LokSabhaElection: કોંગ્રેસે 4 લોકસભા અને 5 વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા

લોકસભાની 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા રાજકોટથી ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોરના નામ જાહેર વિધાનસભાની પેટા ચૂંટણીના 5 બેઠકોના ઉમેદવાર જાહેર થયાએક તરફ લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યાં કોંગ્રેસમાંથી ઉમેદવારોના નામની રાહ જોવામાં આવી રહી હતી. જેમાં લોકસભાની બેઠક માટે લગભગ નક્કી હતાં તેવા જ નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર તો નવસારીથી નૈષધ દેસાઈ અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં વિજાપુરથી દિનેશભાઈ પટેલ, તો પોરબંદરથી રાજુ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. માણાવદરથી હરિભાઈ કણસાગર ના નામની પસંદગી થઈ છે. જ્યારે ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર ઉમેદવાર બન્યા છે. તેમજ વાઘોડિયાથી કનુભાઈ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે. રાજકોટ પર કડવા vs લેઉવાનો જંગ રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ બેઠક હાલ ઘણી ચર્ચામાં રહેલી છે. જેમાં પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર રહેલી છે. જ્યાં પરેશ ધાનાણી સામે હોવાના કારણે કોંગ્રેસ પણ પોતાનું જીત માટે જોર લગાવી શકે છે. અમદાવાદમાં જૂના નેતા હિંમતસિંહ મેદાનમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલની નામની જાહેરાત કરવામાં આવી છે. હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેરમાં મેયર તરીકે કોર્પોરેટર તરીકે અને ધારાસભ્ય તરીકે સેવા આપી છે જ્યારે જરૂર પડ્યે લોકોની સાથે હંમેશા તૈયાર રહેતા હોય છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલનો જંગ જામશે. જ્યારે નવસારી બેઠક પર સી.આર.પાટીલ સામે કોંગ્રેસે નૈષધ દેસાઈને ચૂંટણીમાં ઉતાર્યા છે. જ્યારે મહેસાણામાં ભાજપના હરિભાઈ સામે કોંગ્રેસના રામજી ઠાકોર મેદાને

LokSabhaElection: કોંગ્રેસે 4 લોકસભા અને 5 વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા
  • રાજકોટથી ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોરના નામ જાહેર
  • વિધાનસભાની પેટા ચૂંટણીના 5 બેઠકોના ઉમેદવાર જાહેર થયા

એક તરફ લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યાં કોંગ્રેસમાંથી ઉમેદવારોના નામની રાહ જોવામાં આવી રહી હતી. જેમાં લોકસભાની બેઠક માટે લગભગ નક્કી હતાં તેવા જ નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર તો નવસારીથી નૈષધ દેસાઈ અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


જ્યારે કોંગ્રેસે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં વિજાપુરથી દિનેશભાઈ પટેલ, તો પોરબંદરથી રાજુ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. માણાવદરથી હરિભાઈ કણસાગર ના નામની પસંદગી થઈ છે. જ્યારે ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર ઉમેદવાર બન્યા છે. તેમજ વાઘોડિયાથી કનુભાઈ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે.

રાજકોટ પર કડવા vs લેઉવાનો જંગ

રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ બેઠક હાલ ઘણી ચર્ચામાં રહેલી છે. જેમાં પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર રહેલી છે. જ્યાં પરેશ ધાનાણી સામે હોવાના કારણે કોંગ્રેસ પણ પોતાનું જીત માટે જોર લગાવી શકે છે.

અમદાવાદમાં જૂના નેતા હિંમતસિંહ મેદાનમાં

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલની નામની જાહેરાત કરવામાં આવી છે. હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેરમાં મેયર તરીકે કોર્પોરેટર તરીકે અને ધારાસભ્ય તરીકે સેવા આપી છે જ્યારે જરૂર પડ્યે લોકોની સાથે હંમેશા તૈયાર રહેતા હોય છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલનો જંગ જામશે. 

જ્યારે નવસારી બેઠક પર સી.આર.પાટીલ સામે કોંગ્રેસે નૈષધ દેસાઈને ચૂંટણીમાં ઉતાર્યા છે. જ્યારે મહેસાણામાં ભાજપના હરિભાઈ સામે કોંગ્રેસના રામજી ઠાકોર મેદાને