Surat News : હિન્દુ નેતાના હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

આરોપી અશોક રાજસ્થાનના બિકાનેરથી ઝડપાયો ધર્મ પરિવર્તન કરી મૌલવીના સંપર્કમાં હતો આરોપી ફોન-લેપટોપ સહિતના ડિવાઈઝ પોલીસે કર્યા જપ્ત સુરત હિન્દૂ નેતાઓની સોપારી આપવાનો મામલો વધુ એક આરોપીની ધરપકડ. સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી. દિલ્હીમાં મૌલવી સોહેલના સંપર્કમાં આવ્યા બાદ બંને ચેટિંગથી વાત કરતા હતા. ધર્મ પરિવર્તન કરી મૌલવી સાથે સંપર્કમાં રહેનાર ઝડપાયો. રાજસ્થાનના બિકાનેરથી પકડાયો આરોપી. આરોપી અશોક સુથાર અબુબકર બનીને રહેતો હતો. ફોન-લેપટોપ સહિતના ડિવાઈઝ પોલીસે જપ્ત કર્યા. પકડાયેલા અશોકના ફોનમાં પણ પાકિસ્તાનના નંબર મળી આવ્યા. રાજસ્થાનના બિકાનેર વિશ્વકર્મા રોઝ ન્યૂસિટીમાં રહેતો હતો આરોપી. સ્થાનિક પોલીસના સહકારથી અશોક સુથારને પકડી પાડયો હતો. પ્રાથમિક પુછપરછમાં અશોક સુથારે ધર્મપરિવર્તન કર્યાનું સ્વીકાર્યુ અશોક ધર્મ પરિવર્તન કરીને અબુબકર બની ગયો હતો. અત્યાર સુધીમાં કુલ ચારની ધરપકડ કરતવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો? હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડમાં સોપારી આપી હતી. ધરપકડ કરી હતી. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંઘને પણ આપી હતી ધમકી. લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું. આરોપી સોહેલ પાકિસ્તાનમાં ડોગરના સંપર્કમાં હતો.આરોપી સોહેલ નેપાળના શેહનાઝ નામની મહિલાના સંપર્કમાં હતો જો કે પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને આધારે આગળની તપાસ હાથ ધરી છે. પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો પકડાયેલો આરોપી એક ટીવી ચેનલના મુખ્ય સંપાદકની સાથો સાથ ભાજપના તેલંગાણા ધારાસભ્ય રાજા સિંહ અને પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પોતાના આકાઓ સાથે મળીને ધમકી આપવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાન અને નેપાળના લોકોની સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. કસ્ટડીમાં લેવાયા બાદ તેમના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક સામગ્રી મળી, જેમાં ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડની ઓફર પણ સામેલ હતી. તેના માટે તેઓ પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો. 

Surat News : હિન્દુ નેતાના હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી અશોક રાજસ્થાનના બિકાનેરથી ઝડપાયો
  • ધર્મ પરિવર્તન કરી મૌલવીના સંપર્કમાં હતો આરોપી
  • ફોન-લેપટોપ સહિતના ડિવાઈઝ પોલીસે કર્યા જપ્ત 

સુરત હિન્દૂ નેતાઓની સોપારી આપવાનો મામલો વધુ એક આરોપીની ધરપકડ. સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી. દિલ્હીમાં મૌલવી સોહેલના સંપર્કમાં આવ્યા બાદ બંને ચેટિંગથી વાત કરતા હતા. ધર્મ પરિવર્તન કરી મૌલવી સાથે સંપર્કમાં રહેનાર ઝડપાયો. રાજસ્થાનના બિકાનેરથી પકડાયો આરોપી. આરોપી અશોક સુથાર અબુબકર બનીને રહેતો હતો. ફોન-લેપટોપ સહિતના ડિવાઈઝ પોલીસે જપ્ત કર્યા. પકડાયેલા અશોકના ફોનમાં પણ પાકિસ્તાનના નંબર મળી આવ્યા. રાજસ્થાનના બિકાનેર વિશ્વકર્મા રોઝ ન્યૂસિટીમાં રહેતો હતો આરોપી. સ્થાનિક પોલીસના સહકારથી અશોક સુથારને પકડી પાડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં અશોક સુથારે ધર્મપરિવર્તન કર્યાનું સ્વીકાર્યુ

અશોક ધર્મ પરિવર્તન કરીને અબુબકર બની ગયો હતો. અત્યાર સુધીમાં કુલ ચારની ધરપકડ કરતવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડમાં સોપારી આપી હતી. ધરપકડ કરી હતી. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંઘને પણ આપી હતી ધમકી. લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું. આરોપી સોહેલ પાકિસ્તાનમાં ડોગરના સંપર્કમાં હતો.આરોપી સોહેલ નેપાળના શેહનાઝ નામની મહિલાના સંપર્કમાં હતો જો કે પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને આધારે આગળની તપાસ હાથ ધરી છે.

પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો

પકડાયેલો આરોપી એક ટીવી ચેનલના મુખ્ય સંપાદકની સાથો સાથ ભાજપના તેલંગાણા ધારાસભ્ય રાજા સિંહ અને પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પોતાના આકાઓ સાથે મળીને ધમકી આપવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાન અને નેપાળના લોકોની સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. કસ્ટડીમાં લેવાયા બાદ તેમના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક સામગ્રી મળી, જેમાં ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડની ઓફર પણ સામેલ હતી. તેના માટે તેઓ પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો.