સુરતમાં ટેકેદારોના અપહરણની કોંગ્રેસની ફરિયાદ | WBમાં હિંસા મામલે EC એક્શનમાં

Surat Breaking: નીલેશ કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં કરી ટેકેદારોના અપહરણની ફરિયાદસુરતમાં આજે ચૂંટણીને લઈને ભારે રાજકારણ ગરમાયું છે. પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થવા મામલે રાજકારણ ગરમાયા બાદ હવે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણી ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તો સાથે સાથે કોંગ્રેસના સિનિયર એડવોકેટ પણ સુરત પહોંચી ગયા છે.LokSabha Election2024: બંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ EC એક્શનમાં,303 CAPF કંપનીઓ તૈનાતબંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ ECએ કાર્યવાહી તેજ કરી છે. કૂચબિહારમાં 19 એપ્રિલે થયેલી અથડામણને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. કારણે કે બીજા તબક્કામાં ફરી આવી ઘટના ન ઘટે તે માટે ECએ 303 CAPF કંપનીઓ તૈનાત કરવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં 26 એપ્રિલે ચૂંટણી બીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં રાયગંજ, દાર્જિલિંગ અને બાલુરઘાટ જિલ્લામાં મતદાનને લઇ સુરક્ષા-વ્યવસ્થા વધારી દીધી છે.Sandeshkhali Case મામલે CBIની કાર્યવાહી, મહિલા વિરૂદ્ધના ગુનાની તપાસ, પીડિતોને મળશે ન્યાયસંદેશખાલી કેસ મામલે CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગયા અઠવાડિયે કોલકાતા હાઈકોર્ટે CBIને સંદેશખાલી કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે CBIને તપાસ કરવા અને તેનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે.Delhi Latest News: CJI ચંદ્રચુડે સરકારે અમલમાં મૂકેલા ત્રણ કાયદાઓની પ્રશંસા કરીભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા - IPC, ફોજદારી પ્રક્રિયાની સંહિતા - CRPC અને પુરાવા અધિનિયમને બદલવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓની પ્રશંસા કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નવા કાયદાઓ અંગે આયોજિત એક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે ત્રણેય નવા કાયદા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત તેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં મહત્વપૂર્ણ ફેરફારો માટે તૈયાર છે.Loksabha Election2024: મતદાન બાદ EVM કેટલું સુરક્ષિત..? જાણો કેવી છે સ્ટ્રોંગરૂમની સુરક્ષાલોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ શુક્રવારે સાંજે EVMને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. EVMને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા હતા. EVM અને VVPAT મશીનો રાખવા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે. એકવાર અહીં EVM મશીન મૂક્યા બાદ સુરક્ષા લઇ બાજનજર રખાય છે. આ જ કારણ છે કે, તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે. જ્યારે મતોની ગણતરી કરવાની હોય ત્યારે તેમને અહીંથી બહાર કાઢવામાં આવે છે.Banaskantha News: ધાનેરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સમર્થકો સાથે ભાજપમાં જોડાયાઆગામી 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેને લઈને ઉમેદવારી પત્રકો ભરાઈ ચૂક્યા છે અને આવતીકાલ સુધીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવામાં આવશે. ત્યારે, અત્યારથી કોંગ્રેસ માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વધુ કાર્યકરોએ કેસરિયા કરી લીધા છે.Loksabha Election 2024: ફોર્મ તપાસવાનો છેલ્લો દિવસ, સૌરાષ્ટ્રમાં આટલા ફોર્મ રદ્દગઇકાલથી લોકસભા ચૂંટણી 2024ને લઈને 21 રાજ્યોમાં પ્રથમ દબક્કાનું મતદાન સંપન્ન થયું. ત્યારે આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે, ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 658 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેની ચકાસણી માટેનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં જાણો આજે કેટલા ફોર્મ રદ્દ થયા અને કેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા.સાબરકાંઠાથી મોટા સમાચાર : અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચીલોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે,ગુજરાતમાં બીજા ફેઝમાં ચૂંટણી યોજાશે,હાલમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદાવારોએ ફોર્મ તો ભર્યા,સાથે સાથે કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થયા છે,તો કેટલાક ઉમેદવારોએ જાતે ફોર્મ પાછા ખેચ્યા છે.સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાંથી આજે તેમની ઉમેદવારી પાછી ખેંચી હતુ,ભૂપેન્દ્રસિંહનું કહેવું છે કે વ્યકિતગત કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી છે.સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે શોભના બારૈયા અને કોંગ્રેસ બેઠક પરથી તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.Donald trump:એડલ્ટ સ્ટારના ચક્કરમાં ફસાયેલા ટ્રમ્પની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો આવો આંચકોઅમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની એક અપીલ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પોર્ન સ્ટારના સિક્રેટ મની કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણી સાથે જોડાયેલા કેસની સુનાવણી અટકાવવાની અપીલ કરી હતી. પરંતુ ટ્રમ્પના આ છેલ્લી ઘડીના પ્રયાસને શુક્રવારે કોર્ટે ફગાવી દીધો હતો. આનાથી ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે, જેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.Dubai Cloud Seeding: હવે આજ બાકી હતું, દેશો વચ્ચે છેડાશે 'હવામાનયુદ્ધ'!ઘણા નિષ્ણાતો યુએઈ અને ઓમાન સહિતના ખાડી દેશોમાં આ અઠવાડિયે ભારે વરસાદ પછી આવેલા પૂર માટે ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને કારણ માની રહ્યા છે. અહેવાલ છે કે ભારે વરસાદના એક દિવસ પહેલા, ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવવામાં આવ્યું હતું.

સુરતમાં ટેકેદારોના અપહરણની કોંગ્રેસની ફરિયાદ | WBમાં હિંસા મામલે EC એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Breaking: નીલેશ કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં કરી ટેકેદારોના અપહરણની ફરિયાદ

સુરતમાં આજે ચૂંટણીને લઈને ભારે રાજકારણ ગરમાયું છે. પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થવા મામલે રાજકારણ ગરમાયા બાદ હવે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણી ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તો સાથે સાથે કોંગ્રેસના સિનિયર એડવોકેટ પણ સુરત પહોંચી ગયા છે.

LokSabha Election2024: બંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ EC એક્શનમાં,303 CAPF કંપનીઓ તૈનાત

બંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ ECએ કાર્યવાહી તેજ કરી છે. કૂચબિહારમાં 19 એપ્રિલે થયેલી અથડામણને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. કારણે કે બીજા તબક્કામાં ફરી આવી ઘટના ન ઘટે તે માટે ECએ 303 CAPF કંપનીઓ તૈનાત કરવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં 26 એપ્રિલે ચૂંટણી બીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં રાયગંજ, દાર્જિલિંગ અને બાલુરઘાટ જિલ્લામાં મતદાનને લઇ સુરક્ષા-વ્યવસ્થા વધારી દીધી છે.

Sandeshkhali Case મામલે CBIની કાર્યવાહી, મહિલા વિરૂદ્ધના ગુનાની તપાસ, પીડિતોને મળશે ન્યાય

સંદેશખાલી કેસ મામલે CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગયા અઠવાડિયે કોલકાતા હાઈકોર્ટે CBIને સંદેશખાલી કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે CBIને તપાસ કરવા અને તેનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે.

Delhi Latest News: CJI ચંદ્રચુડે સરકારે અમલમાં મૂકેલા ત્રણ કાયદાઓની પ્રશંસા કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા - IPC, ફોજદારી પ્રક્રિયાની સંહિતા - CRPC અને પુરાવા અધિનિયમને બદલવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓની પ્રશંસા કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નવા કાયદાઓ અંગે આયોજિત એક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે ત્રણેય નવા કાયદા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત તેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં મહત્વપૂર્ણ ફેરફારો માટે તૈયાર છે.

Loksabha Election2024: મતદાન બાદ EVM કેટલું સુરક્ષિત..? જાણો કેવી છે સ્ટ્રોંગરૂમની સુરક્ષા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ શુક્રવારે સાંજે EVMને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. EVMને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા હતા. EVM અને VVPAT મશીનો રાખવા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે. એકવાર અહીં EVM મશીન મૂક્યા બાદ સુરક્ષા લઇ બાજનજર રખાય છે. આ જ કારણ છે કે, તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે. જ્યારે મતોની ગણતરી કરવાની હોય ત્યારે તેમને અહીંથી બહાર કાઢવામાં આવે છે.

Banaskantha News: ધાનેરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

આગામી 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેને લઈને ઉમેદવારી પત્રકો ભરાઈ ચૂક્યા છે અને આવતીકાલ સુધીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવામાં આવશે. ત્યારે, અત્યારથી કોંગ્રેસ માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વધુ કાર્યકરોએ કેસરિયા કરી લીધા છે.

Loksabha Election 2024: ફોર્મ તપાસવાનો છેલ્લો દિવસ, સૌરાષ્ટ્રમાં આટલા ફોર્મ રદ્દ

ગઇકાલથી લોકસભા ચૂંટણી 2024ને લઈને 21 રાજ્યોમાં પ્રથમ દબક્કાનું મતદાન સંપન્ન થયું. ત્યારે આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે, ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 658 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેની ચકાસણી માટેનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં જાણો આજે કેટલા ફોર્મ રદ્દ થયા અને કેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા.

સાબરકાંઠાથી મોટા સમાચાર : અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચી

લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે,ગુજરાતમાં બીજા ફેઝમાં ચૂંટણી યોજાશે,હાલમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદાવારોએ ફોર્મ તો ભર્યા,સાથે સાથે કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થયા છે,તો કેટલાક ઉમેદવારોએ જાતે ફોર્મ પાછા ખેચ્યા છે.સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાંથી આજે તેમની ઉમેદવારી પાછી ખેંચી હતુ,ભૂપેન્દ્રસિંહનું કહેવું છે કે વ્યકિતગત કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી છે.સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે શોભના બારૈયા અને કોંગ્રેસ બેઠક પરથી તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

Donald trump:એડલ્ટ સ્ટારના ચક્કરમાં ફસાયેલા ટ્રમ્પની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો આવો આંચકો

અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની એક અપીલ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પોર્ન સ્ટારના સિક્રેટ મની કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણી સાથે જોડાયેલા કેસની સુનાવણી અટકાવવાની અપીલ કરી હતી. પરંતુ ટ્રમ્પના આ છેલ્લી ઘડીના પ્રયાસને શુક્રવારે કોર્ટે ફગાવી દીધો હતો. આનાથી ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે, જેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.

Dubai Cloud Seeding: હવે આજ બાકી હતું, દેશો વચ્ચે છેડાશે 'હવામાનયુદ્ધ'!

ઘણા નિષ્ણાતો યુએઈ અને ઓમાન સહિતના ખાડી દેશોમાં આ અઠવાડિયે ભારે વરસાદ પછી આવેલા પૂર માટે ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને કારણ માની રહ્યા છે. અહેવાલ છે કે ભારે વરસાદના એક દિવસ પહેલા, ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવવામાં આવ્યું હતું.