Vadodara News: સાવલીના વાંકાનેર ગામમાં જુગાર રમતા 9 ઝડપાયા, 10 ફરાર

ભાદરવા પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સાવલીના વાંકાનેર ગામના ફાર્મમાં જુગાર રમતા ૯ ઝડપાયા સૂત્રધાર સહિત 10 જુગારીઓ ફરાર જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં એક ફાર્મ પર ચાલી રહેલ જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા. SMCએ રોકડા રૂ. 3,00,050, નવ ફોન, 6 વાહનો અને એક રીક્ષા મળી કુલ રૂ. 5,88,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.SMCના દરોડા દરમિયાન 9 ઝડપાયા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાવલીના વાંકાનેર ગામની સીમમાં મદાર વજેસિંગ રાણાની માલિકીના ફાર્મમાં દરોડા પાડ્યા હતા. મોનિટરિંગ સેલની ટીમે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા, જ્યારે સૂત્રધાર સહિત 10 શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોકડા રૂ. 3,00,050, 9 ફોન, 6 વાહનો, 1 રીક્ષા, પથરણા, તાડપત્રી, ટેબલ ફેન, બલ્બ, બેટરી અને બે સ્ટીલ બોક્સ મળી કુલ રૂ. 5,88,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારનો અડ્ડો ચલાવતો સિકંદર સહિત 10 ફરાર વાંકાનેર ગામમાં જુગારનો અડ્ડો ચલાવતો સિકંદર અમરસિંહ રાણા સહિત 10 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ત્રણ વાહન અને એક મોબાઇલ ફોનના માલિકને પણ પોલીસે ફરાર જાહેર કર્યા છે. SMCની ટીમે જુગારનો મુદ્દામાલ સહિત 9 ઇસમોની ધરપકડ તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે તમામ ઇસમો વિરુદ્ધ ભાદરવા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે.

Vadodara News: સાવલીના વાંકાનેર ગામમાં જુગાર રમતા 9 ઝડપાયા, 10 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાદરવા પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
  • સાવલીના વાંકાનેર ગામના ફાર્મમાં જુગાર રમતા ૯ ઝડપાયા
  • સૂત્રધાર સહિત 10 જુગારીઓ ફરાર

જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં એક ફાર્મ પર ચાલી રહેલ જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા. SMCએ રોકડા રૂ. 3,00,050, નવ ફોન, 6 વાહનો અને એક રીક્ષા મળી કુલ રૂ. 5,88,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

SMCના દરોડા દરમિયાન 9 ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાવલીના વાંકાનેર ગામની સીમમાં મદાર વજેસિંગ રાણાની માલિકીના ફાર્મમાં દરોડા પાડ્યા હતા. મોનિટરિંગ સેલની ટીમે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા, જ્યારે સૂત્રધાર સહિત 10 શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોકડા રૂ. 3,00,050, 9 ફોન, 6 વાહનો, 1 રીક્ષા, પથરણા, તાડપત્રી, ટેબલ ફેન, બલ્બ, બેટરી અને બે સ્ટીલ બોક્સ મળી કુલ રૂ. 5,88,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જુગારનો અડ્ડો ચલાવતો સિકંદર સહિત 10 ફરાર

વાંકાનેર ગામમાં જુગારનો અડ્ડો ચલાવતો સિકંદર અમરસિંહ રાણા સહિત 10 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ત્રણ વાહન અને એક મોબાઇલ ફોનના માલિકને પણ પોલીસે ફરાર જાહેર કર્યા છે. SMCની ટીમે જુગારનો મુદ્દામાલ સહિત 9 ઇસમોની ધરપકડ તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે તમામ ઇસમો વિરુદ્ધ ભાદરવા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે.