંગી સંખ્યામાં ઉમટી પડશે. 

જ્યારે ભાજપને મેસેજ આપતાં કહ્યું કે, આ તમામનો ભાજપને એક જ મેસેજ રહેશે કે રૂપાલા જોઈએ છે કે લાખો-કરોડો ક્ષત્રિયોનો ટેકો જોઈએ છે? રૂપાલાને હટાવો અને તેની જગ્યાએ મરજી પડે તેવા કોઈ પણ ઉમેદવારને રાખો તો ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે અન્યથા ભાજપની સામે છે.

રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચવાની શરૂઆત કરી છે. જેના માટે રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી મેળવી હતી. જેમાં વિશાળ મેદાનમાં ક્ષત્રિયો એકત્ર થવાની શરૂઆત થઈ ગઈ છે.


બસ અને ફોર વ્હીલ વાહનોના પ્રવેશ

રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલ સહિતના વાહનોમાં ક્ષત્રિયો રાજકોટ આવવા રવાના પણ થઇ ગયા હોવાનું સંમેલનના આયોજકોમાંથી જાણવા મળ્યું છે. મહાસભા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટની મંજૂરી 50 હજાર લોકોની માગવામા આવી છે પરંતુ ધારણા એવી છે કે, 2 લાખથી વધુ ક્ષત્રિયો સભામાં આવશે તેવુ માનવામા આવે છે.


રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ અટકાયત

રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાનથી અરવલ્લી થઈને ગુજરાત પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ઘોઘામેડીને પોલીસે નજરકેદ કર્યાં છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવીની અટકાયત કરાઈ છે. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ઘાઘામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બની છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામા આવી રહી છે.


રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ છે. જેના માટે રતનપરમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિયો રાજકોટ ઉમટ્યા છે. ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. મહાસંમેલનને લઈ DYSP અને PI કક્ષાના સાત ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે રાજકોટ મૂકવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે.

રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં અંદાજીત 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચવાના છે.