Junagadhના ઘેડ પંથકમાં વરસાદે સર્જેલી તારાજીને લઈ મનસુખ માંડવિયાએ લીધી મુલાકાત

સાંસદ મનસુખ માંડવિયાએ ગીર પંથકના ગામડાઓની મુલાકાત લીધી મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી ઘેડ પંથકમાં તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જૂનાગઢ અને પોરબંદરમાં આવતા ઘેર વિસ્તારની દર વખતે ચોમાસાની સિઝનમાં ભયંકર પરિસ્થિતિ સર્જાય છે હવે પોરબંદરના સાંસદ તરીકે મનસુખ માંડવિયા ચૂંટાયા બાદ પ્રથમ વખત ઘેડ વિસ્તારની પરિસ્થિતિનો ચિત્તાર મેળવવા માટે મુલાકાત લીધી હતી. ખેડૂતોએ નદીના પાણીને લઈ ફરિયાદ કરી ખેડૂતોએ ઓઝત નદી ઉંડી પહોળી કરવા, પુરથી નદીના પાળા તુટવાની મુશ્કેલી દુર કરવી, ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતાં પાકને થતાં નુકસાનનુ વળતર ચૂકવવુ, પાણીના પુરનો ઝડપથી નિકાલ કરવો તેમજ ઉપરવાસમાં છોડાતાં કેમિકલ્સથી પાકને થતાં નુકશાન અટકાવવા માંગ કરી હતી.તે માટે બાલાગામ ખાતે યોજાયેલી સભામાં ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી. પાક નુકસાનીનો સર્વે કરવાની ખાતરી આપી લોકસભા જીત બાદ પ્રથમ વખત ઘેડ પંથકની મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ પ્રથમ 2 કામોને ઝડપથી ન્યાય મળે જેમાં એક તૂટેલાં પાળાની ઝડપથી મરામત કરાવવી, તેમજ ખેતીની જમીનનું ધોવાણ કે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી તેનું ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપી.આવનારા 1 વર્ષ દરમિયાન ઘેડ પંથકના ખેડૂતોને પુરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેનો અભ્યાસ કરી તાત્કાલિક નદીઓ ઉડી પહોળી કરવા ખાસ પ્રોજકેટ અમલી બનાવવા બાંહેધરી આપી જેમાં ખેડૂતોએ તંત્રને સહકાર આપવા આશાવાદ પ્રગટ કર્યો. અધિકારીઓને આપી સૂચના જૂનાગઢ જિલ્લાની ઓઝત અને મધુવંતી નદીના પાણીથી નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓની સૂચના આપી હતી.આગામી રાજ્ય બજેટમાં ઘેડના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે નવી આઈટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે એમ પણ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું. અલગ આયોજન રજૂ કર્યા સિંચાઇ વિભાગના અધિકારીઓએ ઓઝત અને મધુવંતીના પાણીને લીધે દર વર્ષે ઉદભવતી સ્થિતિ, નદીઓની લંબાઈ-ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવાની થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદીપટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો રજૂ કર્યા હતા.

Junagadhના ઘેડ પંથકમાં વરસાદે સર્જેલી તારાજીને લઈ મનસુખ માંડવિયાએ લીધી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાંસદ મનસુખ માંડવિયાએ ગીર પંથકના ગામડાઓની મુલાકાત લીધી
  • મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી
  • ઘેડ પંથકમાં તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા

જૂનાગઢ અને પોરબંદરમાં આવતા ઘેર વિસ્તારની દર વખતે ચોમાસાની સિઝનમાં ભયંકર પરિસ્થિતિ સર્જાય છે હવે પોરબંદરના સાંસદ તરીકે મનસુખ માંડવિયા ચૂંટાયા બાદ પ્રથમ વખત ઘેડ વિસ્તારની પરિસ્થિતિનો ચિત્તાર મેળવવા માટે મુલાકાત લીધી હતી.

ખેડૂતોએ નદીના પાણીને લઈ ફરિયાદ કરી

ખેડૂતોએ ઓઝત નદી ઉંડી પહોળી કરવા, પુરથી નદીના પાળા તુટવાની મુશ્કેલી દુર કરવી, ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતાં પાકને થતાં નુકસાનનુ વળતર ચૂકવવુ, પાણીના પુરનો ઝડપથી નિકાલ કરવો તેમજ ઉપરવાસમાં છોડાતાં કેમિકલ્સથી પાકને થતાં નુકશાન અટકાવવા માંગ કરી હતી.તે માટે બાલાગામ ખાતે યોજાયેલી સભામાં ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી.


પાક નુકસાનીનો સર્વે કરવાની ખાતરી આપી

લોકસભા જીત બાદ પ્રથમ વખત ઘેડ પંથકની મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ પ્રથમ 2 કામોને ઝડપથી ન્યાય મળે જેમાં એક તૂટેલાં પાળાની ઝડપથી મરામત કરાવવી, તેમજ ખેતીની જમીનનું ધોવાણ કે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી તેનું ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપી.આવનારા 1 વર્ષ દરમિયાન ઘેડ પંથકના ખેડૂતોને પુરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેનો અભ્યાસ કરી તાત્કાલિક નદીઓ ઉડી પહોળી કરવા ખાસ પ્રોજકેટ અમલી બનાવવા બાંહેધરી આપી જેમાં ખેડૂતોએ તંત્રને સહકાર આપવા આશાવાદ પ્રગટ કર્યો.

અધિકારીઓને આપી સૂચના

જૂનાગઢ જિલ્લાની ઓઝત અને મધુવંતી નદીના પાણીથી નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓની સૂચના આપી હતી.આગામી રાજ્ય બજેટમાં ઘેડના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે નવી આઈટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે એમ પણ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું.

અલગ આયોજન રજૂ કર્યા

સિંચાઇ વિભાગના અધિકારીઓએ ઓઝત અને મધુવંતીના પાણીને લીધે દર વર્ષે ઉદભવતી સ્થિતિ, નદીઓની લંબાઈ-ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવાની થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદીપટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો રજૂ કર્યા હતા.