Surat શહેરમાં એકલા રિક્ષામાં બેસતા સાવધાન, લૂંટ કરતી ગેંગનો આતંક

રીક્ષામાં બેસાડી વેપારી પાસે લૂંટ ચલાવી મહિધરપુરામાં ચપ્પુ મારી વેપારીને લૂંટ્યો ઇમરાન બીડી ગેંગ અને સાગરીતનો તરખાટ સુરતમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો આતંક જોવા મળ્યો છે. જેમાં રિક્ષામાં બેસાડી વેપારી પાસે લૂંટ ચલાવી છે. મહિધરપુરામાં ચપ્પુ મારી વેપારીને લૂંટ્યો છે. શહેરમાં ઇમરાન બીડી ગેંગ અને તેના સાગરીતનો તરખાટ છે. જેમાં 27 ગુનાઓને આ ગેંગના સભ્યો અંજામ આપી ચૂક્યા છે. જેમાં શહેરના વેપારીઓ તથા લોકો રીક્ષામાં બેસતા ગભરાઇ રહ્યા છે.શહેરમાં લૂંટ કરતી ગેંગનો આંતક સામે આવ્યો શહેરમાં લૂંટ કરતી ગેંગનો આંતક સામે આવ્યો છે. જેમાં રિક્ષામાં બેસાડી વેપારી પાસે લૂંટ ચાલવામાં આવી છે.મહિધરપુરામાં વેપારીને રિક્ષામાં બેસાડી ચપ્પુ મારી લૂંટ ચાલવામાં આવી હતી.આ ગેંગે કતારગામ, સલાબતપુરા, મહિધરપુરામાં લૂંટને અંજામ આપ્યો છે. જેમાં ઇમરાન બીડી ગેંગ અને તેના સાગરીતો શહેરમાં 27 જેટલા ગુનાને અંજામ આપી ચુક્યા છે. જેમાં પોલીસનો ગેંગને કોઇપણ પ્રકારનો ભય લાગતો નથી તેવું લોકો જણાવી રહ્યાં છે. જેમાં શહેરમાં એકલા ફરતા વેપારીઓ રિક્ષામાં બેસતા ડરી રહ્યાં છે. તેમજ આ ગેંગ ખુલ્લેઆમ લોકોને લૂંટી રહી છે. રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. અગાઉ રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી, ડરાવી-ધમકાવી સોનાના ઘરેણાંની લૂંટ, સ્નેચીંગ, ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ હતી. ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કૂલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. રૂપિયા 2,15,980ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી ગેંગ પાસેથી દાગીના સહિત રૂપિયા 2,15,980ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી. ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળાતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડીયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવવામાં આવતાં અને તેને બદલી નાખતા હતાં. ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર દર વખતે અલગ ખોટા રજિસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ, સ્નેચીંગ, ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતા. જેથી પોલીસ પકડી શકે નહિ. જો કે,આરોપીઓ પકડાઈ જતા વધુ ગુનાના ભેદ ઉકેલાયા હતા.

Surat શહેરમાં એકલા રિક્ષામાં બેસતા સાવધાન, લૂંટ કરતી ગેંગનો આતંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રીક્ષામાં બેસાડી વેપારી પાસે લૂંટ ચલાવી
  • મહિધરપુરામાં ચપ્પુ મારી વેપારીને લૂંટ્યો
  • ઇમરાન બીડી ગેંગ અને સાગરીતનો તરખાટ

સુરતમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો આતંક જોવા મળ્યો છે. જેમાં રિક્ષામાં બેસાડી વેપારી પાસે લૂંટ ચલાવી છે. મહિધરપુરામાં ચપ્પુ મારી વેપારીને લૂંટ્યો છે. શહેરમાં ઇમરાન બીડી ગેંગ અને તેના સાગરીતનો તરખાટ છે. જેમાં 27 ગુનાઓને આ ગેંગના સભ્યો અંજામ આપી ચૂક્યા છે. જેમાં શહેરના વેપારીઓ તથા લોકો રીક્ષામાં બેસતા ગભરાઇ રહ્યા છે.

શહેરમાં લૂંટ કરતી ગેંગનો આંતક સામે આવ્યો

શહેરમાં લૂંટ કરતી ગેંગનો આંતક સામે આવ્યો છે. જેમાં રિક્ષામાં બેસાડી વેપારી પાસે લૂંટ ચાલવામાં આવી છે.મહિધરપુરામાં વેપારીને રિક્ષામાં બેસાડી ચપ્પુ મારી લૂંટ ચાલવામાં આવી હતી.આ ગેંગે કતારગામ, સલાબતપુરા, મહિધરપુરામાં લૂંટને અંજામ આપ્યો છે. જેમાં ઇમરાન બીડી ગેંગ અને તેના સાગરીતો શહેરમાં 27 જેટલા ગુનાને અંજામ આપી ચુક્યા છે. જેમાં પોલીસનો ગેંગને કોઇપણ પ્રકારનો ભય લાગતો નથી તેવું લોકો જણાવી રહ્યાં છે. જેમાં શહેરમાં એકલા ફરતા વેપારીઓ રિક્ષામાં બેસતા ડરી રહ્યાં છે. તેમજ આ ગેંગ ખુલ્લેઆમ લોકોને લૂંટી રહી છે.

રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો

સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. અગાઉ રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી, ડરાવી-ધમકાવી સોનાના ઘરેણાંની લૂંટ, સ્નેચીંગ, ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ હતી. ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કૂલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.

રૂપિયા 2,15,980ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી

ગેંગ પાસેથી દાગીના સહિત રૂપિયા 2,15,980ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી. ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળાતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડીયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવવામાં આવતાં અને તેને બદલી નાખતા હતાં. ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર દર વખતે અલગ ખોટા રજિસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ, સ્નેચીંગ, ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતા. જેથી પોલીસ પકડી શકે નહિ. જો કે,આરોપીઓ પકડાઈ જતા વધુ ગુનાના ભેદ ઉકેલાયા હતા.