Bhavnagar News: ઘોઘાના ભુતેશ્વર ગામે જૂથ અથડામણ

સામસામે હુમલામાં બન્ને પક્ષે 15 લોકો ઘાયલ લોકોના ટોળાએ ઘર અને વાહનોમાં કરી તોડફોડ સમગ્ર મામલે ટોળા સામે નોંધાયો ગુનો ભાવનગરના ઘોઘાના ભુતેશ્વર ગામે જૂથ અથડામણ. જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે હથિયારોથી હુમલો, સામસામે હુમલામાં બન્ને પક્ષે 15 લોકો ઘાયલ. લોકોના ટોળાએ ઘર અને વાહનોમાં કરી તોડફોડ, ભુતેશ્વર ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયોબે જૂથ વચ્ચે બોલાચાલી બાદ તકરાર થતા અથડામણ થઇ હતી ભાવનગરના ઘોઘાના ભુતેશ્વર ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ તકરાર થતા અથડામણ થઇ હતી. સામસામે હુમલામાં બન્ને પક્ષે 15 લોકો ઘાયલ થયા હતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી છે. શા કારણે આટલી મોટી તકરાર થઇ કોણ જવાબદાર છે આ તમામ સવાલોના પોલીસે જવાબ મેળવ્યા હતા. ભુતેશ્વર ગામ ઘટના બાદ છાવણીમાં ફેરવાઇ ચુક્યુ છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે. ફરી આવી ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હથિયારોથી સામસામો હુમલો થયો હતો ભાવનગરના ઘોઘાના ભુતેશ્વર ગામે કેટલાયે સમયથી જૂની અદાવત ચાલી રહી હતી જેમાં બે જૂથો વચ્ચે ફરી એકવાર તકરાર થતા હથિયારોથી સામસામો હુમલો થયો હતો આ હુમલામાં 15થી વધુ લોકોને ઇજા પહોંચી હતી બને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. 

Bhavnagar News: ઘોઘાના ભુતેશ્વર ગામે જૂથ અથડામણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સામસામે હુમલામાં બન્ને પક્ષે 15 લોકો ઘાયલ
  • લોકોના ટોળાએ ઘર અને વાહનોમાં કરી તોડફોડ
  • સમગ્ર મામલે ટોળા સામે નોંધાયો ગુનો

ભાવનગરના ઘોઘાના ભુતેશ્વર ગામે જૂથ અથડામણ. જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે હથિયારોથી હુમલો, સામસામે હુમલામાં બન્ને પક્ષે 15 લોકો ઘાયલ. લોકોના ટોળાએ ઘર અને વાહનોમાં કરી તોડફોડ, ભુતેશ્વર ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ તકરાર થતા અથડામણ થઇ હતી


ભાવનગરના ઘોઘાના ભુતેશ્વર ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ તકરાર થતા અથડામણ થઇ હતી. સામસામે હુમલામાં બન્ને પક્ષે 15 લોકો ઘાયલ થયા હતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી છે. શા કારણે આટલી મોટી તકરાર થઇ કોણ જવાબદાર છે આ તમામ સવાલોના પોલીસે જવાબ મેળવ્યા હતા. ભુતેશ્વર ગામ ઘટના બાદ છાવણીમાં ફેરવાઇ ચુક્યુ છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે. ફરી આવી ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


હથિયારોથી સામસામો હુમલો થયો હતો

ભાવનગરના ઘોઘાના ભુતેશ્વર ગામે કેટલાયે સમયથી જૂની અદાવત ચાલી રહી હતી જેમાં બે જૂથો વચ્ચે ફરી એકવાર તકરાર થતા હથિયારોથી સામસામો હુમલો થયો હતો આ હુમલામાં 15થી વધુ લોકોને ઇજા પહોંચી હતી બને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.