Ahmedabadના બોડકદેવમાં આવેલી AMCની ઓફીસમાં ફાયરની બોટલો એકસ્પાયર તારીખ વાળી મળી આવી

AMCની કચેરીમાં જ ફાયરસેફટીના ધાંધિયા જોવા મળ્યા બોડકદેવની કચેરીમાં ફાયરની બોટલો એક્સ્પાયર ડેટ થયેલી જોવા મળી 31-1-2024એ ફાયરની બોટલો થઈ ગઈ છે એક્સ્પાયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે,બોડકદેવમાં કોર્પોરેશનની મોટી ઓફીસ આવેલી છે અને આ ઓફિસમાં રોજના હજારો અરજદારો તેમજ નાગરિકો આવતા હોય છે ત્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનની કચેરીમાં ફાયરના સાધનો એક્સ્પાયર થયેલા જોવા મળ્યા છે તો એક્સ્પાયર થયેલી બોટલોને હજુ નથી કરાવી રિફિલ. ફાયરસેફ્ટીના સાધનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા બોડકદેવ વિસ્તારમાં આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીમાં લાગેલા છે એકસપાયર થયેલા ફાયર એક્સટિંગ્યુંસરને હજી કોર્પોરેશને રિફિલ નથી કરાવ્યા.૩૧/૧/૨૦૨૪ એ એકસપાયર થયેલા ફાયર એક્સટિંગ્યુંસર હજી પણ બંધ જ હાલતમાં છે.AMCની કચેરીમાં દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર?? નિયમોનું પાલન કરાવનાર પાલિકામાં જ નથી થતું નિયમો નું પાલન,શું બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી??તે એક વેધક સવાલ છે. મિલકતો સિલ કરાઈ ફાયર સેફટીની એક્સટિંગ્યુંસર બોટલ પર લખેલી તારીખ પ્રમાણે બોટલ એક્સપાયર થઇ ગઇ છે. રાજકોટના અગ્નિકાંડ પછી પણ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીઓ સજાગ જોવા મળતી નથી. મ્યુનિ. ફાયર સહિતના સ્ટાફ દ્વારા ફાયર સેફટીને લઇને વિવિધ સ્થળો તપાસ આદરી છે.ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લાં જેવી કોર્પોરેશનની સ્થિતી જોવા મળી રહી છે. બીજી તરફ અત્યાર સુધીમાં 1106 મિલ્કતની ચકાસણી કરીને 109 સીલ કરાઇ છે. રવિવારે પાંચ મિલકત સિલ કરાઇ હતી. અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ અને એસ્ટેટ સહિતના વિભાગો દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીને લઇને સઘન ચેકીંગ કરીને નોટીસ ઇસ્યુ કરાઇ રહી છે. અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનની પેટા કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો જ એક્સપાયર થયેલા સાધનો જોવા મળે છે. ફાયર સેફટીની એક્સટિંગ્યુંસર બોટલ પર લખેલી તારીખ પ્રમાણે બોટલ એક્સપાયર થઇ ગઇ છે. કોર્પોરેશનની કેટલીક કચેરીઓમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ કરાઇ નહીં હોવાનું પણ મનાય છે. જેથી મ્યુનિ.કમિશનરે પોતાની કચેરીઓમાં જ તપાસ કરાવી જોઇએ અને ફાયર એન.ઓ.સી. વગરના બિલ્ડીંગો મળે તો સબંધિત અધિકારી સામે પગલાં ભરવા જોઇએ.

Ahmedabadના બોડકદેવમાં આવેલી AMCની ઓફીસમાં ફાયરની બોટલો એકસ્પાયર તારીખ વાળી મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCની કચેરીમાં જ ફાયરસેફટીના ધાંધિયા જોવા મળ્યા
  • બોડકદેવની કચેરીમાં ફાયરની બોટલો એક્સ્પાયર ડેટ થયેલી જોવા મળી
  • 31-1-2024એ ફાયરની બોટલો થઈ ગઈ છે એક્સ્પાયર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે,બોડકદેવમાં કોર્પોરેશનની મોટી ઓફીસ આવેલી છે અને આ ઓફિસમાં રોજના હજારો અરજદારો તેમજ નાગરિકો આવતા હોય છે ત્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનની કચેરીમાં ફાયરના સાધનો એક્સ્પાયર થયેલા જોવા મળ્યા છે તો એક્સ્પાયર થયેલી બોટલોને હજુ નથી કરાવી રિફિલ.

ફાયરસેફ્ટીના સાધનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા

બોડકદેવ વિસ્તારમાં આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીમાં લાગેલા છે એકસપાયર થયેલા ફાયર એક્સટિંગ્યુંસરને હજી કોર્પોરેશને રિફિલ નથી કરાવ્યા.૩૧/૧/૨૦૨૪ એ એકસપાયર થયેલા ફાયર એક્સટિંગ્યુંસર હજી પણ બંધ જ હાલતમાં છે.AMCની કચેરીમાં દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર?? નિયમોનું પાલન કરાવનાર પાલિકામાં જ નથી થતું નિયમો નું પાલન,શું બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી??તે એક વેધક સવાલ છે.


મિલકતો સિલ કરાઈ

ફાયર સેફટીની એક્સટિંગ્યુંસર બોટલ પર લખેલી તારીખ પ્રમાણે બોટલ એક્સપાયર થઇ ગઇ છે. રાજકોટના અગ્નિકાંડ પછી પણ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીઓ સજાગ જોવા મળતી નથી. મ્યુનિ. ફાયર સહિતના સ્ટાફ દ્વારા ફાયર સેફટીને લઇને વિવિધ સ્થળો તપાસ આદરી છે.ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લાં જેવી કોર્પોરેશનની સ્થિતી જોવા મળી રહી છે. બીજી તરફ અત્યાર સુધીમાં 1106 મિલ્કતની ચકાસણી કરીને 109 સીલ કરાઇ છે. રવિવારે પાંચ મિલકત સિલ કરાઇ હતી.


અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ

મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ અને એસ્ટેટ સહિતના વિભાગો દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીને લઇને સઘન ચેકીંગ કરીને નોટીસ ઇસ્યુ કરાઇ રહી છે. અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનની પેટા કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો જ એક્સપાયર થયેલા સાધનો જોવા મળે છે. ફાયર સેફટીની એક્સટિંગ્યુંસર બોટલ પર લખેલી તારીખ પ્રમાણે બોટલ એક્સપાયર થઇ ગઇ છે. કોર્પોરેશનની કેટલીક કચેરીઓમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ કરાઇ નહીં હોવાનું પણ મનાય છે. જેથી મ્યુનિ.કમિશનરે પોતાની કચેરીઓમાં જ તપાસ કરાવી જોઇએ અને ફાયર એન.ઓ.સી. વગરના બિલ્ડીંગો મળે તો સબંધિત અધિકારી સામે પગલાં ભરવા જોઇએ.