સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ બાદ ઢીંચણસમા પાણી ભરાયા

- રતનપર બાયપાસ પર ચોકડી પાસે જળભરાવ- 400 થી પરિવારોને હાલાકી, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૯માં રતનપર બાયપાસ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં સીઝનના પ્રથમ વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. દોઢ ઈંચ વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાં છે.સુરેન્દ્રનગરમાં પડેલા સીઝનના પ્રથમ વરસાદ બાદ સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ૯ માં રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે આવેલી દેવ રેસીડેન્સી, શિવધારા રેસીડેન્સી સહિત આસપાસના વિસ્તારો ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતા.  સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ૪૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકો નિયમીત વેરો ભરતા હોવા છતાં પાલિકા દ્વારા વિસ્તારમાં પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. ચોમાસામાં પ્રથમ વરસાદથી જ વરસાદી પાણીનો નિકાલ ન થતા દરવર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. પાણી ભરાયેલા રહેતા હોવાથી વિસ્તારમાં શાકભાજી કે છુટક ધંધો કરતા લારીધારકો આવી ના શકતા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે. તેમજ મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તેમજ ધંધાર્થીઓ, નોકરિયાતોને કાર્યસ્થળે જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. એમ્બ્યુલન્સ પણ આવી શકતી ના હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ અંગે પાલિકામાં અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો રોષ ઠાલવ્યો હતો. તંત્ર દ્વારા સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી છે. 

સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ બાદ ઢીંચણસમા પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રતનપર બાયપાસ પર ચોકડી પાસે જળભરાવ

- 400 થી પરિવારોને હાલાકી, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૯માં રતનપર બાયપાસ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં સીઝનના પ્રથમ વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. દોઢ ઈંચ વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાં છે.

સુરેન્દ્રનગરમાં પડેલા સીઝનના પ્રથમ વરસાદ બાદ સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ૯ માં રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે આવેલી દેવ રેસીડેન્સી, શિવધારા રેસીડેન્સી સહિત આસપાસના વિસ્તારો ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતા. 

 સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ૪૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકો નિયમીત વેરો ભરતા હોવા છતાં પાલિકા દ્વારા વિસ્તારમાં પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. ચોમાસામાં પ્રથમ વરસાદથી જ વરસાદી પાણીનો નિકાલ ન થતા દરવર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. 

પાણી ભરાયેલા રહેતા હોવાથી વિસ્તારમાં શાકભાજી કે છુટક ધંધો કરતા લારીધારકો આવી ના શકતા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે. તેમજ મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તેમજ ધંધાર્થીઓ, નોકરિયાતોને કાર્યસ્થળે જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. એમ્બ્યુલન્સ પણ આવી શકતી ના હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. 

આ અંગે પાલિકામાં અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો રોષ ઠાલવ્યો હતો. તંત્ર દ્વારા સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી છે.