Surat Breaking: સુમુલ ડેરીની મોટી જાહેરાત, પશુપાલકોને અપાશે કરોડોનો બોનસ

સુમુલ ડેરી પશુપાલકોને 385 કરોડનું બોનસ આપશેસુરત અને તાપીના પશુપાલકોને બોનસ અપાશે સુમુલનું ટર્ન ઓવર 18 ટકા વધી 6333 કરોડ થયું સુરતની જાણીતી સુમુલ ડેરી દ્વારા એક વાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડોનું બોનસ આપવામાં આવશે. સુમુલ ડેરીના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જાહેરાત કરવામાં આવી છે કે સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે બોનસ આપવામાં આવશે. બોનસની જાહેરાત કરતાં સુમુલ ચેરમેને કહ્યું છે કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કિલો ફેટે 115 રૂપિયા આપવામાં આવશે. સુરત સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે 4 જુન બાદ સુમુલ સુરત અને તાપી જિલ્લાની મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24ના વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 6333 કરોડનું થયું છે. જે ગતવર્ષ કરતા 18 ટકા વધુ છે. મહત્વનું છે કે, સુમુલ ડેરીની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવામાં પણ દૂધના પ્લાન્ટ કાર્યરત છે.

Surat Breaking: સુમુલ ડેરીની મોટી જાહેરાત, પશુપાલકોને અપાશે કરોડોનો બોનસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુમુલ ડેરી પશુપાલકોને 385 કરોડનું બોનસ આપશે
  • સુરત અને તાપીના પશુપાલકોને બોનસ અપાશે
  • સુમુલનું ટર્ન ઓવર 18 ટકા વધી 6333 કરોડ થયું

સુરતની જાણીતી સુમુલ ડેરી દ્વારા એક વાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડોનું બોનસ આપવામાં આવશે. સુમુલ ડેરીના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જાહેરાત કરવામાં આવી છે કે સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે બોનસ આપવામાં આવશે. બોનસની જાહેરાત કરતાં સુમુલ ચેરમેને કહ્યું છે કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કિલો ફેટે 115 રૂપિયા આપવામાં આવશે.

સુરત સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે 4 જુન બાદ સુમુલ સુરત અને તાપી જિલ્લાની મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24ના વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 6333 કરોડનું થયું છે. જે ગતવર્ષ કરતા 18 ટકા વધુ છે. મહત્વનું છે કે, સુમુલ ડેરીની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવામાં પણ દૂધના પ્લાન્ટ કાર્યરત છે.