Ahmedabad Airport: વર્ષ 2024ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી

SVPIA એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને યાત્રા સુવિધા પૂરી પાડી પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક કારણ ઉનાળુ વેકેશનની સિઝન પણ છે 23મી મેના રોજ એરપોર્ટ પર Financial Year 2024નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ નોંધાયો હતો, જેમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે રેકોર્ડ 38,790 મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી. SVPIA એકંદરે દરરોજ 34,333 મુસાફરો અને 268 એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટસ (ATM)નું સંચાલન કરે છે. ગત વર્ષે આ સમાન સમયગાળામાં 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક રહ્યો હતો.FY23-24માં એરપોર્ટે રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કરતા એરપોર્ટે 11,781,525 મુસાફરોને સેવા આપી હતી, જે પેસેન્જર્સની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે. યાત્રિકોનો અનુભવ અને કનેક્ટિવિટીમાં વધારો SVPIA મુસાફરોને એક સીમલેસ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા સમર્પિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં તાજેતરના રોકાણોએ મુસાફરોના આરામ અને સગવડોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મુખ્ય સુધારાઓની વાત 1-ટર્મિનલ 2 માં એક નવો સ્વિંગ-સંચાલિત સુરક્ષા હોલ્ડ વિસ્તાર 2-395 મીટર સુધી વિસ્તરણ પામતો સમાંતર ટેક્સી વે 3-નવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ 4-પાર્કિંગ અને નવા રૂટમાં વધારો 5-ટર્મિનલ 2 ના એપ્રોન પાસે પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત ઓપરેશનલ ક્ષમતાઓ માટે ટર્મિનલ 1 એપ્રોનની પુન: ગોઠવણી કરવાની યોજના છે. નવા ફ્લાઇટ વિકલ્પોમાં 1- એર એશિયાની કુઆલાલંપુર માટે નોન-સ્ટોપ સેવા (ચાર સાપ્તાહિક ફ્લાઈટસ) 2-એર ઈન્ડિયાથી દિલ્હી માટે વધારાની સીધી ફ્લાઈટસ (ગુરુવાર અને શનિવાર) ટોચના સ્થળોછેલ્લા બે મહિનામાં અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થાનિક સ્થળો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર રહ્યા હતા. જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુરનો સમાવેશ થાય છે. વ્યાપક નેટવર્ક SVPIA 7 એરલાઇન્સની સેવાઓ દ્વારા 37 નોન-સ્ટોપ અને 4 વન-સ્ટોપ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે જોડાણ ધરાવે છે. ઉપરાંત 17 એરલાઇન્સ દ્વારા 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ પ્રદાન કરે છે.

Ahmedabad Airport: વર્ષ 2024ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SVPIA એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે
  • પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને યાત્રા સુવિધા પૂરી પાડી
  • પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક કારણ ઉનાળુ વેકેશનની સિઝન પણ છે

23મી મેના રોજ એરપોર્ટ પર Financial Year 2024નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ નોંધાયો હતો, જેમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે રેકોર્ડ 38,790 મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી. SVPIA એકંદરે દરરોજ 34,333 મુસાફરો અને 268 એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટસ (ATM)નું સંચાલન કરે છે. ગત વર્ષે આ સમાન સમયગાળામાં 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક રહ્યો હતો.FY23-24માં એરપોર્ટે રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કરતા એરપોર્ટે 11,781,525 મુસાફરોને સેવા આપી હતી, જે પેસેન્જર્સની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે.

યાત્રિકોનો અનુભવ અને કનેક્ટિવિટીમાં વધારો

SVPIA મુસાફરોને એક સીમલેસ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા સમર્પિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં તાજેતરના રોકાણોએ મુસાફરોના આરામ અને સગવડોમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.


મુખ્ય સુધારાઓની વાત

1-ટર્મિનલ 2 માં એક નવો સ્વિંગ-સંચાલિત સુરક્ષા હોલ્ડ વિસ્તાર

2-395 મીટર સુધી વિસ્તરણ પામતો સમાંતર ટેક્સી વે

3-નવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ

4-પાર્કિંગ અને નવા રૂટમાં વધારો

5-ટર્મિનલ 2 ના એપ્રોન પાસે પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત ઓપરેશનલ ક્ષમતાઓ માટે ટર્મિનલ 1 એપ્રોનની પુન: ગોઠવણી કરવાની યોજના છે.

નવા ફ્લાઇટ વિકલ્પોમાં

1- એર એશિયાની કુઆલાલંપુર માટે નોન-સ્ટોપ સેવા (ચાર સાપ્તાહિક ફ્લાઈટસ)

2-એર ઈન્ડિયાથી દિલ્હી માટે વધારાની સીધી ફ્લાઈટસ (ગુરુવાર અને શનિવાર)

ટોચના સ્થળો

છેલ્લા બે મહિનામાં અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થાનિક સ્થળો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર રહ્યા હતા. જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુરનો સમાવેશ થાય છે.

વ્યાપક નેટવર્ક

SVPIA 7 એરલાઇન્સની સેવાઓ દ્વારા 37 નોન-સ્ટોપ અને 4 વન-સ્ટોપ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે જોડાણ ધરાવે છે. ઉપરાંત 17 એરલાઇન્સ દ્વારા 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ પ્રદાન કરે છે.