નકલી IAS-IPS બાદ નકલી ડેપ્યુટી ક્લેકટરે 12 લાખની છેતરપિંડી કરી

મહિલાએ વ્યારા, નવસારી અને સુરતમાં અનેકને છેતર્યાડે. કલેક્ટરનો હોદ્દો દર્શાવી ચેન સ્નેચિંગની ફરિયાદ કરીસારોલી પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યોનકલી સરકારી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી અધિકારીઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. જેમાં આવી જ એક ઘટના સુરતમાં સામેથી આવી છે. .નકલી ડેપ્યુટી કલેકટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા 12 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી કરવામાં આવી છે. આ અંગે સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મફાભાઈ રબારી માન દરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. 31 માર્ચના રોજ વ્યારા ની હેતલ ચૌધરી તેમની દુકાને સોનાના ઘરેણાની ખરીદી કરવા માટે આવી હતી.હેતલ ચૌધરી સાથે અન્ય એક ઇસમ પણ જોડે હતો.જ્યાં હેતલ ચૌધરીએ 12.38 લાખની કિંમતના સોનાના ઘરેણાં ની ખરીદી કરી તેના બદલામાં અલગ અલગ તારીખના બે ચેક આપ્યા હતા. વેપારીને વિશ્વાસ અને ભરોસામાં લેવા પોતાની ઓળખ ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર તરીકેની આપી હતી. એટલું જ નહીં પરંતુ 29 માર્ચના રોજ પોતે સુરત- કડોદરા તરફ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન મોપેડ પર આવેલ બે શખ્સોએ તેણીનો મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઇ ગયા હતા.જે અંગેની ફરિયાદ તેણીએ સારોલી પોલીસ મથકમાં નોંધાવી હતી અને તેમાં પણ તેની ઓળખ ડેપ્યુટી કલેકટર તરીકે આપી હતી.જે એફઆઈઆરની કોપી વેપારીને બતાવતા તેણે વિશ્વાસ આવી ગયો હતો અને રૂપિયા 12.38 લાખની કિંમતના સોનાના ઘરેણાં આપી ચેક લઈ લીધા હતા. પરંતુ આ ચેક રિટર્ન થતાં વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેપારીએ જણાવેલી હકીકતના આધારે મહિલા ડેપ્યુટી તરીકેની ઓળખ આપનાર હેતલ પટેલની ખરાઈ કરવામાં આવી હતી. જ્યાં સારોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની પણ જાતે સલાબતપુરા પોલીસે ખરાઈ કરી હતી. જ્યાં સલાબતપુરા પોલીસની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર હેતલ પટેલ સહિત બે લોકોની મોટી અંબાજી ખાતેથી વોચ ગોઠવી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હેતલ પટેલ દ્વારા જ્વેલર્સ પાસેથી ખરીદેલી 12.38 લાખની સોનાની જ્વેલરી ગીરવે મૂકી ફોર વ્હીલ કાર ખરીદી કરવામાં આવી હતી. જે કાર લઇ હેતલ પટેલ દર્શન કરવા માટે મોટા અંબાજી પહોંચી હતી. જોકે દર્શન કરે તે પહેલા જ પોલીસે દર્શન આપી હેતલ પટેલની ધરપકડ કરી લીધી હતી. સલાબતપુરા પોલીસ દ્વારા હેતલ પટેલ સહિત બે લોકોની ધરપકડ કરી ફોર વ્હીલ કાર પણ જપ્ત કરી છે. હેતલ પટેલ પાછળ અન્ય કોઈ માસ્ટર માઈન્ડ છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. જે તપાસમાં અન્ય ખુલાસા બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.

નકલી IAS-IPS બાદ નકલી ડેપ્યુટી ક્લેકટરે 12 લાખની છેતરપિંડી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહિલાએ વ્યારા, નવસારી અને સુરતમાં અનેકને છેતર્યા
  • ડે. કલેક્ટરનો હોદ્દો દર્શાવી ચેન સ્નેચિંગની ફરિયાદ કરી
  • સારોલી પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો
નકલી સરકારી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી અધિકારીઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. જેમાં આવી જ એક ઘટના સુરતમાં સામેથી આવી છે. .નકલી ડેપ્યુટી કલેકટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા 12 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી કરવામાં આવી છે.

આ અંગે સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મફાભાઈ રબારી માન દરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. 31 માર્ચના રોજ વ્યારા ની હેતલ ચૌધરી તેમની દુકાને સોનાના ઘરેણાની ખરીદી કરવા માટે આવી હતી.હેતલ ચૌધરી સાથે અન્ય એક ઇસમ પણ જોડે હતો.જ્યાં હેતલ ચૌધરીએ 12.38 લાખની કિંમતના સોનાના ઘરેણાં ની ખરીદી કરી તેના બદલામાં અલગ અલગ તારીખના બે ચેક આપ્યા હતા.

વેપારીને વિશ્વાસ અને ભરોસામાં લેવા પોતાની ઓળખ ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર તરીકેની આપી હતી. એટલું જ નહીં પરંતુ 29 માર્ચના રોજ પોતે સુરત- કડોદરા તરફ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન મોપેડ પર આવેલ બે શખ્સોએ તેણીનો મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઇ ગયા હતા.જે અંગેની ફરિયાદ તેણીએ સારોલી પોલીસ મથકમાં નોંધાવી હતી અને તેમાં પણ તેની ઓળખ ડેપ્યુટી કલેકટર તરીકે આપી હતી.જે એફઆઈઆરની કોપી વેપારીને બતાવતા તેણે વિશ્વાસ આવી ગયો હતો અને રૂપિયા 12.38 લાખની કિંમતના સોનાના ઘરેણાં આપી ચેક લઈ લીધા હતા.

પરંતુ આ ચેક રિટર્ન થતાં વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેપારીએ જણાવેલી હકીકતના આધારે મહિલા ડેપ્યુટી તરીકેની ઓળખ આપનાર હેતલ પટેલની ખરાઈ કરવામાં આવી હતી. જ્યાં સારોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની પણ જાતે સલાબતપુરા પોલીસે ખરાઈ કરી હતી. જ્યાં સલાબતપુરા પોલીસની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર હેતલ પટેલ સહિત બે લોકોની મોટી અંબાજી ખાતેથી વોચ ગોઠવી ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હેતલ પટેલ દ્વારા જ્વેલર્સ પાસેથી ખરીદેલી 12.38 લાખની સોનાની જ્વેલરી ગીરવે મૂકી ફોર વ્હીલ કાર ખરીદી કરવામાં આવી હતી. જે કાર લઇ હેતલ પટેલ દર્શન કરવા માટે મોટા અંબાજી પહોંચી હતી. જોકે દર્શન કરે તે પહેલા જ પોલીસે દર્શન આપી હેતલ પટેલની ધરપકડ કરી લીધી હતી. સલાબતપુરા પોલીસ દ્વારા હેતલ પટેલ સહિત બે લોકોની ધરપકડ કરી ફોર વ્હીલ કાર પણ જપ્ત કરી છે. હેતલ પટેલ પાછળ અન્ય કોઈ માસ્ટર માઈન્ડ છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. જે તપાસમાં અન્ય ખુલાસા બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.