Gujaratમાં લર્નિંગ લાયસન્સ માટે નિયમો થયા સરળ,પરીક્ષામાં 9માર્કસ હશે તો મળશે લાયસન્સ

હવે 9 સાચા જવાબો હશે તો પણ લાયસન્સ મળશે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો હતો નિયમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા કરાયો પરિપત્ર ગુજરાત પરિવહન વિભાગે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાઓ માટે પાસ થવાના માપદંડમાં સુધારો કર્યો છે.આ અગાઉ 11 સાચા જવાબોની જરૂરિયાતની સરખામણીમાં ઉમેદવારોએ હવે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 જ સાચા જવાબ આપવા પડશે.આ અગાઉ ઉમેદવારોએ ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 11 સાચા જવાબો આપવાના હતા. લોકોને સરળતાથી મળી રહેશે લાયસન્સ પાસિંગ માપદંડ ઘટાડવાનો નિર્ણય કમિશનરની ઓફિસમાં મળેલા પ્રતિસાદના પ્રતિભાવમાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ઓછા ઔપચારિક શિક્ષણ ધરાવતા ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને હાઇલાઇટ કરે છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઓનલાઇન લર્નિંગ લાયસન્સ પરીક્ષા ઘણીવાર એવા ઉમેદવારો માટે પડકારો ઉભી કરે છે, જેઓ અન્યથા સક્ષમ ડ્રાઇવર હતા.પરીક્ષા ઉમેદવારો પાસે મૂળભૂત ડ્રાઇવિંગ જ્ઞાન અને કૌશલ્ય છે, તેની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.આ ફેરફારનો ઉદ્દેશ્ય ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શકતા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે. 9 પ્રશ્નો સાચા પડશે તો પણ પાસ હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું. વાહન વ્યવહાર કમિશનર કચેરીના યાદીમાં શું જણાવ્યું વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવ્યું છે કે, લર્નિગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 સાચા જવાબ આપ્યેથી લર્નિગ લાયસન્સ ઈસ્યુ કરવાની પદ્ધતિ અમલામાં છે. જે સંદર્ભેર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.01/07/2024ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર નિયમો, 1989ના નિયમો-11 (4) અનુસાર, હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપ્યેથી લર્નિગ લાયસન્સ ઈસ્યુ કરવા જણાવવામાં આવે છે.

Gujaratમાં લર્નિંગ લાયસન્સ માટે નિયમો થયા સરળ,પરીક્ષામાં 9માર્કસ હશે તો મળશે લાયસન્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવે 9 સાચા જવાબો હશે તો પણ લાયસન્સ મળશે
  • કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો હતો નિયમ
  • વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા કરાયો પરિપત્ર

ગુજરાત પરિવહન વિભાગે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાઓ માટે પાસ થવાના માપદંડમાં સુધારો કર્યો છે.આ અગાઉ 11 સાચા જવાબોની જરૂરિયાતની સરખામણીમાં ઉમેદવારોએ હવે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 જ સાચા જવાબ આપવા પડશે.આ અગાઉ ઉમેદવારોએ ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 11 સાચા જવાબો આપવાના હતા.

લોકોને સરળતાથી મળી રહેશે લાયસન્સ

પાસિંગ માપદંડ ઘટાડવાનો નિર્ણય કમિશનરની ઓફિસમાં મળેલા પ્રતિસાદના પ્રતિભાવમાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ઓછા ઔપચારિક શિક્ષણ ધરાવતા ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને હાઇલાઇટ કરે છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઓનલાઇન લર્નિંગ લાયસન્સ પરીક્ષા ઘણીવાર એવા ઉમેદવારો માટે પડકારો ઉભી કરે છે, જેઓ અન્યથા સક્ષમ ડ્રાઇવર હતા.પરીક્ષા ઉમેદવારો પાસે મૂળભૂત ડ્રાઇવિંગ જ્ઞાન અને કૌશલ્ય છે, તેની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.આ ફેરફારનો ઉદ્દેશ્ય ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શકતા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે.

9 પ્રશ્નો સાચા પડશે તો પણ પાસ

હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું.

વાહન વ્યવહાર કમિશનર કચેરીના યાદીમાં શું જણાવ્યું

વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવ્યું છે કે, લર્નિગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 સાચા જવાબ આપ્યેથી લર્નિગ લાયસન્સ ઈસ્યુ કરવાની પદ્ધતિ અમલામાં છે. જે સંદર્ભેર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.01/07/2024ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર નિયમો, 1989ના નિયમો-11 (4) અનુસાર, હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપ્યેથી લર્નિગ લાયસન્સ ઈસ્યુ કરવા જણાવવામાં આવે છે.