Junagadh: તાંત્રિક વિધિના બહાને શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે કરી ધરપકડ

Jan 12, 2025 - 21:30
Junagadh: તાંત્રિક વિધિના બહાને શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ગત શુક્રવારના પંચાળા ગામની મહિલા સાથે ગામના જ શખ્સે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડો મારી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મહિલા પર દુષ્કર્મ આચર્યું

ઘરમાં સુખ શાંતિ અને ધંધામાં બરકત આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા ગત શુક્રવારની રાત્રીએ મહિલાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં આરોપીએ મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતેની જાણ જેઠાણી અને પતિને જણાવતા તેમને હિંમત આપતા મહિલાએ સૌ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ત્યારબાદ તાંત્રિક વિધિ કરનાર આરોપી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી રણજીત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ, આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અગાઉ પણ આવી કોઈ ઘટના બની છે કે કેમ તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0