Surat News : Salmankhan ફાયરિંગ કેસમાં આરોપીએ તાપી નદીમાં ફેકી હતી રિવોલ્વર

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આરોપીઓએ ફાયરિંગ કરી તાપી નદીમાં રિવોલ્વર ફેંકી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયા મોટા ખુલાસા એક અઠવાડિયા અગાઉ સલમાનખાનના ઘરની બહાર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપીઓ કચ્છથી ઝડપાયા હતા,આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથધરી હતી,તપાસમાં સામે આવ્યું છે આરોપીઓએ ફાયરિંગ કરીને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી,તો મુંબઈ પોલીસ આજે સુરતની તાપી નદી પાસે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,આરોપીઓએ શા માટે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હતી તે પણ એક તપાસનો વિષય છે.મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા આ બાબતે ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે. બિશ્નોઈ ભાઈઓને બનાવાયા આરોપી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે આરોપી બનાવ્યા છે. લોરેન્સની સાથે તેમના ભાઈ અનમોલ બિશ્નોઈને પણ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અનુસાર, અત્યાર સુધીની તપાસમાં બિશ્નોઈ વિરૂદ્ધ કેટલાક પુરાવા અને સાક્ષી મળ્યા છે. જેના આધાર પર બિશ્નોઈ ભાઈઓને કેસમાં આરોપી બનાવાયા છે.IPCની કલમ 506(2), 115, 201 હેઠળ આ કેસ દાખલ કરાયો છે. સૂત્રોના અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ ટુંક સમયમાં જ અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી શકે છે. તો જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડીની માગ કરવા માટે કોર્ટમાં એપ્લીકેશન પણ આપશે.સલમાનના ઘર પર ફાયરિંગ બાદ એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો છે. અનમોલ બિશ્નોઈ USAમાં રહે છે. ફાયરિંગ માટે 1 લાખ એડવાન્સ આપ્યા હતા આ કેસની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો નવી દિલ્હી, બિહાર, ગુજરાત અને રાજસ્થાન મોકલવામાં આવી હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અનમોલ બિશ્નોઈ દ્વારા આરોપીઓને ફાયરિંગ માટે એડવાન્સ તરીકે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અને શુટીંગ બાદ 3 લાખ રૂપિયાનું વચન આપવામાં આવ્યું હતું. શું છે સમગ્ર મામલો ગત રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવાર યુવકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સલમાન ખાન તેના પરિવાર સાથે ઘરે હાજર હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ ઉપરાંત પહેલી અને છેલ્લી ચેતવણી પણ સલમાન ખાનને આપવામાં આવી છે.  

Surat News : Salmankhan ફાયરિંગ કેસમાં આરોપીએ તાપી નદીમાં ફેકી હતી રિવોલ્વર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં
  • આરોપીઓએ ફાયરિંગ કરી તાપી નદીમાં રિવોલ્વર ફેંકી
  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયા મોટા ખુલાસા

એક અઠવાડિયા અગાઉ સલમાનખાનના ઘરની બહાર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપીઓ કચ્છથી ઝડપાયા હતા,આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથધરી હતી,તપાસમાં સામે આવ્યું છે આરોપીઓએ ફાયરિંગ કરીને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી,તો મુંબઈ પોલીસ આજે સુરતની તાપી નદી પાસે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,આરોપીઓએ શા માટે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હતી તે પણ એક તપાસનો વિષય છે.મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા આ બાબતે ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે.

બિશ્નોઈ ભાઈઓને બનાવાયા આરોપી

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે આરોપી બનાવ્યા છે. લોરેન્સની સાથે તેમના ભાઈ અનમોલ બિશ્નોઈને પણ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અનુસાર, અત્યાર સુધીની તપાસમાં બિશ્નોઈ વિરૂદ્ધ કેટલાક પુરાવા અને સાક્ષી મળ્યા છે. જેના આધાર પર બિશ્નોઈ ભાઈઓને કેસમાં આરોપી બનાવાયા છે.IPCની કલમ 506(2), 115, 201 હેઠળ આ કેસ દાખલ કરાયો છે. સૂત્રોના અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ ટુંક સમયમાં જ અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી શકે છે. તો જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડીની માગ કરવા માટે કોર્ટમાં એપ્લીકેશન પણ આપશે.સલમાનના ઘર પર ફાયરિંગ બાદ એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો છે. અનમોલ બિશ્નોઈ USAમાં રહે છે.


ફાયરિંગ માટે 1 લાખ એડવાન્સ આપ્યા હતા

આ કેસની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો નવી દિલ્હી, બિહાર, ગુજરાત અને રાજસ્થાન મોકલવામાં આવી હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અનમોલ બિશ્નોઈ દ્વારા આરોપીઓને ફાયરિંગ માટે એડવાન્સ તરીકે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અને શુટીંગ બાદ 3 લાખ રૂપિયાનું વચન આપવામાં આવ્યું હતું.


શું છે સમગ્ર મામલો

ગત રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવાર યુવકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સલમાન ખાન તેના પરિવાર સાથે ઘરે હાજર હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ ઉપરાંત પહેલી અને છેલ્લી ચેતવણી પણ સલમાન ખાનને આપવામાં આવી છે.