Gujarat News: રાજકોટ સહિત રાજ્યમાં TBની દવાનો સ્ટોક ખાલી, દર્દીઓ બેહાલ

દેશભરમાં ટી.બીનો રોગ નાબૂદ કરવાના દાવા વચ્ચે દવા જ નથી 2025 સુધી દેશભરમાં ટી.બીનો રોગ નાબૂદ કરવાનો દાવો સરકાર દ્વારા ટીબીની મફત અપાતી દવા ખૂટી પડી રાજકોટ સહિત રાજ્યમાં TBની દવાનો સ્ટોક ખાલી થયો છે. જેમાં 2025 સુધી દેશભરમાં ટી.બીનો રોગ નાબૂદ કરવાના દાવા વચ્ચે દવા જ નથી. તેમાં દિલ્લીથી અચાનક દવાની સપ્લાય બંધ થઇ છે. જેમાં સરકાર દ્વારા ટીબીની મફત અપાતી દવા ખૂટી પડી છે. એક તરફ ટીબીના દર્દીઓમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે દવાની અછત આફત નોતરી શકે છે. રાજકોટમાં દર મહિને સરેરાશ 15 થી 20 ટકા નવા ટીબીના દર્દીઓ જોવા મળે છે રાજકોટમાં દર મહિને સરેરાશ 15 થી 20 ટકા નવા ટીબીના દર્દીઓ જોવા મળે છે. જેમાં દવા ના મળતા દર્દીઓને મુશ્કેલી ઉભી થઇ છે. દેશ 2025 સુધી ટીબીમુક્ત ભારતનાં સપનાંને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લાં બે વર્ષથી દેશમાં ટીબીની દવાઓની કટોકટી છે અને અછત છે. ટીબીની દવાઓની અછતના કારણે મિશનને નુકસાન થઇ રહ્યું છે. દવા ખરીદી પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને કારણે અછત આ સ્થિતિ માટે અધિકારીઓ અને દવા ખરીદી પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને કારણ તરીકે જોવામાં આવે છે. હકીકતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પોતાની સંસ્થા કેન્દ્રીય તબીબી સેવા સોસાયટી (સીએમએસએસ) ના માધ્યમથી ટીબીની દવાઓ ખરીદે છે અને વિતરણ પણ કરે છે. આશરે એક વર્ષ પહેલાં સીએમએસએસ ટીબીની દવાઓની ખરીદી કરવામાં નિષ્ફળ રહેતા સમસ્યા સર્જાઇ રહી છે. ભારતમાં ટીબીની દવાઓ બનાવતી માત્ર 3 અથવા તો 4 મુખ્ય દવા કંપનીઓ ભારતમાં ટીબીની દવાઓ બનાવતી માત્ર 3 અથવા તો 4 મુખ્ય દવા કંપનીઓ છે. આ કંપનીઓ જ ટેન્ડર મારફતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ટીબીની દવાઓ ઉપલબ્ધ કરાવે છે. કેટલાંક રાજ્યોએ કંપનીઓનો સંપર્ક કર્યો છે. સંપર્ક કરવામાં આવતા જાણવા મ‌ળ્યું છે કે કંપનીઓ પાસે પણ ટીબીની દવાઓનો પૂરતો જથ્થો નથી. જેના કારણે રાજ્યો પણ ટીબીની દવાઓ ખરીદવામાં સફળ રહ્યાં નથી.

Gujarat News: રાજકોટ સહિત રાજ્યમાં TBની દવાનો સ્ટોક ખાલી, દર્દીઓ બેહાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશભરમાં ટી.બીનો રોગ નાબૂદ કરવાના દાવા વચ્ચે દવા જ નથી
  • 2025 સુધી દેશભરમાં ટી.બીનો રોગ નાબૂદ કરવાનો દાવો
  • સરકાર દ્વારા ટીબીની મફત અપાતી દવા ખૂટી પડી

રાજકોટ સહિત રાજ્યમાં TBની દવાનો સ્ટોક ખાલી થયો છે. જેમાં 2025 સુધી દેશભરમાં ટી.બીનો રોગ નાબૂદ કરવાના દાવા વચ્ચે દવા જ નથી. તેમાં દિલ્લીથી અચાનક દવાની સપ્લાય બંધ થઇ છે. જેમાં સરકાર દ્વારા ટીબીની મફત અપાતી દવા ખૂટી પડી છે. એક તરફ ટીબીના દર્દીઓમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે દવાની અછત આફત નોતરી શકે છે.

રાજકોટમાં દર મહિને સરેરાશ 15 થી 20 ટકા નવા ટીબીના દર્દીઓ જોવા મળે છે

રાજકોટમાં દર મહિને સરેરાશ 15 થી 20 ટકા નવા ટીબીના દર્દીઓ જોવા મળે છે. જેમાં દવા ના મળતા દર્દીઓને મુશ્કેલી ઉભી થઇ છે. દેશ 2025 સુધી ટીબીમુક્ત ભારતનાં સપનાંને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લાં બે વર્ષથી દેશમાં ટીબીની દવાઓની કટોકટી છે અને અછત છે. ટીબીની દવાઓની અછતના કારણે મિશનને નુકસાન થઇ રહ્યું છે.

દવા ખરીદી પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને કારણે અછત

આ સ્થિતિ માટે અધિકારીઓ અને દવા ખરીદી પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને કારણ તરીકે જોવામાં આવે છે. હકીકતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પોતાની સંસ્થા કેન્દ્રીય તબીબી સેવા સોસાયટી (સીએમએસએસ) ના માધ્યમથી ટીબીની દવાઓ ખરીદે છે અને વિતરણ પણ કરે છે. આશરે એક વર્ષ પહેલાં સીએમએસએસ ટીબીની દવાઓની ખરીદી કરવામાં નિષ્ફળ રહેતા સમસ્યા સર્જાઇ રહી છે.

ભારતમાં ટીબીની દવાઓ બનાવતી માત્ર 3 અથવા તો 4 મુખ્ય દવા કંપનીઓ

ભારતમાં ટીબીની દવાઓ બનાવતી માત્ર 3 અથવા તો 4 મુખ્ય દવા કંપનીઓ છે. આ કંપનીઓ જ ટેન્ડર મારફતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ટીબીની દવાઓ ઉપલબ્ધ કરાવે છે. કેટલાંક રાજ્યોએ કંપનીઓનો સંપર્ક કર્યો છે. સંપર્ક કરવામાં આવતા જાણવા મ‌ળ્યું છે કે કંપનીઓ પાસે પણ ટીબીની દવાઓનો પૂરતો જથ્થો નથી. જેના કારણે રાજ્યો પણ ટીબીની દવાઓ ખરીદવામાં સફળ રહ્યાં નથી.