Gujarat Rain : અંબાલાલ પટેલની વરસાદને લઈ ભૂક્કા કાઢી નાખતી આગાહી
રાજયમાં હાલમાં 1 થી 3 ઈંચ વરસાદની શકયતા : અંબાલાલ પટેલકેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા : અંબાલાલ પટેલ રાજયમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,રાજયમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે,રાજયમાં હાલમાં 3 ઈંચ સુધી વરસાદ થવાની શકયતા છે.સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આહવા, ડાંગ, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.કયાં પડી શકે છે ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ,જામનગર,દેવભૂમીદ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાથે સાથે રાજકોટ,ચોટીલા,સુરેન્દ્રનગર,હળવદ,ધાંગ્રધામાં પણ સારો વરસાદ થવાની શકયતા છે.ઉત્તરગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ છે તો ભારે વરસાદથી નદીઓમાં પૂર પણ આવશે અને ખેડૂતોને આ વખતે સારો પાક પણ થશે. ગુજરાતમાં પડશે સારો વરસાદ 28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે.આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદ માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજયમાં હાલમાં 1 થી 3 ઈંચ વરસાદની શકયતા : અંબાલાલ પટેલ
- કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા : અંબાલાલ પટેલ
- રાજયમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે : અંબાલાલ પટેલ