Dahod: દાહોદમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી બાળક સહિત દંપતીને મારમાર્યો

વ્યાજખોરના પિતાએ મહિલાનું ગળું દબાવી દીધુંઝઘડામાં દોડી આવેલા ચાર વર્ષના બાળકને લાતોથી મારમાર્યો અલ્પેશના પિતા દ્રારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો      આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં નાના અને મધ્યમ વર્ગની મજબૂરીનો લાભ લઇ વ્યાજખોરો ઊંચા વ્યાજની વસૂલી કરતાં હોય છે. ત્યારે સરકારે વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી હોવા છતા પણ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે.    દાહોદના લક્ષ્મીનગર માં રહેતા શિક્ષક પંકજ ટગરીયાને થોડા સમય અગાઉ પિતાની માંદગી તથા મકાન ના કામ માટે નાણાંની જરૂર પડતાં અલ્પેશ બામણ નામના ઈસમ પાસેથી રૂા. 18 લાખ વ્યાજે લીધા હતા અને ટુકડે ટુકડે રૂા. 16 લાખ જેટલી રકમ આપી દીધા હતી. પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણું કાઢી અલ્પેશ બામણ દ્રારા વારંવાર ઉઘરાણી કરી હેરના કરવામાં આવતો હતો.     બે દિવસ પહેલા રાત ના સમયે અલ્પેશ બામણ દ્વારા પંકજ ટગરીયા ને ફેન કરી મળવા માટે બોલાવી રસ્તા માં ગાડી ની ચાવી અને મોબાઈલ આંચકી લઈ ગડદાપાટૂ નો માર માર્યા બાદ તેના ઘરે લઈ જઈ ફ્રી થી માર મારવામાં આવ્યો અને આશરે બે કલાક સુધી બેસાડી રાખવામા આવ્યો ત્યારબાદ પંકજ સહિત ના પરિવારજનો ને આ મામલે ચર્ચા કરવા અલ્પેશ બામણ ના ઘરે જતાં પંકજ ની પત્ની સાથે પણ ગાળાગાળી કરી અલ્પેશના પિતા દ્રારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો. જ્યારે આ બધુ જોઈ ને ઘબરાઈ ગયેલો તેમનો ચાર વર્ષ નો પુત્ર દોડી આવતા તેને પણ લાતથી માર મરાયો હતો. સમગ્ર મામલે પંકજ ટગરીયા દ્રારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફ્રિયાદ નોધાવતા પોલીસે ફ્રિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે વ્યાજખોર ના આતંક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Dahod: દાહોદમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી બાળક સહિત દંપતીને મારમાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વ્યાજખોરના પિતાએ મહિલાનું ગળું દબાવી દીધું
  • ઝઘડામાં દોડી આવેલા ચાર વર્ષના બાળકને લાતોથી મારમાર્યો
  • અલ્પેશના પિતા દ્રારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો

     આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં નાના અને મધ્યમ વર્ગની મજબૂરીનો લાભ લઇ વ્યાજખોરો ઊંચા વ્યાજની વસૂલી કરતાં હોય છે. ત્યારે સરકારે વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી હોવા છતા પણ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે.

   દાહોદના લક્ષ્મીનગર માં રહેતા શિક્ષક પંકજ ટગરીયાને થોડા સમય અગાઉ પિતાની માંદગી તથા મકાન ના કામ માટે નાણાંની જરૂર પડતાં અલ્પેશ બામણ નામના ઈસમ પાસેથી રૂા. 18 લાખ વ્યાજે લીધા હતા અને ટુકડે ટુકડે રૂા. 16 લાખ જેટલી રકમ આપી દીધા હતી. પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણું કાઢી અલ્પેશ બામણ દ્રારા વારંવાર ઉઘરાણી કરી હેરના કરવામાં આવતો હતો.

    બે દિવસ પહેલા રાત ના સમયે અલ્પેશ બામણ દ્વારા પંકજ ટગરીયા ને ફેન કરી મળવા માટે બોલાવી રસ્તા માં ગાડી ની ચાવી અને મોબાઈલ આંચકી લઈ ગડદાપાટૂ નો માર માર્યા બાદ તેના ઘરે લઈ જઈ ફ્રી થી માર મારવામાં આવ્યો અને આશરે બે કલાક સુધી બેસાડી રાખવામા આવ્યો ત્યારબાદ પંકજ સહિત ના પરિવારજનો ને આ મામલે ચર્ચા કરવા અલ્પેશ બામણ ના ઘરે જતાં પંકજ ની પત્ની સાથે પણ ગાળાગાળી કરી અલ્પેશના પિતા દ્રારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો. જ્યારે આ બધુ જોઈ ને ઘબરાઈ ગયેલો તેમનો ચાર વર્ષ નો પુત્ર દોડી આવતા તેને પણ લાતથી માર મરાયો હતો. સમગ્ર મામલે પંકજ ટગરીયા દ્રારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફ્રિયાદ નોધાવતા પોલીસે ફ્રિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે વ્યાજખોર ના આતંક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.