Suratને ઓછી ફલાઈટ મળતા સાંસદ ગોવિંદ ધોળકિયા રોષે ભરાયા,વાંચો શું કહ્યું

એરલાઇન્સ સુરત સાથે વર્ષોથી અન્યાય કરે છે : ધોળકિયા 300ને બદલે 30 જ ફ્લાઇટ આપે છે : ધોળકિયા બ્રેસેલ્સની વસ્તી માત્ર 20 લાખની તો પણ 300 ફ્લાઇટ : ધોળકિયા સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયા ફલાઈટને લઈ રોષે ભરાયા હતા,તેમણે કહ્યું કે,સુરતમાં 40 લાખ વસ્તી તો એક પણ ફ્લાઇટ ન હતી.હાલ વસ્તીની દ્રષ્ટિએ સુરત 9 માં સ્થાને છે.સુરત એર પેસેન્જરની દ્રષ્ટિએ 37માં સ્થાને છે.એરલાઇન્સ ફ્લાઇટ નહીં આપીને સુરત સાથે કરી રહી છે અન્યાય.હું તેનો સાક્ષી રહ્યો છું : ગોવિંદ ધોળકિયા રાજયસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા સુરત એરપોર્ટ ને લઇ લાલઘૂમ થયા છે.સુરત શહેરને ઓછી મળતી એર કનેકટીવિટીને લઇ રોષ વ્યક્ત કર્યો છે.એરલાઇન્સ સુરત સાથે વર્ષો થી અન્યાય કરે છે.હાલ વસ્તીની દ્રષ્ટિએ સુરત 9 માં સ્થાને છે,એર પેસેન્જરની દ્રષ્ટિએ 37માં સ્થાને છે.તો પણ એરલાઇન્સ કંપની સુરતને ફ્લાઇટ નહી આપી અન્યાય કરી રહી છે.સુરત સાથે છેલ્લા 30થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે તેનો હું સાક્ષી રહ્યો છું. મારી તમામને વિનંતી છે કે, તમામ એરલાઈન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ તેઓ ફ્લાઈટ શરૂ કરે.સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરાયા પછી પણ અહીં શિડ્યૂલ એરક્રાફ્ટ ઓપરેટરો દ્વારા ફ્લાઈટની મૂવમેન્ટ વધારવામાં આવી રહી નથી. કોરોના કાળ પહેલા સુરત એરપોર્ટથી 50 વધુ ફ્લાઈટ મૂવમેન્ટમાં (આવતી-જતી) હતી. જેમાં તબક્કાવાર ઘટાડો થવા સાથે આજે આંકડો 30 થી 34 ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ, ઓછી ફ્લાઈટ હોવા છતાં સુરતના પ્રવાસ કરનારા યાત્રીઓનો આંકડો ખૂબ મોટો છે. એક સમયે સુરત-દિલ્હી વચ્ચે નવ ફ્લાઈટ હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ, યાત્રીઓનો રસ જોતા હાલ સુરત-દિલ્હી વચ્ચે 10 ફલાઈટ હોવી જોઈએ. પરંતુ પાંચ કલાઈટ ચાલી રહી છે. એક સમયે સુરત-દિલ્હી વચ્ચે નવ ફલાઈટ એટલે કે 18 ફ્લાઈટની મુવમેન્ટ હતી. અગાઉ હૈદરાબાદની ચાર ફફ્લાઈટ હતી, જે હવે ત્રણ છે. જોકે, આ ત્રણેય ફ્લાઈટ નિયમિત નથી. કોલકાતાની ત્રણ ફલાઈટ હતી. જે હવે ફક્ત એક છે. તે પણ વાયા જયપુર છે. ચેન્નઈ અને ગોવાની અગાઉ બે ફલાઈટ હતી, જે હવે એક-એક છે. મુંબઈ ફલાઈટ તો બંધ જ થઈ ગઈ છે. જેને શરૂ કરવા માટે ચેમ્બર અને હીરા વેપારીઓ દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી. એરલાઈન્સ કંપનીઓને આકર્ષવા માટે સુવિધા આપવી જરૂરી સુરત એરપોર્ટ ખાતે એટીસી 24x7 નથી. જેની પાછળનું કારણ સ્ટાફની ઘટ છે. જેને લીધે એરપોર્ટ ઓર્થોરિટી એરલાઈન્સ કંપનીને મનગમતો સ્લોટ આપી શકતી નથી. પરિણામ સ્વરૂપ સુરતથી વધુ ફ્લાઈટની મુવમેન્ટ સામે અવરોધ ઊભો થઈ રહ્યો છે. આજ રીતે સુરત એરપોર્ટનો રનવે લાંબો નથી. પીટીટીનું કામ હજી પણ સંપર્ણ થઈ શક્યું નથી. એરલાઈન્સ કંપની સુરત આવે તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં તંત્ર ઉદાસીન હોય તે પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યુ છે. લોન્જ તેમજ ખાણી-પીણીની સામગ્રી સરળતાથી મળી રહે તેવી સુવિધા નથી. આમ, એરલાઈન્સ કંપનીઓને આકર્ષવા માટે તંત્રએ મહત્ત્વપુર્ણ સુવિધા પુરી પાડવી ખૂબ જરૂરી છે.

Suratને ઓછી ફલાઈટ મળતા સાંસદ ગોવિંદ ધોળકિયા રોષે ભરાયા,વાંચો શું કહ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એરલાઇન્સ સુરત સાથે વર્ષોથી અન્યાય કરે છે : ધોળકિયા
  • 300ને બદલે 30 જ ફ્લાઇટ આપે છે : ધોળકિયા
  • બ્રેસેલ્સની વસ્તી માત્ર 20 લાખની તો પણ 300 ફ્લાઇટ : ધોળકિયા

સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયા ફલાઈટને લઈ રોષે ભરાયા હતા,તેમણે કહ્યું કે,સુરતમાં 40 લાખ વસ્તી તો એક પણ ફ્લાઇટ ન હતી.હાલ વસ્તીની દ્રષ્ટિએ સુરત 9 માં સ્થાને છે.સુરત એર પેસેન્જરની દ્રષ્ટિએ 37માં સ્થાને છે.એરલાઇન્સ ફ્લાઇટ નહીં આપીને સુરત સાથે કરી રહી છે અન્યાય.

હું તેનો સાક્ષી રહ્યો છું : ગોવિંદ ધોળકિયા

રાજયસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા સુરત એરપોર્ટ ને લઇ લાલઘૂમ થયા છે.સુરત શહેરને ઓછી મળતી એર કનેકટીવિટીને લઇ રોષ વ્યક્ત કર્યો છે.એરલાઇન્સ સુરત સાથે વર્ષો થી અન્યાય કરે છે.હાલ વસ્તીની દ્રષ્ટિએ સુરત 9 માં સ્થાને છે,એર પેસેન્જરની દ્રષ્ટિએ 37માં સ્થાને છે.તો પણ એરલાઇન્સ કંપની સુરતને ફ્લાઇટ નહી આપી અન્યાય કરી રહી છે.સુરત સાથે છેલ્લા 30થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે તેનો હું સાક્ષી રહ્યો છું. મારી તમામને વિનંતી છે કે, તમામ એરલાઈન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ તેઓ ફ્લાઈટ શરૂ કરે.

સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરાયા પછી પણ અહીં શિડ્યૂલ એરક્રાફ્ટ ઓપરેટરો દ્વારા ફ્લાઈટની મૂવમેન્ટ વધારવામાં આવી રહી નથી. કોરોના કાળ પહેલા સુરત એરપોર્ટથી 50 વધુ ફ્લાઈટ મૂવમેન્ટમાં (આવતી-જતી) હતી. જેમાં તબક્કાવાર ઘટાડો થવા સાથે આજે આંકડો 30 થી 34 ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ, ઓછી ફ્લાઈટ હોવા છતાં સુરતના પ્રવાસ કરનારા યાત્રીઓનો આંકડો ખૂબ મોટો છે.

એક સમયે સુરત-દિલ્હી વચ્ચે નવ ફ્લાઈટ હતી

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ, યાત્રીઓનો રસ જોતા હાલ સુરત-દિલ્હી વચ્ચે 10 ફલાઈટ હોવી જોઈએ. પરંતુ પાંચ કલાઈટ ચાલી રહી છે. એક સમયે સુરત-દિલ્હી વચ્ચે નવ ફલાઈટ એટલે કે 18 ફ્લાઈટની મુવમેન્ટ હતી. અગાઉ હૈદરાબાદની ચાર ફફ્લાઈટ હતી, જે હવે ત્રણ છે. જોકે, આ ત્રણેય ફ્લાઈટ નિયમિત નથી. કોલકાતાની ત્રણ ફલાઈટ હતી. જે હવે ફક્ત એક છે. તે પણ વાયા જયપુર છે. ચેન્નઈ અને ગોવાની અગાઉ બે ફલાઈટ હતી, જે હવે એક-એક છે. મુંબઈ ફલાઈટ તો બંધ જ થઈ ગઈ છે. જેને શરૂ કરવા માટે ચેમ્બર અને હીરા વેપારીઓ દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી.

એરલાઈન્સ કંપનીઓને આકર્ષવા માટે સુવિધા આપવી જરૂરી

સુરત એરપોર્ટ ખાતે એટીસી 24x7 નથી. જેની પાછળનું કારણ સ્ટાફની ઘટ છે. જેને લીધે એરપોર્ટ ઓર્થોરિટી એરલાઈન્સ કંપનીને મનગમતો સ્લોટ આપી શકતી નથી. પરિણામ સ્વરૂપ સુરતથી વધુ ફ્લાઈટની મુવમેન્ટ સામે અવરોધ ઊભો થઈ રહ્યો છે. આજ રીતે સુરત એરપોર્ટનો રનવે લાંબો નથી. પીટીટીનું કામ હજી પણ સંપર્ણ થઈ શક્યું નથી. એરલાઈન્સ કંપની સુરત આવે તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં તંત્ર ઉદાસીન હોય તે પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યુ છે. લોન્જ તેમજ ખાણી-પીણીની સામગ્રી સરળતાથી મળી રહે તેવી સુવિધા નથી. આમ, એરલાઈન્સ કંપનીઓને આકર્ષવા માટે તંત્રએ મહત્ત્વપુર્ણ સુવિધા પુરી પાડવી ખૂબ જરૂરી છે.