Vadodaraમાં ઢોર પકડવા ગયેલી VMCની ટીમ પર ગૌપાલકોએ કર્યો હુમલો

ગધેડા માર્કેટ પાસે રખડતા ઢોરને પકડવા જતા કર્યો હુમલો સુપરવાઇઝરના માથા પર પાઇપ મારતા પહોંચી ઇજા ઢોર પાર્ટીના અન્ય કર્મચારીઓને પણ માર માર્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીની ગાડી ગધેડા માર્કેટ પાસે રખડતા ઢોરને પકડવા જતા ગૌપાલકોએ ટીમ પર હુમલો કર્યો હતો,જયારે ઢોર પકડવામાં આવ્યા તે વખતે ગૌપાલકો ઉશ્કેરાઈ જતા આ ઘટના બની હતી,સાથે સાથે 4 કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો.ગૌપાલકોએ ઢોર પાર્ટીના સુપરવાઇઝરના માથા પર પાઇપ પણ મારી હતી.ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા ઘટનાનો વિડીયો ઉતારવામાં આવતા તેમના મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પાણીગેટ પોલીસે નોંધી ફરિયાદ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સુપરવાઇઝર કિરણકુમાર ગુલાબરાવ ગિરનારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે અમે અમારી ટીમ અને વાહનો સાથે પોલીસ બંદોબસ્ત માટે પોલીસ ભવન ગયા હતા. જ્યાં પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી મળી હતી કે, ગધેડા માર્કેટ પાસે રખડતી ગાયોનું ટોળુ બેઠું છે. જેથી અમે પોલીસ બંદોબસ્ત સાથે રાત્રે 11 વાગ્યે ગધેડા માર્કેટ ચાર રસ્તા તીલકનગર સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યાં ત્રણ રખડતી ગાયો રોડ ઉપર ચાલતી આવતી હતી. આ ગાયોને અમારી ટીમે કોર્ડન કરી પકડી લીધી હતી અને ત્યારબાદ ટોળાએ અચાનક અમારી ટીમ પર હુમલો કર્યો હતો. લાકડી લઈને શખ્સો મારવા આવ્યા આ સમયે બે બાઇક પર 4 વ્યકિતઓ પોતાના હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને અમારી સાથે ગાળાગાળી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા અને અમે પકડેલી ગાયો છોડાવીને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય તે રીતે બેફામ રીતે રોડ ઉપર ગાયો ભગાડી હતી અને અમારી કામગીરીમાં અડચણરૂપ થયા હતા અને આ વ્યકિતઓ રાજુ અને પૂનમ બંન્નેએ લાકડી માથામાં મારી હતી, જેથી લોહી નિકળવા લાગ્યું હતું. હુમલો કરી બધા ફરાર થયા અમારી ટીમમાં એક વ્યકિત મોબાઈલથી વિડીયો ઉતારતો હતો તો એક વ્યકિત ફોન લૂટીને ફરાર થઈ ગયો હતો અને અન્ય શખ્સોએ મોબાઈલ પર ફોન પછાડયો હતો.આ ઝઘડા બાબતે અમારી સાથેના ઢોર પાર્ટીના સુપરવાઇઝર વેકેટેશ્વરાવ કોંડાયા પેરેગુ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ આવી જતાં 3 લોકો ભાગી ગયા હતા અને એક રાજુ ભોપાભાઇ ભરવાડને પકડી પાડયો હતો. 

Vadodaraમાં ઢોર પકડવા ગયેલી VMCની ટીમ પર ગૌપાલકોએ કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગધેડા માર્કેટ પાસે રખડતા ઢોરને પકડવા જતા કર્યો હુમલો
  • સુપરવાઇઝરના માથા પર પાઇપ મારતા પહોંચી ઇજા
  • ઢોર પાર્ટીના અન્ય કર્મચારીઓને પણ માર માર્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીની ગાડી ગધેડા માર્કેટ પાસે રખડતા ઢોરને પકડવા જતા ગૌપાલકોએ ટીમ પર હુમલો કર્યો હતો,જયારે ઢોર પકડવામાં આવ્યા તે વખતે ગૌપાલકો ઉશ્કેરાઈ જતા આ ઘટના બની હતી,સાથે સાથે 4 કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો.ગૌપાલકોએ ઢોર પાર્ટીના સુપરવાઇઝરના માથા પર પાઇપ પણ મારી હતી.ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા ઘટનાનો વિડીયો ઉતારવામાં આવતા તેમના મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

પાણીગેટ પોલીસે નોંધી ફરિયાદ

વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સુપરવાઇઝર કિરણકુમાર ગુલાબરાવ ગિરનારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે અમે અમારી ટીમ અને વાહનો સાથે પોલીસ બંદોબસ્ત માટે પોલીસ ભવન ગયા હતા. જ્યાં પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી મળી હતી કે, ગધેડા માર્કેટ પાસે રખડતી ગાયોનું ટોળુ બેઠું છે. જેથી અમે પોલીસ બંદોબસ્ત સાથે રાત્રે 11 વાગ્યે ગધેડા માર્કેટ ચાર રસ્તા તીલકનગર સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યાં ત્રણ રખડતી ગાયો રોડ ઉપર ચાલતી આવતી હતી. આ ગાયોને અમારી ટીમે કોર્ડન કરી પકડી લીધી હતી અને ત્યારબાદ ટોળાએ અચાનક અમારી ટીમ પર હુમલો કર્યો હતો.


લાકડી લઈને શખ્સો મારવા આવ્યા

આ સમયે બે બાઇક પર 4 વ્યકિતઓ પોતાના હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને અમારી સાથે ગાળાગાળી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા અને અમે પકડેલી ગાયો છોડાવીને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય તે રીતે બેફામ રીતે રોડ ઉપર ગાયો ભગાડી હતી અને અમારી કામગીરીમાં અડચણરૂપ થયા હતા અને આ વ્યકિતઓ રાજુ અને પૂનમ બંન્નેએ લાકડી માથામાં મારી હતી, જેથી લોહી નિકળવા લાગ્યું હતું.


હુમલો કરી બધા ફરાર થયા

અમારી ટીમમાં એક વ્યકિત મોબાઈલથી વિડીયો ઉતારતો હતો તો એક વ્યકિત ફોન લૂટીને ફરાર થઈ ગયો હતો અને અન્ય શખ્સોએ મોબાઈલ પર ફોન પછાડયો હતો.આ ઝઘડા બાબતે અમારી સાથેના ઢોર પાર્ટીના સુપરવાઇઝર વેકેટેશ્વરાવ કોંડાયા પેરેગુ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ આવી જતાં 3 લોકો ભાગી ગયા હતા અને એક રાજુ ભોપાભાઇ ભરવાડને પકડી પાડયો હતો.