વાસણા રોડ પર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી અછોડો લૂંટનાર ઝડપાયો

Chain Santching in Vadodara : વડોદરામાં વાસણા રોડ પરના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી અછોડો તોડનાર લુંટારાને પોલીસે ઝડપી પાડ્યો છે.વાસણા રોડના શ્રી ફ્લેટ્સમાં રહેતા સરસ્વતીબેન ગઈ તા.26મીએ બપોરે પોણા એક વાગે તેમના પુત્રના સંતાનને સ્કૂલમાં મૂકી પરત ફરતા હતા ત્યારે પાર્કિંગમાં ચાલતો આવેલો અછોડાતોડ તેમના ગળામાંથી સવા તોલાની ચેન લુંટી ફરાર થઈ ગયો હતો. અછોડો તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ફૂટેજ તપાસતા અછોડાતોડ તેની બાઈક કોમ્પલેક્ષ પાસે મૂકીને ચાલતો આવ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ કરી મુકેશ ઉર્ફે ચેટી ગોવિંદભાઈ પટેલ (પરમ ગ્રીન્સ, બિલ કેનાલ રોડ, મૂળ બીલ ગામ) હોવાનું જણાય આવતા પોલીસે વોચ રાખી કેનાલ પાસેથી જેને ઝડપી પાડ્યો હતો.

વાસણા રોડ પર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી અછોડો લૂંટનાર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Chain Santching in Vadodara : વડોદરામાં વાસણા રોડ પરના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી અછોડો તોડનાર લુંટારાને પોલીસે ઝડપી પાડ્યો છે.

વાસણા રોડના શ્રી ફ્લેટ્સમાં રહેતા સરસ્વતીબેન ગઈ તા.26મીએ બપોરે પોણા એક વાગે તેમના પુત્રના સંતાનને સ્કૂલમાં મૂકી પરત ફરતા હતા ત્યારે પાર્કિંગમાં ચાલતો આવેલો અછોડાતોડ તેમના ગળામાંથી સવા તોલાની ચેન લુંટી ફરાર થઈ ગયો હતો. 

અછોડો તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ફૂટેજ તપાસતા અછોડાતોડ તેની બાઈક કોમ્પલેક્ષ પાસે મૂકીને ચાલતો આવ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ કરી મુકેશ ઉર્ફે ચેટી ગોવિંદભાઈ પટેલ (પરમ ગ્રીન્સ, બિલ કેનાલ રોડ, મૂળ બીલ ગામ) હોવાનું જણાય આવતા પોલીસે વોચ રાખી કેનાલ પાસેથી જેને ઝડપી પાડ્યો હતો.