Rajkot Trp Game Zoneના ઓપનિંગમાં IAS અને IPS અધિકારીઓ હતા હાજર,જુઓ Photos

TRP ગેમ ઝોનના ઓપનિંગમાં હાજર હતા ઉચ્ચ અધિકારીઓ તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ હતા હાજર તત્કાલિન SP બલરામ મીણા પણ હતા હાજર ગુજરાતના રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે,ત્યારે આ ઘટનામાં જે ગેમઝોન હતું,તેના ઓપનિંગ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હોવાની વાત સામે આવી છે.તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ,મનપા કમિશનર અમિત આરોરા,DCP ઝોન 1 પ્રવિણ મીણા,તત્કાલિન SP બલરામ મીણા પણ હાજર રહ્યાં હતા અને ફોટો સેશન યોજયો હતો. અધિકારીઓને બુકે આપી સ્વાગત કર્યુ રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસ પી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ જોવા મળી રહ્યા છે.ફોટામાં ગેમ ઝોનના ગોકાર્ટની મોજ માણી હતી. એટલું જ નહીં ટીઆરપી ગેમ ઝોનના કર્તાધર્તાઓએ અધિકારીઓ સાહેબોને બૂકે આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગેમઝોનના 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે. 31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી 31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.

Rajkot Trp Game Zoneના ઓપનિંગમાં IAS અને IPS અધિકારીઓ હતા હાજર,જુઓ Photos

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમ ઝોનના ઓપનિંગમાં હાજર હતા ઉચ્ચ અધિકારીઓ
  • તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ હતા હાજર
  • તત્કાલિન SP બલરામ મીણા પણ હતા હાજર

ગુજરાતના રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે,ત્યારે આ ઘટનામાં જે ગેમઝોન હતું,તેના ઓપનિંગ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હોવાની વાત સામે આવી છે.તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ,મનપા કમિશનર અમિત આરોરા,DCP ઝોન 1 પ્રવિણ મીણા,તત્કાલિન SP બલરામ મીણા પણ હાજર રહ્યાં હતા અને ફોટો સેશન યોજયો હતો.

અધિકારીઓને બુકે આપી સ્વાગત કર્યુ

રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસ પી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ જોવા મળી રહ્યા છે.ફોટામાં ગેમ ઝોનના ગોકાર્ટની મોજ માણી હતી. એટલું જ નહીં ટીઆરપી ગેમ ઝોનના કર્તાધર્તાઓએ અધિકારીઓ સાહેબોને બૂકે આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


ગેમઝોનના 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.

31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી

31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.