પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત, રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા

પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓના ધરણા પદ્મિનીબા વાળાએ કર્યો છે અન્નજળનો ત્યાગ આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પ્રદર્શન થયુ છે. તેમાં પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓએ ધરણા કર્યા છે. તેમજ પદ્મિનીબા વાળાએ અન્નજળનો ત્યાગ કર્યો છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે ધરણા કર્યા રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે ધરણા કર્યા છે. જેમાં ક્ષત્રિય સમાજ ભવન ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો છે. તેમાં પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓએ ધરણા કર્યા છે. રાજકોટથી ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરીને માંગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે. આ વચ્ચે હવે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કરી દીધો છે અને આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરીશ અને ત્યાં જોહર કરીશ: પદ્મિનીબા વાળા ગઇકાલે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળાએ આશાપુર માના મંદિર ખાતે અન્નનો ત્યાગ કરી દીધો છે. તેમણે કહ્યું કે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય તેવી અમારી માંગણી હતી. અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈઓ-બહેનો કેટલા દિવસથી ન્યાય માટે હેરાન થઈ રહ્યા છે. જો અમને ન્યાય નહીં મળે તો હું ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરીશ અને ત્યાં જોહર કરીશ.

પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત, રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓના ધરણા
  • પદ્મિનીબા વાળાએ કર્યો છે અન્નજળનો ત્યાગ
  • આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી

પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પ્રદર્શન થયુ છે. તેમાં પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓએ ધરણા કર્યા છે. તેમજ પદ્મિનીબા વાળાએ અન્નજળનો ત્યાગ કર્યો છે.

રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે ધરણા કર્યા

રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે ધરણા કર્યા છે. જેમાં ક્ષત્રિય સમાજ ભવન ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો છે. તેમાં પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓએ ધરણા કર્યા છે. રાજકોટથી ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરીને માંગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે. આ વચ્ચે હવે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કરી દીધો છે અને આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરીશ અને ત્યાં જોહર કરીશ: પદ્મિનીબા વાળા

ગઇકાલે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળાએ આશાપુર માના મંદિર ખાતે અન્નનો ત્યાગ કરી દીધો છે. તેમણે કહ્યું કે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય તેવી અમારી માંગણી હતી. અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈઓ-બહેનો કેટલા દિવસથી ન્યાય માટે હેરાન થઈ રહ્યા છે. જો અમને ન્યાય નહીં મળે તો હું ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરીશ અને ત્યાં જોહર કરીશ.