ધ્રાંગધ્રાની પરિણીતાને ફોન પર બળજબરીપૂર્વક વાત કરવા ધમકી આપી

- હળવદના શખ્સે ઘરે આવી ધમકી આપ્યાની ફરિયાદધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી પરણિતાને બળજબરીપૂર્વક સબંધ રાખવાનું જણાવી મનફાવે તેમ ગાળો આપી પરણિતા સહિત પરીવારજનને જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર પરણિતાએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી. ધ્રાંગધ્રા શહેરમાં રહેતી પરણિતાનો એક વર્ષ પહેલા હળવદ ખાતે રહતા રવિભાઈ સોલંકી સાથે સંપર્ક થયો હતો. અને બન્ને એકબીજા સાથે મોબાઈલ પર વાતચીત કરતા હતા. પરંતુ કોઈ કારણોસર પરણિતાએ વાત કરવાનું બંધ કરી દેતા રવિ સોલંકીએ અવાર-નવાર પરણિતાને ફોન પર હેરાન-પરેશાન કરી વાતચીત નહિં કરે તો પરણિતા તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાંખશે તેવી ધમકી આપતો હતો. આથી પરણિતાએ તે સીમકાર્ડ બંધ કરી નાખ્યું હતું અને ત્યારબાદ યુવક સાથે કોઈપણ જાતનો સંપર્ક રાખ્યો નહોતો. પરંતુ તાજેતરમાં પરણિતા પોતાના સાસરીયાપક્ષમાં હાજર હતી તે દરમ્યાન રવિ સોલંકીએ ઘર પાસે આવે મોબાઈલ ફોનની ચીઠ્ઠી નાંખી ફોન પર વાત કરવાનું જણાવી ફરી વખત ફરિયાદી પરણિતા અને પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી મનફાવે તેમ ગાળો આપી ઘર પાસેથી ચાલ્યો ગયો હતો. જે બાબતે ભોગ બનનાર પરણિતાએ પતિને જાણ કરતા ધમકી આપનાર શખ્સ રવિભાઈ પરષોત્તમભાઈ સોલંકી રહે.હળવદવાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ધ્રાંગધ્રાની પરિણીતાને ફોન પર બળજબરીપૂર્વક વાત કરવા ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- હળવદના શખ્સે ઘરે આવી ધમકી આપ્યાની ફરિયાદ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી પરણિતાને બળજબરીપૂર્વક સબંધ રાખવાનું જણાવી મનફાવે તેમ ગાળો આપી પરણિતા સહિત પરીવારજનને જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર પરણિતાએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

 ધ્રાંગધ્રા શહેરમાં રહેતી પરણિતાનો એક વર્ષ પહેલા હળવદ ખાતે રહતા રવિભાઈ સોલંકી સાથે સંપર્ક થયો હતો. અને બન્ને એકબીજા સાથે મોબાઈલ પર વાતચીત કરતા હતા. 

પરંતુ કોઈ કારણોસર પરણિતાએ વાત કરવાનું બંધ કરી દેતા રવિ સોલંકીએ અવાર-નવાર પરણિતાને ફોન પર હેરાન-પરેશાન કરી વાતચીત નહિં કરે તો પરણિતા તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાંખશે તેવી ધમકી આપતો હતો. 

આથી પરણિતાએ તે સીમકાર્ડ બંધ કરી નાખ્યું હતું અને ત્યારબાદ યુવક સાથે કોઈપણ જાતનો સંપર્ક રાખ્યો નહોતો. પરંતુ તાજેતરમાં પરણિતા પોતાના સાસરીયાપક્ષમાં હાજર હતી તે દરમ્યાન રવિ સોલંકીએ ઘર પાસે આવે મોબાઈલ ફોનની ચીઠ્ઠી નાંખી ફોન પર વાત કરવાનું જણાવી ફરી વખત ફરિયાદી પરણિતા અને પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી મનફાવે તેમ ગાળો આપી ઘર પાસેથી ચાલ્યો ગયો હતો.

 જે બાબતે ભોગ બનનાર પરણિતાએ પતિને જાણ કરતા ધમકી આપનાર શખ્સ રવિભાઈ પરષોત્તમભાઈ સોલંકી રહે.હળવદવાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.